છેના પોંડા

Nisha Mandan
Nisha Mandan @Nisha_2510

#goldenapron2
#week 2
# ઓરિસ્સા
# આ રેસિપી ઓરિસ્સા ની ફેમસ સ્વીટ ડિશ છે જે ખાવા માં સરસ લાગે છે

છેના પોંડા

#goldenapron2
#week 2
# ઓરિસ્સા
# આ રેસિપી ઓરિસ્સા ની ફેમસ સ્વીટ ડિશ છે જે ખાવા માં સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 લિટરદૂધ
  2. 3 ચમચીવિનેગર
  3. 1 ચમચીઇલયચી પાઉડર
  4. 1 ચમચીઘી
  5. 3 ચમચીસોજી
  6. 1/2.બાઉલ ખાંડ
  7. 1/2બાઉલ અધકચરી કરેલ બદામ
  8. ગાર્નિશ માટે
  9. બદામ ના મોટા પીસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં દૂધ ગરમ કરવા મૂકો દૂધ માં.બે બડકા આવે એટલે તેમાં થોડું થોડું કરીને વિનેગર નાખી દો અને પાંચ મિનિટ ઉકળવા દો

  2. 2

    પછી તેમાં થી પનીર છૂટું પડવા લાગે એટલે તેને નીચે ઉતારી ને નિતારીને પાણી કાઢી લો

  3. 3

    પછી પનીર ને હલકા હાથે મસળી લો અને પનીર ને થોડું લીસુ કરી લો પછી તેમાં સોજી, ખાંડ, ઈલાયચી પાઉડર અને અધકચરી કરેલ બદામ નાખો પછી તેમાં ઘી નાખી બરાબર મિકસ કરી ને દસ મિનિટ ઢાંકી ને રાખી દો

  4. 4

    પછી ગેસ પર એક કડાઈ માં નીચે રેતી મૂકી ગરમ કરવા મૂકો પચિતેની ઉપર કાંટલું મૂકી તારા ને ગરમ કરવા મૂકો પછી કેક ના મોલ ડ ને તેલ થી ગ્રીસ કરી તેમાં બટર પેપર મૂકી દો પછી મિશ્રણ માં થીડું છેના નું પાણી નાખી દો અને બરાબર મિકસ કરી ને તેને કેક ના મોલ ડ માં નાખી ને ગેસ પર ગરમ મુકેલ કડાઈ માં કૂક કરવા માટે મૂકો

  5. 5

    છેના પોંડાં ને ગેસ પર કડાઈ માં 40 મિનિટ કૂક કરવા મૂકો પછી 30 મિનિટ સુધી કૂક કરો પછી તેને એકવાર ચેક કરી લો તેનો કલર બાદ. બદલાય એટલે તેને નીચે ઉતારી લો છેના પોડા ને વચ્ચે થી ચમચી થી સહેજ દબાવી ને ચેક કરો લો

  6. 6

    પછી તેને નીચે ઉતારી ને સરવીગ પ્લેટ માં.લઇ ને ઉપર બદામ થી ગાર્નિશ કરો અને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha Mandan
Nisha Mandan @Nisha_2510
પર

ટિપ્પણીઓ

Similar Recipes