મસાલા કંદ

Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
Ahmedabad, Gujarat

#સ્ટ્રીટ

આજે હું એક સ્ટ્રીટફૂડની રેસીપી લઈને આવ્યો છું. આપણે શ્રીનાથજીનાં દર્શન કરવા નાથદ્વારા જઈએ ત્યાં ખાણીપીણીનું બજાર ફેમસ છે જેને માણેકચોક તરીકે ઓળખાય છે. ત્યાંની પથ્થર પર સૂકોમેવો ઘસેલી ઠંડાઈ, શિકંજી સોડા, છપ્પન મસાલા કંદ, સાબુદાણાનાં વડા, રતાળુંનાં ભજીયા, સ્ટફ્ડ મીરચી વડા પ્રખ્યાત છે. આ સિવાય નાથદ્વારાની ફૂદીનાવાળી કુલ્લડ ચા, પૌંઆ, સેવ ખમણ, મસાલા દૂધ, રબડી, જલેબી વગેરે પણ પ્રખ્યાત છે. તો આજે હું નાથદ્વારાનું ફેમસ સ્ટ્રીટ ફૂડ મસાલા કંદની રેસીપી પોસ્ટ કરું છું, જે રતાળુંમાંથી બને છે જે સ્વાદમાં ચટાકેદાર હોય છે. ઈન્દોરમાં પણ શરાફા બજાર સ્ટ્રીટફૂડ માટે ફેમસ છે ત્યાં પણ આ પ્રકારનું મસાલા કંદ મળે છે જે ગરાડું ચાટ તરીકે ઓળખાય છે. કંદ પર છાંટવા માટેનો મસાલો પણ નાથદ્વારામાં મળે છે જે કંદમસાલા તરીકે ઓળખાય છે. શીતકાલ (શિયાળા) માં ઠાકોરજીને પણ વિવિધ પ્રકારનાં કંદથી બનતી સામગ્રી ધરાવવામાં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ રતાળું
  2. જરૂર મુજબ તેલ (તળવા માટે)
  3. કંદ મસાલો બનાવવા માટે
  4. સ્વાદાનુસાર સંચળ
  5. સ્વાદાનુસાર મીઠું
  6. સ્વાદાનુસાર શેકેલું જીરું પાવડર
  7. સ્વાદાનુસાર હીંગ
  8. સ્વાદાનુસાર આમચૂર પાવડર
  9. સ્વાદાનુસાર ચાટ મસાલો
  10. સ્વાદાનુસાર લાલ મરચું
  11. સ્વાદાનુસાર મરી પાવડર
  12. સ્વાદાનુસાર ગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ રતાળુંને ચપ્પા વડે છોલી લો. તેને પાણીથી બે વખત બરાબર સાફ કરી કપડાં વડે લૂછીને કોરું કરો. તેનાં સમારીને ચોરસ નાના થોડા પ્રમાણમાં જાડા ટુકડા કરો.

  2. 2

    કઢાઈમાં તેલ ગરમ કરી હાઈ ફ્લેમ પર સમારેલા રતાળુંને થોડીવાર માટે તળો પછી મધ્યમ આંચે થોડીવાર તળો જેથી અંદર-બહાર સરખું તળાઈ જાય. ત્યારબાદ તેને એક પ્લેટમાં કાઢો.

  3. 3

    ઉપર જણાવેલ બધા જ મસાલા તમારા ટેસ્ટ પ્રમાણે લઈ એક વાટકીમાં મિક્સ કરો. આ મસાલાને તળેલા રતાળું પર ભભરાવી મિક્સ કરો. ઉપર લીંબુનો રસ પણ નિતારી શકાય છે. જો આ રીતે મસાલો તૈયાર ન કરવો હોય તો નાથદ્વારામાં મળતો કંદ મસાલો અથવા ચાટ મસાલો ભભરાવી શકાય છે.

  4. 4

    તૈયાર મસાલા કંદને એક પડીયામાં કાઢી ટૂથપીક મૂકીને સર્વ કરો. તો તૈયાર છે એકદમ મસાલેદાર ચટાકેદાર મસાલા કંદ.

  5. 5

    (આ રીતે બટાકાનું મસાલા ચાટ બનાવવું હોય તો બટાકાને છોલીને અધકચરા બાફી લેવા, પછી ઠંડા પડે એટલે એના ચોરસ ટુકડા કરીને કઢાઈમાં અધકચરા તળી બહાર કાઢી ઠંડા પડે પછી ફરીથી હાઈ ફ્લેમ પર ક્રિસ્પી થાય એ રીતે તળવા પછી તેની પર કંદ મસાલો ભભરાવી સર્વ કરો. આ પ્રકારનું મસાલા આલુ ચાટ પણ નાથદ્વારામાં મળે છે.)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
પર
Ahmedabad, Gujarat
માફ કરશો હવે હું આ પ્લેટફોર્મ પર એક્ટિવ નહીં રહી શકું.
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

વર્ષા જોષી
વર્ષા જોષી @cook_18256602
વાહ સરસ માહિતી સાથે સ્વાદિષ્ટ વાનગી👌👌

Similar Recipes