અડદિયા(Adadiya Recipe in Gujarati)

Darshna Mavadiya
Darshna Mavadiya @Darsh10

#GA4
#week15
#jaggery
#jaggeryadadiya
શિયાળો આવે કે અડદિયા બનવા નું શરૂ. અને સાથે સાથે ગોળ નો ઉપયોગ પણ પાક બનાવવા માં વધુ થાય છે આમ તો અડદિયા એ ખાંડ ની ચાસણી કરી ને બનાવવા માં આવે છે પણ મે ગોળ નો ઉપયોગ કરી ને બનાવ્યા છે જે ટેસ્ટ માં ખાંડ ના અડદિયા જેવા જ બને છે અને હેલથી પણ ખરા જ.

અડદિયા(Adadiya Recipe in Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#week15
#jaggery
#jaggeryadadiya
શિયાળો આવે કે અડદિયા બનવા નું શરૂ. અને સાથે સાથે ગોળ નો ઉપયોગ પણ પાક બનાવવા માં વધુ થાય છે આમ તો અડદિયા એ ખાંડ ની ચાસણી કરી ને બનાવવા માં આવે છે પણ મે ગોળ નો ઉપયોગ કરી ને બનાવ્યા છે જે ટેસ્ટ માં ખાંડ ના અડદિયા જેવા જ બને છે અને હેલથી પણ ખરા જ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧:૩૦ કલાક
૪૧ નંગ
  1. ૫૦૦ ગ્રામ અડદ નો લોટ
  2. ૫૦૦ ગ્રામ ગોળ
  3. ૫૦૦ ગ્રામ ઘી
  4. પેકેટ અડદિયા નો મસાલો
  5. ૧ કપગુંદ
  6. ૧ કપકાજુ,બદામ
  7. ૧/૪ વાટકીઘી - દૂધ

રાંધવાની સૂચનાઓ

૧:૩૦ કલાક
  1. 1

    સૌ પ્રથમ લોટ ને ચાળી ને તેમાં ઘી દુધ નો ધાબો દહીં ને ઘઉં ચાળવાં ના આંક થી ચાળી લેવો.

  2. 2

    ત્યારબાદ એક કડાઈ માં ઘી ઉમેરી તેમાં પેલા ગૂંદ ને તળી લો પછી તેમાં ધાબો દહીં ને રાખેલ લોટ તેમાં ઉમેરવો અને ધીમી આંચ પર લોટ ને શેકવો

  3. 3

    ત્યારબાદ લોટ માં અડદિયા નો મસાલો ઉમેરવો અને લોટ ને બદામી રંગનો શેકવો.પછી તેમાં તળેલો ગુંદ ઉમેરવો અને સતત હલાવતા રેવું

  4. 4

    ત્યાર બાદ તેમાં સુધારેલા કાજુ બદામ ઉમેરવા

  5. 5

    પછી એક જાડા વાસણ માં થોડું ઘી અને ગોળ ઉમેરી ને ગોળ ને મેલ્ટ થાય ત્યાર સુધી થવા દો

  6. 6

    ત્યાર બાદ ગો3ળ ને તૈયાર શેકેલા લોટ માં ઉમેરવો અને મિક્સ કરવો પછી તેને થોડું ઠંડું પડે એટલે તેના અડદિયા વાળી લેવા.

  7. 7

    તૈયાર છે ગોળ ના અડદિયા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Darshna Mavadiya
પર

Similar Recipes