ઉંધીયુ

Reema Jogiya
Reema Jogiya @cook_18434865

#goldenapron2
ગુજરાત ની ખુબજ ફેમસ ડીશ છે

ઉંધીયુ

#goldenapron2
ગુજરાત ની ખુબજ ફેમસ ડીશ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ બટેટુ સમારેલ
  2. ૧ રીંગણુ
  3. ૧/૨ કપ વાલ, વટાણા મીકસ
  4. ૧/૨ કપ ગુવાર, ચોળિ મીકસ
  5. ૧ કપ ફલાવર
  6. ૧ કપ સુરણ સમારેલુ
  7. ૨ મોટા દેશી ટમેટા
  8. ૨૦૦ ગાૃમ તેલ વઘાર માટે
  9. ૧ ટીસ્પૂન રાઈ
  10. ૧ ટીસ્પૂન જીરૂ
  11. ૨ ટેબલસ્પૂન આદુ લસણ મરચાં ની પેસ્ટ
  12. ૪ લવીંગ
  13. ૧ તજ
  14. ૧/૨ બાદીયુ
  15. ૨ લાલ સુકા મરચાં
  16. ૧ તામલ પત્ર
  17. ૨ ટેબલસ્પૂન લાલ મરચું
  18. ૧ ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું
  19. ૧ ટેબલસ્પૂન હળદર
  20. ૨ ટેબલસ્પૂન ધાણાજીરૂ
  21. મીઠું સ્વાદ મુજબ
  22. ૨ ટીસ્પૂન ગરમ મસાલો
  23. ૧ ટીસ્પૂન ખાંડ
  24. ઉંધીયા ના ઢોકડા બનાવવા માટે:
  25. તેલ તળવા માટે
  26. ૩૦૦ ગાૃમ ચણા નો લોટ
  27. ૧ ટેબલસ્પૂન મરચું
  28. ૧ ટીસ્પૂન હળદર
  29. ૧/૨ ટેબલસ્પૂન ઘાણા જીરૂ
  30. ૧/૩ ટેબલસ્પૂન ગરમ મસાલો
  31. ૧/૨ ટેબલસ્પૂન ખાંડ
  32. મીઠું સ્વાદ મુજબ
  33. ૧ કપ મેથી ભાજી
  34. ૧/૪ ટેબલસ્પૂન સાજી ફૂલ
  35. ૧,૧/ ૨લીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાસણ મા ચણા નો લોટ, હળદર, મીઠું, લાલ મરચું, મેથી, ખાંડ, ઘાણા જીરૂ, ગરમ મસાલો ઉમેરી સાજી પર લીંબુ નો રસ નાખવો અને પાણી વડે ઢીલો લોટ બાંધવો.

  2. 2

    તેલ વાડા હાથ કરી નાના ગોળા વાડી તેલ માં તળી લેવા.

  3. 3

    બધું શાકભાજી સમારી ધોઈ રાખવુ.

  4. 4

    એક કૂકર માં તેલ મુકવુ તેમા રાઈ, જીરૂ, તજ, લવીંગ, બાદીયુ, તામલ પત્ર, સૂકૂ લાલ મરચું નાખી વધાર કરવો.

  5. 5

    બધુ શાક ઉમેરી મસાલા લાલ મરચું, હળદર, મીઠું, ગરમ મસાલો, આદુ લસણ પેસ્ટ, ધાણા જીરૂ, ખાંડ,નાખી પાણી કૂકર માં ૪ શીટી વગાડી લેવુ.

  6. 6

    ઢોકળા ને ૫ મિનીટ પાણી પલારી લેવા.

  7. 7

    એક વાસણ માં શાક કાઢી તેમા ઢોકડા નાખી ૧૦ મિનીટ ઉકાળવુ.અને લીંબુ નો રસ નાખી ઉકળવા દેવુ.

  8. 8

    ગરમા ગરમ સૅવ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Reema Jogiya
Reema Jogiya @cook_18434865
પર

ટિપ્પણીઓ

Similar Recipes