પાવભાજી

Sonal Karia
Sonal Karia @Sonal

#ઇબુક-૧૫
બહુ જ ઓછી વસ્તુથી અને માત્ર ગરમ મસાલા નો જ ઉપયોગ કરીને ખૂબ જ ટેસ્ટી પાઉંભાજી બનાવી છે. તો આપ પણ જરૂરથી બનાવશો.

પાવભાજી

#ઇબુક-૧૫
બહુ જ ઓછી વસ્તુથી અને માત્ર ગરમ મસાલા નો જ ઉપયોગ કરીને ખૂબ જ ટેસ્ટી પાઉંભાજી બનાવી છે. તો આપ પણ જરૂરથી બનાવશો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ મિનિટ
૩થી૪ સર્વિંગ
  1. 2બટેટા મીડીયમ (કટ કરેલા)
  2. દૂધી(બટેટા જેટલી દુધી લેવી, કટ કરેલી)
  3. ફ્લાવર બટેટા જેટલું (કટ કરાયેલું,optional)
  4. 1નાનું બાઉલ વટાણા બ્લાન્ચ કરેલા
  5. 5પાલકના પાન
  6. 2મોટા ટમેટા ઓનિયન કટરથી કટ કરેલા
  7. 1મોટી ડુંગળી કોને કટરથી કટ કરેલી
  8. (ટામેટા અને ડુંગળી,ફરી વઘાર માટે આમાંથી થોડા સાઈડમાં રાખી લેવા)
  9. 1ચમચો લસણની ચટણી
  10. 2ચમચા લાલ મરચાની પેસ્ટ
  11. મરચું પાવડર જરૂર મુજબ
  12. ૧/૨ ચમચી ગરમ મસાલો
  13. 4ચમચા તેલ
  14. 1ચમચો બટર
  15. મીઠું જરૂર મુજબ
  16. કોથમીર
  17. ૮ મોટા પાઉં

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ દુધી બટેટા અને ફ્લાવરને મીઠું અને પાણી નાંખી બાફી મેશ કરી લેવા. એક પેનમાં તેલ મૂકી ડુંગળી નાખી સાંતળો, વટાણા પણ ઉમેરો. (ડુંગળી સંતળાઈ જાય પછી વટાણાને પાણીમાં નાખીને ઉમેરવા) સહેજ હલાવી ટમેટા ઉમેરી સાતલો. પછી પાલક ઉમેરો સાથે લાલ મરચાની પેસ્ટ,લસણ ની ચટણી, મરચું પાવડર,મીઠું,ગરમ મસાલો ઉમેરો. થોડું હલાવી બાફેલા શાકભાજી ઉમેરી સરખું મિક્ષ કરી લો. જરૂર મુજબ પાણી ઉમેરી થોડી ઢીલી ભાજી રાખવી. થોડી વાર ચઢવા દેવી.થોડી કોથમીર નાખવી.

  2. 2

    ફરી વઘાર માટે એક પેનમાં બટર મૂકી થોડા સાઈડ માં રાખેલા ડુંગળી ટામેટા ઉમેરી થોડું સતળી ભાજીમાં ઉમેરી દો. તો તૈયાર છે ખૂબ ઓછી વસ્તુ થી બનતી આપણી સૌની ફેવરિટ ભાજી. પાવને શેકી, ડુંગળી અને ટમેટા,લીંબુ, છાશ,પાપડ સાથે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Karia
Sonal Karia @Sonal
પર
alag alag rasoi banavavi, khavadavavi n khavi pan bahu j game
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes