શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામસમારેલા રીંગણ
  2. તેલ 3 ટે સ્પૂન
  3. 1 ટી સ્પૂનજીરું
  4. લસણ લીલા મરચાં ની પેસ્ટ 1 ટે સ્પૂન
  5. 2-3આખા લીલા મરચાં
  6. 250 ગ્રામદહીં
  7. 1/4 ટી સ્પૂનહળદર
  8. મીઠું સ્વાદ મુજબ
  9. ચણા નો લોઠ 2 થી 3 ટે સ્પૂન
  10. લીલા ધાણા ગાર્નીશ માટે
  11. સૂકું લાલ મરચું ગાર્નીશ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા રીંગણ સમારી તેને ઉકળતા પાણી માં અધકચરા બાફી લો.

  2. 2

    હવે એક બાઉલ માં દહીં અને ચણા નો લોઠ લઈ તેને બ્લેન્ડર ની મદદ થી મિક્સ કરી કઢી માટેનું મિશ્રણ તૈયાર કરો.

  3. 3

    હવે તૈયાર કરેલા કઢીના મિશ્રણ માં અધકચરા બાફેલા રીંગણ,લીલા મરચાં લસણ ની પેસ્ટ,આખા લીલા મરચાં,મીઠું,હળદર નાખી મિશ્રણ તૈયાર કરી કઢી વઘારવા માટેની તૈયારી કરો.

  4. 4

    હવે કઢી વધારવા માટે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું નાંખી ફૂટવા દો. હવે તેમાં સૂકું લાલ મરચું નાખી ફ્રાય કરી તેને કાઢી લો.ત્યારબાદ તેમાં બનાવેલું કઢી નું મિશ્રણ રેડી કઢી વધારી દો.

  5. 5

    હવે કઢીને 10 મિનિટ માટે ધીમી આંચ પર કુક કરી તેને સર્વિંગ બાઉલ માં લઇ સૂકા લાલ મરચાં તથા લીલા ધાણા થી ગાર્નીશ કરી સર્વ કરો તો તૈયાર છે રીંગણ ની કઢી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rakesh Prajapati's Kitchen
પર

ટિપ્પણીઓ

Similar Recipes