માવા બાટી (mawa Bati recipe in Gujarati)

Kajal Rajpara
Kajal Rajpara @Cook_with_Kajal
Vadodara

#વેસ્ટ #madhya pradesh માવા બાટી ટ્રેડિશનલ સ્વીટ ડિશ છે જે ઈંદોર ની ફેમસ સ્વીટ છે બાટી એ રાજસ્થાની રેસીપી છે માવા બાટી મા માવા નો ઉપયોગ કરી ને શાહી સ્વીટ ડિશ બનાવી જે ઈંદોર ની ફેમસ સ્વીટ છે.

માવા બાટી (mawa Bati recipe in Gujarati)

#વેસ્ટ #madhya pradesh માવા બાટી ટ્રેડિશનલ સ્વીટ ડિશ છે જે ઈંદોર ની ફેમસ સ્વીટ છે બાટી એ રાજસ્થાની રેસીપી છે માવા બાટી મા માવા નો ઉપયોગ કરી ને શાહી સ્વીટ ડિશ બનાવી જે ઈંદોર ની ફેમસ સ્વીટ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ minit
  1. ૧ કપમાવો
  2. ૨ સ્પૂનમિલ્ક પાઉડર
  3. ૧ સ્પૂનમેંદો
  4. ૧ સ્પૂનતપકીર
  5. ૧ કપખાંડ
  6. ૧ કપપાણી (ચાસણી માટે)
  7. ૫ નંગબદામ ની કતરી
  8. ૫ નંગકાજુ ની કતરી
  9. ૫ નંગકીસમીસ
  10. ૧/૪ સ્પૂનઇલાયચી પાઉડર
  11. કેસર
  12. તળવા માટે ઘી

રાંધવાની સૂચનાઓ

૩૦ minit
  1. 1

    પહેલા માવા ને થોડો મસળવો પછી તેમાં મિલ્ક પાઉડર, મેદો અને તપકિર નાખી નરમ લોટ બધો. આ લોટ જાંબુ જેવો રાખવો.

  2. 2

    કાજુ બદામ ને કતરી કરવી કીસમીસ એક બાઉલ માં થોડો માવો અને બધા ડ્રાય ફ્રૂટ ઉમેરો સાથે ઇલાયચી પાઉડર મિક્સ કરો આ અંદર ભરવાનું સ્ટફિંગ તૈયાર થશે.

  3. 3

    હવે લોટ માંથી એક થેપલી કરી તેમાં સ્ટફિંગ ભરો તેને બંધ કરી ગોળ બનાવો પછી બાટી જેવો સેપા આપો.થેપલી હાથ થી કરવી. આ માપ થી ૧૦ -૧૨ નંગ માવા બાટી બનશે.

  4. 4

    ઘી ગરમ કરવા મૂકો ગરમ થાય પછી બધી માવા બાટી ને ધીમા તાપે તળો. (જે રીતે આપણે જાંબુ ને તળ્યે તેજ રીતે કરવું) બીજા ગેસ પર ચાસણી કરવા મૂકો તેમાં કેસર અને ઇલાયચી પાઉડર ઉમેરો. ચાસણી એક તાર ની કરવી. બધી માવા બાટી રેડી થાય એટલે તેને ચાસણી મા મૂકો એક કલાક સુધી રાખો.

  5. 5

    તો રેડી છે માવા બાટી જે ખુબજ ટેસ્ટી બને છે માવા બાટી ઈંદોર ની ટ્રેડિનલ વાનગી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kajal Rajpara
Kajal Rajpara @Cook_with_Kajal
પર
Vadodara

Similar Recipes