રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3 વ્યક્તિ
  1. ઢોકળી નો લોટ બાંધવા માટે.
  2. 2કપ-બાજરી નો લોટ
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. 1ચમચી-મરચું
  5. 1/2ચમચી-હળદર
  6. 1/2ચમચી-અજમો
  7. 2ચમચી-તેલ
  8. પાણી જરૂર મુજબ
  9. ઢોકળી બનવવા માટે..
  10. 3-4ચમચી-તેલ
  11. 1ચમચી-વાટેલું લસણ
  12. ચપટીહિંગ
  13. 1/2ચમચી-હળદર
  14. 1ચમચી-મરચુ
  15. મીઠું સ્વાદ અનુસાર
  16. 2કપ-મૂળાની ભાજી(સમારીને ધોયેલી)(આશરે 100 ગ્રામ)(મૂળા નો સફેેેદ ભાગ પણ ઝીણો સમારી લેેવો)
  17. 3-4ગ્લાસ-પાણી
  18. સર્વ કરવા.
  19. ઘી
  20. છાસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મૂળાની ભાજી ને ઝીણી સમારી લો.અને 2 થી 3 વાર ધોઈ લો.હવે એક કડાઈ માં તેલ લો.તેલ ગરમ થાય પછી તેમાં લસણ,હિંગ,હળદર,લાલ મરચું અને મૂળાની ભાજી,મીઠું ઉમેરી બરાબર મિક્ષ કરો.

  2. 2

    હવે તેમાં 3 ગ્લાસ પાણી ઉમેરી મૂળા ને ઢાંકીને મીડીયમ ગેસે બરાબર ચડવા દો.

  3. 3

    હવે જ્યાં સુધી મૂળા ચડે છે ત્યાં સુધી ઢોકળી બનાવી લઈએ

  4. 4

    એક બાઉલ ના બાજરી નો લોટ,મીઠું,મરચું,હળદર,અજમો,તેલ અને પાણી ઉમેરી એક કઠણ લોટ તૈયાર કરો.અને જેમ વડા બનાવીએ તેમ જ બોલ સાઈઝ નો લુવો લઇ ઢોકળી ઘડી લો.બધી ઢોકળી તૈયાર થાય પછી તેને ઉકળતાં પાણી માં ઉમેરી લો.ઉમેરીને તરત હલાવવું નહી નહીં તો ઢોકળી તૂટી જશે.

  5. 5

    ફક્ત ઢોકળી ઉમેરી ઢાંકીને મીડીયમ તાપે 10 મિનિટ ચડવા દો.અને તેલ છૂટું પડે પછી ઢોકળી ચડી જશે ત્યારબાદ ગેસ બંધ કરી ઢોકળી ને 3 થી 4 મિનિટ સિજવા દો.

  6. 6

    સર્વ કરતી વખતે ઉપરથી ઘી ઉમેરી અને છાસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Himani Pankit Prajapati
Himani Pankit Prajapati @cook_17449356
પર

Similar Recipes