વેજ મોમોસ

Kala Ramoliya
Kala Ramoliya @kala_16

#goldenapron2
#week7
#north eastern india
#બર્થડે

શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
  1. ૧કપ મેંદા નો લોટ
  2. ૧/૨ ચમચી મીઠું
  3. ૧/૨ ચમચી તેલ
  4. ૨ ચમચી બટર/તેલ
  5. ૧ ચમચી બારીક સમારેલ લસણ
  6. ૧ ચમચી બારીક સમારેલ આદું
  7. ૧ નાની ડુંગળી ઝીણી સમારેલી
  8. ૧/૪ કપ ગાજર ઝીણું સમારેલું
  9. ૧/૨કપ કોબીજ ઝીણી સમારેલી
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. ૧ ચમચી મરી પાવડર
  12. તેલ ગ્રીસ કરવા માટે

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ મેંદા નો લોટ લઈ લો.તેમા તેલ અને મીઠું નાખીને સારી રીતે મિક્સ કરી લો.હવે તેમાં ધીમે ધીમે પાણી નાખતા જઈ ટાઇટ લોટ બાંધી લો.ત્યારબાદ તેને કોટન કપડાં થી ઢાંકી ૧/૨ કલાક સુધી રહેવા દો.

  2. 2

    હવે એક પેનમાં બટર નાંખી તેમાં લસણ અને આદુ નાખી સાંતળી લો.ત્યારબાદ તેમાં ડુંગળી ઉમેરીને ૨ મિનિટ સુધી થવા દો.હવે તેમાં ગાજર અને કોબીજ નાખી દો.

  3. 3

    બધા શાકભાજી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.ત્યારબાદ તેમાં મીઠું અને મરી પાવડર ઉમેરો.હવે ૩-૪ મિનિટ સુધી થવા દો.હવે ગેસ બંધ કરી દો.સ્ટફિંગ માટે નું મિશ્રણ તૈયાર છે.

  4. 4

    હવે બાંધેલા લોટમાંથી લુઆ કરી લો.ત્યારબાદ તેમાંથી નાની પૂરી વણી લો.હવે આ પુરીમાં ૧ ચમચી સ્ટફિંગ મુકી કિનારી થી પેક કરી લો.કોઈ પણ સેપ આપી શકાય.

  5. 5

    હવે એક વાસણમાં પાણી ગરમ કરવા મૂકો. એક ચારણીમાં નીચે તેલથી ગ્રીસ કરી તેના પર બનાવેલા મોમોસ મૂકી તેને પર તેલ ગ્રીસ કરી દો.હવે ૮-૧૦ મિનિટ સુધી થવા દો.તો તૈયાર છે ગરમા ગરમ મોમોસ ચટણી સાથે સર્વ કરો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kala Ramoliya
Kala Ramoliya @kala_16
પર
I love cooking very much
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes