રગડા પેટીસ(ragda paetish recipe in Gujarati)

milan bhatt
milan bhatt @Bhavna
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામસૂકા વટાણા
  2. 6-7બાફેલા બટેટા
  3. 3-4લીલા મરચા
  4. 4-5ડુંગળી
  5. 1/2પલાળેલા પોહા અથવા તપકીર નો લોટ
  6. 1 ટુકડોઆદુ
  7. 1લીંબુ નો રસ
  8. થોડી કોથમીર
  9. 1 ચમચીચટણી
  10. 1 ચમચીધાણાજીરું
  11. 1/2 ચમચીહળદળ
  12. 1 ચમચીગરમ મશાલો
  13. મીઠું સ્વાદ પ્રમાણે
  14. ચટણી બનાવવા માટે
  15. 7-8 નંગખજૂર
  16. 3-4 ચમચીઆમચૂર પાઉડર અથવા લીંબુ અથવા આંબલી
  17. જરૂર પ્રમાણે ગોળ
  18. 1/2 ચમચીચટણી
  19. 1/2 ચમચીધાણાજીરું
  20. 1/2 ચમચીગરમ મશાલો
  21. સ્વાદ પ્રમાણેમીઠું
  22. સર્વ કરવા માટે
  23. થોડી ચણા ના લોટ ની સેવ
  24. ડુંગળી
  25. ટામેટા અને લશનની ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ વટાણા ને ધોઈ ને 5-6 કલાક પલાળી લેવા. વટાણા પલાળી જાય બાદ તેમાં મીઠું અને હળદળ નાખી ને 6-7 સીટી વગાડવી.અને બટેટા ને પણ બાફી લેવા.

  2. 2

    ત્યારબાદ એક પેન માં થોડું તેલ લઇ તેમાં જીણી સુધારેલી ડુંગળી, મરચા અને થોડું વાટેલું લશન અને આદુ નાખી ને વઘાર કરવો. થોડું સંતળાય જાય એટલે તેમાં બાફેલા વટાણા એડ કરી ને તેમાં ચટણી, ધાણાજીરું અને ગરમ મશાલો, મીઠું નાખી ને બરાબર હલાવી તેમાં આમચૂર અને ખજૂર ની બનાવેલી ચટણી અને જરૂર પ્રમાણે પાણી નાખી ને વટાણા ને ઉકળવા દેવા. પાણી થોડું આગળ પડતું નાખવું જેથી વટાણા બરાબર ઉકલે અને ઘટ્ટ થાય.

  3. 3

    આમચૂર અને ખજૂર ની ચટણી કુકર માં ખજૂર ના બી કાઢી અને આમચૂર, ગોળ બધું કુકર ના નાખી જરૂર પ્રમાણે પાણી નાખી ને 1અથવા 2 સીટી વગાડવી અથવા ખજૂર સરખો પોચો થઇ જાય. બાદ માં મિશ્રણ થોડું ઠંડુ થાય એટલે મિક્સર માં પીસી લેવું અને ચારણી થી ગાળી લેવું. ત્યરબાદ તેમાં જરૂર પ્રમાણે ગોળ, મીઠું, ચટણી, ધાણાજીરું, ગરમ મશાલો બધું નાખી ને જરૂર પ્રમાણે પાણી ઉમેરી ચટણી પણ ઉકાળવી.

  4. 4

    વટાણા માં આ ચટણી નાખી સરખા ઉકાળવા અને થોડા ઘટ્ટ થવા દેવા.

  5. 5

    ત્યારબાદ પેટીસ માટે બટેટા બાફી અને છોલી ને મેસ કરી લેવા તેમાં પલાળેલા પોહા અને તપકીર, ચટણી, ધાણાજીરું, ગરમ મશાલો. મીઠું, ખાંડ અને લીંબુ, નાખી ને બરાબર હલાવવું. એક પેન માં થોડું તેલ લઇ ને તેમાં આદુ, મરચા, ડુંગળી ને બધું નાખી ને બટેટા નો માવો નાખી ને બરાબર હલાવવું. અને મિશ્રણ ઠંડુ થાય એટલે તેની પેટીસ વાળી ને એક લોઢી ઉપર તેલ મૂકી સેલો ફ્રાય કરી લેવી. એમાં બટેટા નો વધાર નો કરીએ તો પણ ચાલે એમજ બધો મશાલો અને પોહા અથવા તપકીર નાખી ને ચમચા થી બધું બરાબર હલાવી લેવું વધુ ના હલાવવું બાકી માવો ચીકણો થઇ જશે

  6. 6

    એમાં પેટીસ ને સેલો ફ્રાય ને બદલે તળી પણ શકાય. તળવા માટે પેટીસ બનવી અને મેંદા ની સ્લરી માં ડીપ કરી ક્રાસ કરેલા પોહા અથવા બ્રેડ ક્રામસ માં રગદોળી ને પેટીસ તળી લેવી.

  7. 7

    બધી પેટીસ સેલો ફ્રાય થઇ જાય એટલે એક ડીસ માં પેલા પેટીસ પછી તેની ઉપર રગડો નાખી ઉઔર થી થોડી સેવ અને ડુંગળી લશન ની ચટણી નાખી ને ગરમ ગરમ સર્વ કરવું તો તૈયાર છે. રગડા પેટીસ. ચોમાસા માં આ ચાટ ગરમ ગરમ ખાવા ની માજા આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
milan bhatt
milan bhatt @Bhavna
પર

ટિપ્પણીઓ (5)

Smitaben R dave
Smitaben R dave @Smita_dave
Yam yan Tammy.
Thodi vaheli banavi hot to.,👌
Khub mast.

Similar Recipes