ડિસન્સ્ટ્રકશન  વડાં પાવ

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865

#ઇબુક
#Day18
પરંપરાગત વડાં પાવ ની પાર્ટી સ્ટાર્ટર માટે નવી નવીનતમ સ્વાદિષ્ટ વાનગી છે.
ડિસન્સ્ટ્રકશન ફૂડ.. છેલ્લા કેટલાક વર્ષોથી આ અસ્પષ્ટ ખોરાક નું વલણ નું ઓફશૂટ છે. આમાં ખાસ કરીને મુખ્ય ઘટકો ને અલગ કરી, તેમને એકસાથે પ્રસ્તુત કરવાનો સમાવેશ થાય છે.
આ સામાન્ય રીતે મૂળભૂત આહાર તરફ બઘી રીતે જતા નથી.
કિસન્સ્ટ્રકશન વડાં પાવ માં... રેગ્યુલર પાવ વડાં ને બદલે,હોટ ડોગ રોલ બ્રેડ ની સ્લાઈસ પર બટાટા વડાં નું પુરણ પાથરી ને એના ઉપર ચીઝ અને વડાં પાવ ની સુકી લસણ ની ચટણી ભભરાવી ને એરફ્રાયર માં બેક્ડ કર્યું છે.

ડિસન્સ્ટ્રકશન  વડાં પાવ

2 કમેન્ટ્સ કરેલ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૬ પીસ
  1. ૧ હોટ ડોગ રોલ બ્રેડ
  2. બટાટા વડાં નું પુરણ માટે સમાગ્રી :
  3. ૧ મોટું બાફેલા અને મેશ કરેલા બટેેટા
  4. ૧ ટી સ્પૂન આદુ મરચાં ની પેસ્ટ
  5. ૧ ટી સ્પૂન લીંબુના રસ
  6. મીઠું સ્વાદાનુસાર
  7. ૧ ટેબલ સ્પૂન ઝીણી સમારેલી કોથમીર
  8. વડાં નું વઘાર માટે સમાગ્રી :
  9. ૧ ટી સ્પૂન તેલ
  10. ૧/૪ ટી સ્પૂન અડદ દાળ
  11. ૧/૪ ટી સ્પૂન રાઈ જીરું
  12. ૩-૪ મીઠાં લીમડાના પાન
  13. ૧/૮ ટી સ્પૂન હળદર
  14. ચપટીહિંગ
  15. ખમણેલું ચીઝ અને વડાં પાવ ની સુકી લસણ ની ચટણી જરુરીયાત મુજબ..ભભરાવા માટે
  16. કોથમીર ની ગ્રીન ચટણી સાથે પીરસવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તડકા પાન માં તેલ ગરમ કરી તેમાં અડદ દાળ નાખી ને ગુલાબી રંગ ની શેકી, એમાં રાઈ જીરું નો વઘાર કરી તેમાં હળદર,હીંગ અને,મીઠા લીમડાના પાન નાખી ને મેશ કરેલા બટાટા પર રેડો. એમાં આદુ મરચાં ની પેસ્ટ, લીંબુ નો રસ અને મીઠું નાખીને બરાબર મિક્સ કરી ને બટેટા નું પુરણ તૈયાર કરવું. હોટ ડોગ રોલ બ્રેડ ને //////આવી રીતે.. ૧/૪' જાડાઈ માં ૬ સ્લાઈસ કરી તૈયાર રાખો.

  2. 2

    દરેક બ્રેડ ની સ્લાઈસ પર ૧-૨ ટેબલ સ્પૂન બટેટા નું પુરણ પાથરો. એના ઉપર ચીઝ અને વડાં પાવ ની સુકી લસણ ની ચટણી ભભરાવી ને એરફ્રાયર માં રાખી ને ૧૮૦ તાપમાન પર ૫ મિનિટ બેક કરો.(ચીઝ પીગળી જાય અને બ્રેડ ની સ્લાઈસ ક્રીસ્પી થાય ત્યાં સુધી).

  3. 3

    સ્વાદિષ્ટ ગરમાગરમ ડિસન્ડટ્રકશન વડાં પાવ ને કોથમીર ની ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jasmin Motta _ #BeingMotta
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes