રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધી કલાક
૪થી ૫
  1. ઘૂઘરાની અંદરનું પુરણ માટે ની સામગ્રી
  2. ૧ કપ રવો
  3. ૧કપ માવો
  4. ૧/૨કપ કાજૂ બદામ નો પાઉડર
  5. ૧/૪કપ કિસમિસ
  6. ૧ ચમચી એલચી પાવડર
  7. ૧ ચમચી તજ-લવિંગનો ભૂકો
  8. ૧ કપદળેલી ખાંડ
  9. ઘૂઘરા નો લોટ બાંધવાની સામગ્રી
  10. ૨કપ મેંદો
  11. ૩ ચમચી ઘી
  12. તળવા માટે ઘી

રાંધવાની સૂચનાઓ

અડધી કલાક
  1. 1

    સૌપ્રથમ ઘૂઘરા નો લોટ બાંધો મેંદાના લોટમાં ૩ ચમચી ઘી નું મોણ નાખી સરસ રીતે હલાવો અને મિક્સ કરો.

  2. 2

    ઘૂઘરા નો લોટ બાંધવાની રીત. લોટમાં ઘી ને સરસ રીતે મિક્સ કરો પછી પાણીથી રોટલી જેવો લોટ બાંધો.

  3. 3

    લોટ બંધાઈ ગયા પછી તેના પર ઘી ચોપડીને થોડીવાર માટે ઢાંકીને રાખો અને ત્યારબાદ ઘૂઘરા નું પૂરણ તૈયાર કરો.

  4. 4

    સૌપ્રથમ એક પેનમાં બે ચમચી ઘી મૂકી રવો શેકી લો

  5. 5

    શેકેલા રવામાં માવો મિક્સ કરીને હલાવો ત્યારબાદ તેમાંકાજુ બદામનો ભૂકો એલચી પાવડર અને કીસમીસ અને તેમાં દળેલી ખાંડ મિક્સ કરો.

  6. 6

    પુરણ ને ઠંડુ થવા દો.અને લોટ ના નાના લુઆ બનાવો

  7. 7

    લૂઆ માંથી નાની નાની પુરી વણો અને તેમાં તૈયાર કરેલો પુરણ નો મસાલો ભરો અને પુરી ને ધીમે થી બેવડી કરી કિનારી દબાવી દો.

  8. 8

    કિનારી દબાવી ઘૂઘરા ની બોર્ડર ને ડિઝાઇન કરો.કા કિનારી દબાવી ઉપર ખેંચી ફરીથી કિનારી દબાવી દો એટલે ડિઝાઇન તૈયાર થઈ જશે.

  9. 9

    આ રીતે બધા ઘુઘરા તૈયાર કરી લો. એક પેન માં તરવા માટે ઘી લો અને તેને ધીમા તાપે ગરમ કરોઅને તેમાં ધીમા તાપે જ ઘુઘરા તરો.

  10. 10

    ઘુઘરા ગુલાબી રંગ ના થાય ત્યાં સુધી હલાવતા રહો અને ફેરવતા રહો.

  11. 11

    ઘૂઘરા ને ગુલાબી રંગ ના થાય ત્યાં સુધી તરી લો, આ રીતે ઘૂઘરા તૈયાર. દિવાળી માં ઘર ઘર માં આ મીઠાઈ બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
 Darshna Rajpara
પર
Veraval
cooking is a therapy
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes