કોર્ન સુજી ખમણ
રાંધવાની સૂચનાઓ
- 1
સુજી, બેસન, દહીં, મીઠું, હળદર, આદુ મરચા લસણ ની પેસ્ટ મિકસ કરી પાણી ઉમેરી ખીરૂ તૈયાર કરો. તેમાં ક્રશ કરી ને સ્વીટ કોર્ન પણ ઉમેરી દેવા
- 2
મિશ્રણ માં સોડા ઉમેરી ફીણી લો.
- 3
પ્લેટ માં તેલ લગાવી મિશ્રણ પાથરી ઢોકળિયા/સ્ટીમર માં 12-15 મિનિટ માટે મૂકી કુક કરી લેવું.
- 4
થોડું ઠંડુ પડે પછી ગોળ કે માનપસંદ આકાર માં કાપી લેવા.
- 5
વધાર માટે તેલ મૂકી ગરમ થયે રાઈ, લીલા મરચા નાં ટુકડા, તલ ઉમેરી દો. એને ખમણ ઉપર પાથરી દેવું.
- 6
ઉપર સ્વીટ કોર્ન નાં દાણા મૂકી પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11210941





ટિપ્પણીઓ