સાઉથ ઇન્ડિયન પ્લેટર

Bansi Kotecha
Bansi Kotecha @cook_18005888
Surat

#સાઉથ
સાઉથ ઇન્ડિયન હેલ્દી ડિસ છે. જેને આપણે બ્રેકફાસ્ટ લંચ કે ડિનર ગમે ત્યારે લઈ ખૂબ જ મજા આવે છે

સાઉથ ઇન્ડિયન પ્લેટર

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#સાઉથ
સાઉથ ઇન્ડિયન હેલ્દી ડિસ છે. જેને આપણે બ્રેકફાસ્ટ લંચ કે ડિનર ગમે ત્યારે લઈ ખૂબ જ મજા આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ થી ૪૫ મિનિટ
બે વ્યક્તિ માટે
  1. ૨ કપ બાફેલા ચોખા
  2. ૧ કપ પરિમલ ચોખા
  3. ૧ કપ અડદ ની દાળ
  4. અડધો કપ પોહા
  5. અડધી ચમચી મેથીદાણા
  6. અડધો વાટકો ખાટું દહીં
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. ૧ ૧/૨ ચમચી ટાટાનો સોડા
  9. ૩ ચમચી તેલ
  10. મેંદુ વડા બનાવવા માટે ના ઘટકો:
  11. 1વાટકી અડદ
  12. બારીક સમારેલી ડુંગળી, મરચું અને કોથમરી
  13. 2 ચમચીચોખાનો લોટ
  14. મીઠું સ્વાદ અનુસાર
  15. 2 ચમચીતેલ
  16. અપમ બનાવવા માટે ના ઘટકો
  17. ઈડલી નુ ખીરુ
  18. તળવા માટે તેલ
  19. ૧ નાની ડુંગળી
  20. મીઠું સ્વાદ અનુસાર
  21. ૧/૪ વાટકી નારીયલ ખમણેલું
  22. લાલ ચટણી માટે ના ઘટકો:
  23. ૩ નંગ ડુંગળી
  24. ૩ ટમેટા
  25. ૮ થી ૧૦ કળી લસણની
  26. વઘાર માટે તેલ, અડદ અને લીમડો
  27. મીઠું સ્વાદ મુજબ
  28. નાનો કટકો ખમણેલું નાળિયેર
  29. લીલા નારિયેળ ની ચટણી બનાવવા માટે ના ઘટકો
  30. નાની વાટકી દહી
  31. 1મોટો વાડકો ખમણેલું કોપરું
  32. ૧/૪ વાટકી પીસેલી દારીયા ની દાળ
  33. વઘાર માટે તેલ રાઈ, મીઠો લીમડો,અડદની દાળ
  34. ➡પોડી મસાલો બનાવવા માટે ના ઘટકો
  35. અડધી વાટકી તલ
  36. અડધી વાટકી અડદની દાળ
  37. અડધી વાટકી મગ ની દાળ
  38. ૫_૬ સૂકા લાલ મરચા
  39. 2 ચમચીતેલ
  40. મીઠું સ્વાદ અનુસાર
  41. ➡➡સાંભાળ બનાવવા માટે ના ઘટકો
  42. 1વાટકી બાફેલી તુવેરદાળ
  43. 1વાટકી બારીક સમારેલી ડુંગરી, દૂધી અને કોળુ
  44. 1 ચમચીલસણની પેસ્ટ
  45. 2 ચમચીમગફળીના દાણા
  46. ટામેટું
  47. લીંબુ
  48. 1ડુંગરી
  49. 1કટકો આદુ
  50. પાણી જરૂર મુજબ
  51. 2 ચમચીસાંભાળ છે
  52. 1 ચમચીકોથમીર અને ખમણેલું નાળિયેર
  53. લેમન રાઈસ બનાવવા માટે ના ઘટકો
  54. 2કટોરી રાંધેલો ભાત
  55. અડધું લીંબુ
  56. વઘાર માટે રાઈ, હિંગ,મીઠો લીમડો, આખુ લાલ મરચું, અડદની દાળ
  57. ૧/૪ વાટકી મગફળી દાણા
  58. 1 ચમચીકોથમીર અને ખમણેલું નાળિયેર

રાંધવાની સૂચનાઓ

૪૦ થી ૪૫ મિનિટ
  1. 1

    હવે ઈડલી નું ખીરું બનાવીને તેના માટે ચોખા અને અડદની દાળને 6 કલાક પલાળી દો. હવે ચોખાને થોડું કરકરુ અને અળદની દાળ દહીં અને જરૂર મુજબ પાણી નાખી એકદમ બારીક પીસી લો. ત્યારબાદ પૌવા તેને પણ બારીક પીસી લો. ત્રણેય ખીરાને મિક્સ કરી ઈડલી નુ ખીરું ને છથી સાત કલાક આથવા માટે રાખી દો. તેમાં સ્વાદ અનુસાર મીઠું નથી ઢોસો ઉતારી લો. હવે તેમાં મીઠા સોડા,તેલ અને તેમાં થોડું પાણી નાખી મિક્સ કરી ખીરામાં મિક્સ કરો અને તૈયાર છે ઇડલીનું બેટર. તેમાંથી ઈડલી ઉતારી લો.

