અડદિયા (adadiya recipe in gujarati)

Dipal Parmar
Dipal Parmar @dips

#MW1
આજે મેં વસાણા માં મેં અડદિયા બનાવ્યા છે જે શિયાળા માટે એક ખૂબ પોષ્ટિક પાક છે

અડદિયા (adadiya recipe in gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#MW1
આજે મેં વસાણા માં મેં અડદિયા બનાવ્યા છે જે શિયાળા માટે એક ખૂબ પોષ્ટિક પાક છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામઅડદ નો લોટ
  2. 500 ગ્રામઘી
  3. 2 કપખાંડ
  4. 1 કપકાજુ બદામ
  5. 2 ચમચીસુંઠ
  6. 2 ચમચીતીખા પાઉડર
  7. 1/2 ચમચીઇલાયચી પાઉડર
  8. 1 ચમચીગંઠોડા પાઉડર
  9. 1/4 કપગુંદ
  10. 1 કપમલાઈ
  11. 1 કપદૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પ્રથમ લોટ માં 1/4કપ ઘી અને1/4 કપ દૂધ લઇ તેનો ધાબો દેવો અને તેને ઢાંકી 25 મિનિટ રાખી દયો હવે તેને ચાળી લયો

  2. 2

    ડ્રાય ફ્રુટ માં બદામ ને કટર વડે છીણી લયો અને થોડું ઘી મૂકી ગુંદ અને કાજુ ફાડા તળી લયો

  3. 3

    હવે ધાબો દીધેલ લોટને ઘી માં મીડિયમ તાપે શેકો 10 થીં15 મિનિટ માં ગોલ્ડન જેવો શેકવો હવે તેમાં મલાઈ ઉમેરી થોડીવાર વધુ શેકી લેવો

  4. 4

    હવે તેમાં તળેલો ગુંદ બદામ ની કતરણ તળેલા કાજુ અડધા સૂંઠ મરી પાઉડર ગંઠોડા ઇલાયચી પાઉડર મિક્સ કરી દેવુ

  5. 5

    હવે ખાંડ લઇ તેમાં તે ડૂબે એટલું પાણી ઉમેરી દોઢ તાર ની ચાસણી કરવી

  6. 6

    અને ચાસણી ને શેકલ લોટ માં ઉમેરી મિક્સ કરવું અને હવે થોડું દૂધ લઇ હાથ દુધ વાળો કરી અડદિયા વાળવા

  7. 7

    બધા અડદિયા વાળી થાળી માં મૂકી સેટ થવા માટે રાખવા પછી ઉપયોગમાં લેવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipal Parmar
પર

ટિપ્પણીઓ

Similar Recipes