પનીર પેરી પેરી પેરી સેન્ડવીચ

Madhuri Chirag Soni
Madhuri Chirag Soni @cook_19204843

પનીર પેરી પેરી પેરી સેન્ડવીચ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ઘઉં અથવા મેદાની બ્રેડ
  2. ચીઝ
  3. બટર
  4. funfood નો મેયોનીઝ
  5. veeba કંપનીનો peri peri sauce
  6. મિડિયમ સાઈઝના કટ કરેલા પનીર એક બાઉલ
  7. ચોપ કરેલી ડુંગળી એક નાની વાડકી
  8. રેડ યલો અને ગ્રીન કલર ના નાના ટુકડા કરેલા કેપ્સિકમ એક વાડકી
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. અડધી ચમચી ઓરેગાનો
  11. અડધી ચમચી લસણ નો પાવડર
  12. અડધી ચમચી આદુનો પાવડર
  13. સહેજ ગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક નાની કાચની બરણીમાં એક અડધી ચમચી મરચું લસણ નો પાવડર મરીનો પાવડર દળેલી ખાંડ દાલ ચીની પાવડર ઓરેગાનો આદુનો પાવડર દરેક નું માપ સ્વાદ અનુસાર લેવું કાચની બરણી નું ઢાંકણું બંધ કરી તેને એકદમ બરાબર હલાવી દેવું હવે મેયોનીઝ લઈ કાચની બરણીમાં બનાવેલ મિશ્રણને મિક્સ કરી એકદમ બરાબર લગભગ પાંચથી સાત મિનિટ હલાવતા રહી અને બરાબર મિશ્રણ બનાવવું આ તૈયાર થયેલ મિશ્રણ સેન્ડવીચ સાથે sauce તરીકે થઇ શકાય અને સેન્ડવિચ માં પણ અંદર લગાવી શકાય

  2. 2

    સૌથી પહેલાં એક નાની તપેલીમાં મિડિયમ સાઈઝના કટ કરેલા પનીરને ગરમ પાણીમાં બેથી ત્રણ મિનિટ ઉકળવા દો અને એક વાડકીમાં કાઢી લો પછી એક નોન સ્ટિક વાસણમાં બટર અને 20 થી 30 સેકન્ડ ગરમ થવા દઈ બોઈલ કરેલા પનીરને સેજ બ્રાઉન થાય ત્યાં સુધી થવા દેવા હવે તેને એક બાઉલમાં કાઢી લેવા

  3. 3

    ત્યાર પછી એ જ નોન સ્ટીક પેન માં ફરી બટર ગરમ મૂકવું બટર સહેજ ગરમ થયા બાદ તેમાં લસણની પેસ્ટ અને ઝીણી સમારેલી ડુંગળી એડ કરવી ડુંગળી બ્રાઉન થાય ત્યાં સુધી લગભગ ૨ થી ૩ મિનિટ ગેસ પર શેકવા દેવી પછી તેમાં રેડ યલો અને ગ્રીન કલરના સમારેલા કેપ્સિકમ એડ કરવા અને તેમાં સ્વાદ અનુસાર મીઠું રિફ્લેક્સ oregano અને મરીનો પાવડર એડ કરવો હવે ગેસ બંધ કરી તેમાં બાઉલમાં કાઢેલા પનીર મિશ્રણમાં ઉમેરવા અને આ મિશ્રણને એકદમ ઠંડું પડવા દેવું

  4. 4

    મિશ્રણ ઠંડુ થયા બાદ તેમાં મેયોનીઝ પેરી પેરી સોસ અને પહેલા ઘરે બનાવેલ sos એડ કરવો peri peri sauce સ્વાદમાં તીખો હોવાથી માપ માં એડ કરવો

  5. 5

    અંતમાં સેન્ડવીચ તૈયાર કરવા માટે બ્રેડ એક્સાઇડ બટર લગાવી અને તેના ઉપર ઘરે બનાવેલ sauce લગાડવો તેના ઉપર આપણે તૈયાર કરેલું મિશ્રણ આખી બ્રેડમાં લાગે તે રીતે લગાવી દેવું તેના ઉપર ચીઝ છીણી અને અને ચાટ મસાલો નાખી અને બીજી બ્રેડ લઇ તેના ઉપર બટર લગાવી બંધ કરી દેવી લાસ્ટ માં નોન સ્ટીક તવી ઉપર એકદમ ધીમા ગેસ ઉપર શેકવી

    ધીમા તાપે શેકાયા બાદ એકદમ સરસ આવે ત્યારબાદ તેને એક પ્લેટમાં કટ કરી અને ઘરે બનાવેલ સોસ સાથે પીરસવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Madhuri Chirag Soni
Madhuri Chirag Soni @cook_19204843
પર

ટિપ્પણીઓ

Similar Recipes