સાઉથ ઇન્ડિયન કોપરાની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)

Apexa Parekh
Apexa Parekh @apexa_18
Surat

પોસ્ટ-2
આપણે આ ચટણીને કોઈપણ સાઉથ ઇન્ડિયન ડિશ સાથે નાસ્તા માં લઈ શકીએ છીએ. જેમકે મેંદુવડા, ઉત્તપમ, ઢોસા વગેરે..

સાઉથ ઇન્ડિયન કોપરાની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)

પોસ્ટ-2
આપણે આ ચટણીને કોઈપણ સાઉથ ઇન્ડિયન ડિશ સાથે નાસ્તા માં લઈ શકીએ છીએ. જેમકે મેંદુવડા, ઉત્તપમ, ઢોસા વગેરે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 લોકો માટે
  1. 1 નંગ છોલેલું નારિયેળ
  2. 1 કપપાણી
  3. 2 નંગ લીલું મરચું
  4. 1 નંગ આદુનો ટુકડો
  5. 6 નંગ લસણની કડી
  6. 1 ચમચીઅડદની દાળ
  7. 1 ચમચીખાંડ
  8. 1 ચમચીજીરૂ - રાઈ
  9. 2 ચમચીતેલ
  10. 1 નંગ વઘાર કરવા લાલ મરચું
  11. 1 ડાળી વઘાર માટે કઢી લીમડો
  12. 2 નંગ લવિંગ
  13. 1 ચમચીલીંબુનો રસ
  14. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પેલા નાળિયેર ને છોલી તેના નાના ટુકડા કરી દો. ત્યારબાદ તેમાં બે - ત્રણ લસણની કળી, બે લીલું મરચું, એક આદુનો ટુકડો, એક ચમચી ખાંડ અને પાણી નાખી હલાવીને મિક્સ કરી લો બે ચમચી પાણી એડ કરવાનું રહેશે.

  2. 2

    તેમાં બે લવીંગ એડ કરવાથી તેનું ફ્લેવર ખૂબ જ સારું આવશે. આમ હવે મિક્સરમાં તેને ગ્રાઇન્ડ કરી દો.જરૂરિયાત હોય તો તેમાં પાણી અને એક ચમચી લીંબુનો રસ એડ કરશો ચટણી ખુબ જ સરસ રેડી થઈ જશે પછી તેને એક બાઉલમાં કાઢી લો.

  3. 3

    હવે એક પેન લઇ તેના અંદર તેલ ગરમ કરવા મૂકી દો તેલ ગરમ થઈ ગયા બાદ તેમાં રાઈ - જીરુ,લીમડી,લાલ મરચું અડદની દાળ અને એક ચપટી હિંગ નાખીને વઘાર કરો તેને બે સેકન્ડ સુધી હલાવતા રહો ત્યાર પછી તેમાં ગ્રાઈન્ડ કરેલી કોપરાની ચટણી નાખી દો જે કપમાં આપણે કોપરાની ચટણી નો મસાલો રેડી કર્યો હતો તેમાં અડધો કપ પાણી નાખી હલાવી લો હવે આ મસ્ત રેડી થયેલી કોપરાની ફ્લેવર વાળુપાણી ચટણીની પેન માં નાખી દો હવે એકથી દોઢ મિનિટ સુધી ચટણી ને હલાવતા રહો ખુબ જ સરસ હવે આપણી સાઉથ ઇન્ડિયન ચટણી તૈયાર થઈ ગઇ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Apexa Parekh
Apexa Parekh @apexa_18
પર
Surat

Similar Recipes