  2. 2

    હવે આ ઈડલી ના ખીરામાં લીલુ ખમણેલુ નાળિયેર અને ડુંગળી નાખી અપ્પમ ઉતારી લો.

  3. 3

    મેંદુવડા માટે આપણે આખા અડદ છ _સાત કલાક પલાળી દો અને તેને ત્યારબાદ પીસી લો તેમાં થોડું દહીં અને ક્રિસ્પી રહેવા માટે ચોખાનો લોટ નાંખી છથી સાત કલાક માટે રાખી દો.હવે તેમાં બારીક સમારેલું લાલ મરચું, લીલું મરચું અને ડુંગળી નાખી દો. હવે તેમાં મીઠુ, સોડા, તેલ અને પોડી મસાલો મિક્સ કરી લો.

  4. 4

    તેમાંથી મેંદુવડા ઉતારી લો.

  5. 5

    લાલ મરચાની ચટણી માટે કડાઈમાં તેલ લઈ તેમાં લીમડો, આખું લાલ મરચું,૬હીંગનો વઘાર કરો ત્યારબાદ તેમાં આખી લસણની કળી સાતળો. તેના બાદ ડુંગળી સાંતળી લો. ત્યારબાદ તેમાં ટામેટા સાંતળી લો. ડુંગળી ટામેટા બંને અધકચરા સાતળવા ના છે. ઠંડુ થવા દો ત્યાર બાદ તેમા મીઠું અને જરૂર લાગે તો લાલ મરચાનો પાવડર નાખી ચટણી બનાવી લો.આ ચટણી ઉપર અડદ ની દાળ, રાય અને લીમડાનો વઘાર કરો. તૈયાર છે લાલ ચટણી.

  6. 6

    લીલા નાળિયેર ની પેસ્ટ બનાવો.તેમાં દાળ નાખો અને સ્વાદ અનુસાર મીઠું નાખો અને થોડું દહીં નાખી ચટણી બનાવી લો. ઉપર અડદ ની દાળ, રાઈ અને લીમડાનો વઘાર કરો. તૈયાર છે ચટણી.

  7. 7

    પોડી મસાલો બનાવવા માટે સૌપ્રથમ તલ ને શેકી લો. ત્યાર બાદ એક ચમચી ઘી મૂકી વારાફરતી બંને દાળ,,મરચા અને લીમઙા ને ઘીમાં શેકી લો.હવે બધું ઠંડુ થાય પછી એને મિક્સરમાં પીસી લો. ત્યારબાદ તેમાં હિંગ, મીઠું અને ટેસ્ટ મુજબ લાલ મરચું પાવડર નાખી ફરી એકવાર મિક્સરમાં ચર્ન કરી લો તો તૈયાર છે પોડી મસાલો.

  8. 8

    સાંભાળ બનાવવા માટે તુવેરની દાળને બાફી લો હવે એક કડાઈમાં તેલ લઈ રા઼ઈ, લીમડો, લીલા મરચાનો વઘાર કરો તેમાં ડુંગળી અને આદુ-લસણની પેસ્ટ સાતરો. ત્યારબાદ મનગમતા શાકભાજી જેમકે દુધી,કોળુ,માંડવી ના દાણા સરગવો નાખો. ત્યાર બાદ તેમાં બાફેલી દાળ નાખી. મીઠું, હળદર, સાંભાળ મસાલો, લીંબુ અથવા આમલીનો પલ્પ નાખી સાંભળ ઉકળવા દો. કોથમરી અને લીલું નાળિયેર નાખી ગેસ બંધ કરી દો તો તૈયાર છે સાંભળ.

  9. 9

    લેમન રાઈસ બનાવવા માટે કડાઈમાં તેલ લઈ.દાણા સોતરી લો. હવે તેને કાઢી લો અને તેમાં અડદની દાળ, રાઈ, લીમડો,અને સૂકું લાલ મરચાંનો વઘાર કરો ત્યાર બાદ તેમાં બાફેલા ભાત નાખી. મીઠું, હળદર, લીંબુ,લીલું નાળિયેર માંડવીના દાણા નાખી સરખી રીતે મિક્સ કરો તૈયાર છે લેમન રાઈસ

  10. 10

    હવે એક કેળનું પાન લઈ તેમાં ટમેટાની ચટણી, લીલા નાળિયેરની ચટણી, મેંદુવડા, અપ્પમ,ઢોસો, સાંભળ લેમન રાઈસ સર્વ કરો તો તૈયાર છે સાઉથ ઇન્ડિયન પ્લેટર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bansi Kotecha
Bansi Kotecha @cook_18005888
પર
Surat

ટિપ્પણીઓ

Similar Recipes