ઉછળતા પાણી  ની ઢોકળી  ---   જૈંન સ્પેશ્યલ

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

#SJR
ઉછળતા પાણી ની ઢોકળી એક વિસરાય ગએલી વાનગી છે, જે પર્યુષણ માં ખાસ બનાવવા માં આવે છે.પર્યુષણ માં લીલોતરી ખાવા માં નથી આવતી , તો આ ઢોકળી ,શાક ની ગરજ સારે છે.

ઉછળતા પાણી  ની ઢોકળી  ---   જૈંન સ્પેશ્યલ

#SJR
ઉછળતા પાણી ની ઢોકળી એક વિસરાય ગએલી વાનગી છે, જે પર્યુષણ માં ખાસ બનાવવા માં આવે છે.પર્યુષણ માં લીલોતરી ખાવા માં નથી આવતી , તો આ ઢોકળી ,શાક ની ગરજ સારે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10  મિનીટ
1 સર્વ
  1. ઢોકળી માટે : 1/2 કપ કકરો ઘઉંનો લોટ
  2. 1 ટી સ્પૂનતેેેલ
  3. 1/4 ટી સ્પૂનહળદર
  4. 1/2 ટી સ્પૂનલાલ મરચું
  5. 1 ટી સ્પૂનધાણા જીરું
  6. 1/4 ટી સ્પૂનગરમ મસાલો
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. ચપટીખાવાના સોડા
  9. 1/4 ટી સ્પૂનહીંગ
  10. 2-3 ટી સ્પૂનપાણી
  11. વઘાર માટે : 2 ટી સ્પૂન તેલ
  12. 1/2 ટી સ્પૂનરાઈ
  13. 1તમાલ પત્ર
  14. પાણી જરૂર મુજબ
  15. બીજી સામગ્રી : 1 ટી સ્પૂન સાકર

રાંધવાની સૂચનાઓ

10  મિનીટ
  1. 1

    એક પેન માં તેલ ગરમ કરી અંદર રાઈ, તજ,લવીંગ, સુકું લાલ મરચું અને તમાલ પત્ર નાંખીને સોતે કરવું.પાણી વઘારવું.

  2. 2

    એક તાસ મા ઢોકળી નો લોટ લઈ, મસાલા કરી, ઢોકળી નો થોડો નરમ લોટ બાંધવો. એમાં થી નાના નાના લુઆ કરી, નાની ઢોકળી થેપવી. ઢોકળી ને સાઈડ પર રાખવી.

  3. 3

    હવે વઘાર નું પાણી ઉકળે એટલે અંદર 1 પછી 1 ઢોકળી નાંખવી.ગેસ ધીમો રાખવો. બધી ઢોકળી નાંખી ને 5 મીનીટ ઉકાળવું. ધીમેધીમે બધી ઢોકળી ઉપર આવી જશે.

  4. 4

    બેસન નો ધોળ નાંખી મીકસ કરી ઉકાળવું. રસો થોડો જાડો થશે. છેલ્લે સાકર નાંખી, હલાવી ને, ગેસ બંધ કરવો.

  5. 5

    આ ઢોકળી પરોઠા સાથે બહુજ સરસ લાગે છે. ઘણા લોકો રાત્રે જમવામાં એકલી ઉછળતા પાણી ની ઢોકળી ની જ લુફ્ત માણે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes