રસમલાઈ(Rasmalai in Gujarati)

રસમલાઈ(Rasmalai in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા આપણે ઘાટું દૂધ બનાવી લઈએ એક મોટા પેનમાં દૂધને લેવાનું છે દૂધ ને બરાબર ઉકળીને 1/2 થઇ છે ત્યાં સુધી આપણે એને કુક કરી લઈશુ
દૂધ 1/2 થઈ જાય એટલે તેમાં અડધો કપ ખાંડ નાખીને ફરી પાંચ મિનિટ માટે કુક કરી લેવું - 2
ત્યારબાદ તેમાં ઝીણા સમારેલા કાજુ બદામ પિસ્તા નાખો અને દૂધમાં પલાળેલું કેસર નનાખી ફરી બે મિનિટ માટે ઉકાળી લેવું દૂધ ગાઢું થઈ જાય એટલે ગેસ ઓફ કરીને દૂધ ને બોલ માં કાઢીને ઠંડુ થવા માટે ફ્રિઝમાં મૂકી દેવું
- 3
રસગુલ્લા બનાવવા માટે એક તપેલીમાં દૂધને ઉકળવા મુકો દૂધ ઊકળે એટલે એમાં થોડું થોડું વિનેગર નાખીને દૂધ ને ફાડી લેવું દૂધ અને પાણી અલગ થઈ જાય એટલે એને મલમલના કપડાં કાઢી લેવું અને એને બેથી ત્રણ વખત પાણીથી ધોઈ લેવું પનીરને દસ મિનિટ ઠંડુ થવા દેવું
- 4
ઠંડું થાય પછી તેને એક થાળીમાં લઈ બરાબર મસળીને એકદમ સોફ્ટરોટલીના લોટ જેવો કરી નાખવો લોટ જેવું થઇ જાય એટલે તેમાં એક ચમચી ખાંડ નાખીને ફરી મસળીને ખાંડ ઓગળી જાય ત્યાં સુધી એને મસળતા રહેવું ખાંડ ઓગળી જાય અને સરસ લોટ જેવું સોફ્ટ થઈ જાય એટલે એના નવ ભાગ કરવા એક ભાગ ને હાથમાં લઈને સરસ મસળીને સોફ્ટ કરી લેવું બોલ બનાવીને હાથથી ફ્લેટ કરી નાની પૂરી જેવો શેપ આપી દેવો આજ રીતે બધા બોલ બનાવી લો
- 5
એક મોટી તપેલીમાં 4 કપ પાણીને ઉકાળો પાણી ઉકળે એટલે તેમાં અડધો કપ ખાંડ નાખો અને ખાંડ ઓગળી જાય અને પાણી ફરી ઉકળવા માંડે એમાં આપણે બનાવેલી આ રસમલાઈ નાખો અને ફૂલ ગેસ પર ઢાંકી ને એને. 12 મિનિટ સુધી કુક કરી લો બાર મિનિટ પછી ગેસ ની ફ્લેમ ઓફ કરી થોડી ઠંડી થાય એટલે એને ચાસણી માંથી કાઢીને બનાવેલા ઠંડા દૂધ માં નાખીને ફરી ફ્રિજ માં ઠંડી કરવા મુકો...
- 6
3 કલાક પછી ફ્રિજ માંથી કાઢીને સેર્વિંગ બોલ માં સર્વ કરી ઉપર બારીક પિસ્તા અને કેસર થી ગાર્નીસ કરી સર્વ કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રસમલાઈ(Rasmalai recipe in Gujarati)
રસગુલ્લા બનાવેલા તો આજે મે તેમાં જ કઈક નવું કરી રસમલાઈ બનાવી.... બંગાળી સ્વીટ બધા ને ભાવેજ....મે રસમલાઈ બનવા માટેજ ચપટા રસગુલ્લા બનાવ્યા હતા...😊Hina Doshi
-
રસમલાઈ (Rasmalai recipe in gujarati)
#ઈસ્ટ#પોસ્ટ1રસમલાઈ બંગાળી મીઠાઈ છે જે ખુબજ સ્વાદિષ્ટ લાગતી હોય છે. આ મીઠાઈ ઠંડી જ પીરસવા માં આવે છે. નાના મોટા બધા ને ખૂબ પસંદ આવશે. Shraddha Patel -
રસમલાઈ (કેસર ઈલાયચી) rasmalai recipe in Gujarati
#વિકમિલ૨#માઇઇબુકરસમલાઈ ભારતીય મિઠાઈઓમાં સૌથી શ્રૈષ્ઠ માનવામાં આવે છે. તે ખાવામાં સૌથી સ્વાદિષ્ટ અને બનાવવામાં ખૂબ જ સરળ છે. દૂધમાંથી બનેલ આ મિઠાઈ દરેકની ફેવરેટ છે, જેને લોકો દરેક તહેવાર અને ખુશીના સમયે બનાવવાનું પસંદ કરે છે. આ રસમલાઇનો સ્વાદ મોંઢામાં તરત જ ઓગળી જાય છે અને સ્વર્ગનો એહસાસ થવા લાગે છે. જો તમે આ મિઠાઈ ક્યારેય પણ તમારા ઘરે નથી બનાવી તો મોડું ના કરો અને ઝડપથી બનાવી લો તેને. Rekha Rathod -
રસમલાઈ
#મીઠાઈરસમલાઈ ભારતીય મિઠાઈઓમાં સૌથી શ્રૈષ્ઠ માનવામાં આવે છે. તે ખાવામાં સૌથી સ્વાદિષ્ટ અને બનાવવામાં ખૂબ જ સરળ છે. દૂધમાંથી બનેલ આ મિઠાઈ દરેકની ફેવરેટ છે Kalpana Parmar -
રસમલાઈ ટ્રેસ લેચીસ (RASMALAI TRES LECHES Recipe in Gujarati)
#GA4#week8#milkરસગુલ્લા, રબડી,અને ગાજરના હલાવવું ફ્યુઝન dessert છે#cookpadindia Hemanshi Sojitra -
અંગૂરી રસમલાઈ
#દૂધમીઠાઈઓમાં રસમલાઈ સહુ કોઈને પસંદ આવે છે. જો તમને કંઇક વિશેષ બનાવવું છે, તો તમે આ મીઠાઈ બનાવી શકો છો. Rani Soni -
-
રસમલાઈ (Rasmalai Recipe In Gujarati)
#Fasting#Fastઆ ઉપવાસનો મહિનો છે. અને ભાઈ-બહેનના શુદ્ધ પ્રેમના તહેવારનો પણ 😍. તેથી આ ઉજવણીમાં મીઠાઈ હોવી જરૂરી છે. પરંતુ આ વર્તમાન પરિસ્થિતિમાં બહારથી મીઠાઈ લાવી શકાતી નથી તેથી મેં વિચાર્યું કે ઘરમાં જ કાંઈક નવું બનાવીએ. ૧ નિષ્ફળ પ્રયાસ પછી (*કારણ કે મારે ફરાળી રસમલાઈ બનાવવી હતી*) આખરે મારી પરફેક્ટ ફરાળી રાસમલાઈ બની જ ગઈ. તમે પણ ટ્રાય જરૂરથી કરજો. બધાને તે ભાવશે. જે લોકો ઘી નથી ખાતા એમના માટે તો આ બેસ્ટ છે 😄 Vaishali Rathod -
કેસરીયા રસમલાઈ(kesaria rasmalai in Gujarati)
