પોપટીયું (ચોરવાડ નું પ્રખ્યાત)

Arpita vasani
Arpita vasani @cook_19504933

હેલો ફ્રેન્ડ્સ...કેમ છો... શિયાળા માં અવનવી વાનગીઓ ખાવાની માજા જ અલગ હોય છે.
તો આજે હું એક મસાલેદાર વાનગી બનાવા જઈ રહી છું જે ઠંડી માં પણ ગરમી અપાવી દે છે.
ધીરુભાઈ અંબાણી ને આજ કોણ નઈ ઓળખતું હોય!!તેમનું ગામ એટલે ચોરવાડ જે મારા નાના-નાની નું પણ ગામ છે. વેકેશન માં જયારે પણ ત્યાં જાયે એટલે ત્યાંની વાડી માં ફરવું ને મીઠા નારિયેળ પીવાનું તો રોજ હોય પણ અચૂક થી તીખું તમતમતું પોપટીયું તો ખાવાનું જ હોય.
ચાલો તો આ ખુબજ ઝડપી બનતી વાનગી બનાવીયે.

પોપટીયું (ચોરવાડ નું પ્રખ્યાત)

1 કમેન્ટ કરેલ છે

હેલો ફ્રેન્ડ્સ...કેમ છો... શિયાળા માં અવનવી વાનગીઓ ખાવાની માજા જ અલગ હોય છે.
તો આજે હું એક મસાલેદાર વાનગી બનાવા જઈ રહી છું જે ઠંડી માં પણ ગરમી અપાવી દે છે.
ધીરુભાઈ અંબાણી ને આજ કોણ નઈ ઓળખતું હોય!!તેમનું ગામ એટલે ચોરવાડ જે મારા નાના-નાની નું પણ ગામ છે. વેકેશન માં જયારે પણ ત્યાં જાયે એટલે ત્યાંની વાડી માં ફરવું ને મીઠા નારિયેળ પીવાનું તો રોજ હોય પણ અચૂક થી તીખું તમતમતું પોપટીયું તો ખાવાનું જ હોય.
ચાલો તો આ ખુબજ ઝડપી બનતી વાનગી બનાવીયે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
3 સર્વિંગ્સ
  1. ૭ નંગ કાચા કેળા
  2. ૧ વાટકી તાજી લસણ ની ચટણી
  3. ૨ ટી સ્પૂન નમક
  4. ૧/૨ ટી સ્પૂન હિંગ
  5. ૪ ટી સ્પૂન તેલ
  6. મોટા ભૂંગળા
  7. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    કાચા કેળા ના નાના ટુકડા કરી કુકર માં ૪ સીટી થાય ત્યાં સુધી બાફી લો.

  2. 2

    બાફેલા કેળા ના ટુકડા ઠંડા થાઈ પછી તેની છાલ કાઢી લો.

  3. 3

    હવે એક પેન માં ૪ ટી સ્પૂન તેલ ગરમ કરી તેમાં ૧/૨ ટી સ્પૂન હિંગ અને તાજી બનાવેલ લસણ ની ચટણી ઉમેરી ને હલાવો.

  4. 4

    હવે તેમાં બાફેલા કેળા ઉમેરી ૧ ટી સ્પૂન નમક નાખી ને હળવા હાથે મિક્સ કરી લો.

  5. 5

    હવે એક પેન માં તેલ ગરમ કરી થોડા ભૂંગળા તળી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Arpita vasani
Arpita vasani @cook_19504933
પર

Similar Recipes