બાજરી નો સ્વીટ ભરેલો રોટલો

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1 કપબાજરીનો લોટ
  2. 1/4 કપઘઉં નો લોટ
  3. 1/2 કપગોળ
  4. 1/4 ટી સ્પૂનમીઠુ
  5. રોટલો શેકવા ઘી અથવા તેલ
  6. સર્વ કરવા ઘી અને ગોળ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    ધીમા તાપે તવી ગરમ કરવા મુકો. ગોળ નો ભૂકો કરી લો.

  2. 2

    બાજરી અને ઘઉં નાં લોટ માં મીઠુ નાખી થોડું થોડું પાણી નાખી લોટ બાંધી લો.

  3. 3

    હવે એક મોટો લુવો લઇ કોરો લોટ લગાવી થોડો વણી લો. વચમાં ગોળ નો ભૂકો મૂકી બધી સાઇડ થી ભેગુ કરી બંધ કરી લો.

  4. 4

    હવે કોરો લોટ લગાવી હલ્કા હાથે વણી લો.

  5. 5

    ગરમ તવી ઉપર ધીમા તાપે બંને સાઇડ થોડી થવા દો. ત્યાર બાદ ઘી અથવા તેલ લગાવી તાવેતા થી દબાવી શેકી લો.

  6. 6

    રોટલા ને ઘી અને ગોળ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
પર
Mumbai

ટિપ્પણીઓ

Similar Recipes