રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામસફેદ પેંડા અથવા મોળો માવો
  2. 100 ગ્રામરવો
  3. 150 ગ્રામમેંદો
  4. 150 ગ્રામઘી મોણ માટે
  5. 150 ગ્રામબૂરું ખાંડ
  6. જરૂર મુજબ ઘૂઘરા તળવા માટે તેલ અથવા ઘી
  7. 5નંગ એલચી
  8. કાજુ-બદામ-પિસ્તા જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ રવાને ઘીમાં શેકી ઠંડો થવા મુકો. ત્યારબાદ પેંડા/માવાને ખમણી નાખો. રવો ઠંડો પડે એટલે તેમાં પેંડાનું ખમણ, બૂરું ખાંડ,એલચીનો પાઉડર,કાજુ,બદામ અને પિસ્તાનું જીણું છીણ તથા કિસમિસ મિક્ષ કરો.

  2. 2

    મેંદામાં ઘીનું મોણ નાખી પુરી જેવી કણક બાંધી દો. 10 મીનિટ કણકને રહેવા દો. ત્યારબાદ તેમાંથી પુરી જેવડા લુવા લઈ પુરી વણો. ઘૂઘરાના મશીનમાં મૂકી તૈયાર કરેલ પૂરણ ભરી ઘુઘરા વાળી લ્યો.

  3. 3

    તૈયાર કરેલ ઘુઘરા તેલ કે ઘીમાં ધીમી આંચે તળી લો. ગુલાબી થાય એટલે કાઢીને ઠંડા થવા દો. આ ઘુઘરા અને ગુમચા હાથથી પણ વાળી શકાય છે. ઠંડા થયા પછી પ્લેટ માં સર્વ કરો.(ચવાણું,,ફરસીપુરી કે અન્ય ફરસાણ સાથે અથવા એકલા પણ ખાઈ શકાય છે.દિવાળીની ગુજરાતની પ્રખ્યાત વાનગી)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Smitaben R dave
Smitaben R dave @Smita_dave
પર
Bhavnagar

ટિપ્પણીઓ

Similar Recipes