મારી ને મારા ફેમિલીની પસંદગીની મિઠાઇ છે...ઘરે પણ આસાનીથી બની જાય છે...રબડી તો બને જ છે...બસ સાથે રસગુલ્લા બનાવી ને રબડીમાં ઉમેરો ને રસમલાઇ તૈયાર.. Palak Sheth -
અંજીર રોલ(Anjir roll in Gujarati)
#વિકમીલ -2#સ્વીટઅંજીર આપણા સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે એમાંથી ભરપૂર પ્રમાણ માં ઓમેગા 3 ane વિટામિન્સ મળે છે અને ખુબજ હેલ્ધી છે .. Kalpana Parmar -
-
ડ્રાય ફ્રૂટ કેસર કુલ્ફી
#SSM ઉનાળાની કાળ ઝાળ ગરમી માં ઠંડી ઠંડી કુલ્ફી ખાવા ની ખૂબ મજા આવે છે Bhavna C. Desai -
કેસર અંગુરી રસમલાઈ (Kesar Angoori Rasmalai Recipe In Gujarati)
#mrમિલ્ક એક સંપૂર્ણ આહાર છે. મિલ્કમાંથી જાત - જાતની મીઠાઈ આપણે બનાવતા હોય છે. આજે મે મિલ્કમાંથી બનતી રસમલાઈ મીઠાઈ બનાવી છે. Jigna Shukla -
મેંગો રબડી
#MDC#RB5#week5#nidhi#KR મેંગો રબડી એક ડેઝર્ટ ડીશ છે.જે ખાવામાં ટેસ્ટી ડેઝર્ટ છે.ગરમી માં મેંગો રબડી ખાવાની મજા પડે છે. આ ડીશ મે મારી મમ્મી પાસેથી શીખી છે. મેંગો રબડી આમારા બધાની ફેવરેટ ડેઝર્ટ છે. ઠંડી ઠંડી મેંગો રબડી ગરમીમાં સર્વ કરો . Payal Sachanandani (payal's kitchen) -
-
રસમલાઈ મોદક (Rasmalai Modak Recipe In Gujarati)
#GCRરસમલાઈ મોદકબાપ્પા ને આજે મે રસમલાઈ મોદક નો પ્રસાદ ધરાવ્યોગણપતિ બાપા મોરયા 🙏🏼🙏🏼 Deepa Patel -
અંગુરી રસમલાઈ (Anguri Rasmalai Recipe In Gujarati)
#GA4#Week8#Milk#Rasmalaiરસમલાઈ નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. આપણે પનીરમાંથી રસગુલ્લા બનાવીને એની રસમલાઇ તો બનાવતા હોઈએ છે. પણ આજે મેં મિલ્ક પાઉડર માં થી રસમલાઈ બનાવી છે. બહુ જ ઓછી સમય માં આ મિઠાઈ તૈયાર થઈ જાય છે. Rinkal’s Kitchen -
ખીર (Kheer Recipe In Gujarati)
#mrખીર એ નાના મોટા સૌવ ને ભાવતી વાનગી છે.ખીર એકદમ સહેલાય થી બનતી અને હેલ્ધી વાનગી છે.ખીર એકદમ ક્રીમી અને ટેસ્ટી લાગે છે. Sheth Shraddha S💞R -
-
કેસર રસ મલાઈ
#RB2#Week2#cookpadindia#cookpadgujarati#milk#dessertઆજે મારા દીકરા નો birthday (15th April)છે તો મે એને ખૂબ જ ભાવતી સ્વીટ બનાવી છે .તિથિ પ્રમાણે હનુમાન જયંતિ ના દિવસે એનો જન્મદિવસ આવે છે .એના માન માં ચાલો કેમ રસમલાઈ કેમ બનાવી એ જોઈએ . Keshma Raichura -
દૂધ પૌવા (Doodh Pauva Recipe In Gujarati)
#TRO#cookpad_guj#cookpadindiaદૂધ પૌવા એ પૌવા ની ખીર થી પણ ઓળખાય છે. દૂધ પૌવા બે રીતે બનાવી શકાય છે. દૂધ ઉકાળી ને અને ઠંડા દૂધ માં . દૂધ પૌવા નું ધાર્મિક મહત્વ પણ છે. શરદ પૂર્ણિમા અથવા કોજાગરી પૂર્ણિમા, જે નવરાત્રી પછી આવે છે. કહેવાય છે કે આ પૂનમ ની રાત ના ચંદ્રમા ની ચાંદની માં એક ખાસ શક્તિ હોય છે. દૂધ પૌવા ને બનાવી ને અગાસી માં રખાય છે અને 2-4 કલાક ચંદ્રમા ની ચાંદની તેની પર પડે પછી ઉપયોગ માં લેવાય છે. આયુર્વેદ ની દ્રષ્ટિએ આવા દુધ પૌવા ખાવા થી "પિત્ત/એસિડિટી" નું શમન થાય છે. ચોમાસા પછી શરીર માં પિત્ત નો વધારો થયો હોય છે જે આ દૂધ પૌવા થી દુર થાય છે. Deepa Rupani -
રસબાલી કે રસબળી (Rasabali recipe in gujarati)
બીજી એક ઓડીસાની વાનગી લઇને હું આવી છું. દૂધમાંથી બનતી અને જગન્નાથ પૂરી ના મંદિરના છપ્પનભોગમાંની એક પ્રસાદીની વાનગી છે. દૂધમાંથી અને પનીરમાંથી બને છે.આપણે પનીરના ગુલાબજાંબુ કે માલપુઆને રબડી સાથે પીરસીએ એવું , કે પછી રસમલાઇ નું થોડું અલગ સ્વરુપ કહી શકાય.રસમલાઇ મારી ભાવતી સ્વીટ છે.પણ આ મિઠાઈ એનાથી પણ વધારે મસ્ત લાગે છે.ગુલાબજાંબુ અને રસમલાઇ થી કંટાળ્યા હો તો, આ મિઠાઈ ટ્રાય કરવા જેવી છે.મને તો બનાવવાની ને ખાવાની બન્નેમાં મજા આવી ગઇ😄😄...અને આ રસબળી ભાવતી સ્વીટ્સના લિસ્ટમાં પણ આવી ગઇ તો ફરીવાર પણ ચોક્કસ બનાવીશ. તમે પણ ટ્રાય કરજો. મસ્ત લાગે છે👌...#ઈસ્ટ#પોસ્ટ3#સાતમ#india2020 Palak Sheth -
સામા ની ખીર (Sama Kheer Recipe In Gujarati)
ફરાળી વાનગીમાં પણ કોઈ એક sweet dish. હોય તો જમવાની મજા આવે છે.તો આજે મેં ઠંડી ઠંડી સામા ની ખીર બનાવી. Sonal Modha -
-
રસમલાઈ (Rasmalai Recipe In Gujarati)
#HRHoli special recipe@KUSUMPARMAR ની રેસીપી follow કરી છે.રસમલાઈ મારી ફેવરીટ.. તો આજે હોલી નિમિત્તે રસમલાઈ નો પ્રોગ્રામ કર્યો. રાતે જ બનાવી ને ફ્રીઝમાં મૂકી દીધી એટલે સવારે થોડી રાહત રહે.સાથે બટેટાની સુકી ભાજી અને પૂરી બનાવી છે. Dr. Pushpa Dixit -
-
મિલ્ક પાઉડર રસમલાઈ (Milk powder Rshmalai recipe in gujrati)
પનીર ને રસમલાઈ બને છે,પનીર પ્રકીયા લાંબી, અને થોડી લાંબા સમય લે એવી છે, મિલ્ક પાઉડર વડે થોડુ ઝડપથી ને રીઝલ્ટ સારુ મળે છે, ઈનસ્ટન્ટ બનાવી હોય તો આ રીતે સારી અને ઓછા સમયમાં બની જાય છે, Nidhi Desai -
અંગુરી રસમલાઈ (angoori rasmalai recipe in Gujarati)
#ઈસ્ટબંગાળી મિઠાઈઓમાં ખૂબ જ મધૂર હોય છે ખાવામાં સૌથી સ્વાદિષ્ટ અને બનાવવામાં ખૂબ જ સરળ છે. Hiral A Panchal -
More Recipes
ટિપ્પણીઓ (2)