અડદિયા પાક(Adadiya pak Recipe in Gujarati)

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10

#KD

અડદિયા પાક(Adadiya pak Recipe in Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

#KD

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 hr 30 min
4 વ્યક્તિ
  1. ૫૦૦ ગ્રામ અડદનો કરકરો લોટ
  2. ૪૦૦ ગ્રામ ખાંડ
  3. ૫૦૦ ગ્રામ ઘી
  4. ૧૦૦ ગ્રામ ગુંદર
  5. ૧/૨ કપદૂધ
  6. કાજુ, બદામ
  7. અડદિયા નો મસાલો

રાંધવાની સૂચનાઓ

1 hr 30 min
  1. 1

    પ્રથમ લોટમાં અડધો કપ દૂધ અને ઘી ગરમ કરી તેનો ધાબો દેવો અને તેને એક બે કલાક રાખી દેવાનો પછી તે લોટને ચાળી લેવા નો.

  2. 2

    ત્યારબાદ કડાઈમાં થોડું ઘી મૂકી ગુંદ ને હલકો ગુલાબી રંગ થાય એવો તળી લેવા નો પછી ગુંદ ને અધકચરો ક્રશ કરી લેવો.

  3. 3

    પછી ધાબો દીધેલ લોટને ધીમા તાપે 45 મિનિટ સુધી ગોલ્ડન બ્રાઉન થાય અને સરસ સુગંધ આવે ત્યાં સુધી શેકી લેવો.

  4. 4

    ખાંડ લઇ તેમાં ખાંડ ડુબે એટલું પાણી ઉમેરી દોઢ થી બે તારની ચાસણી કરવી.

  5. 5

    લોટ શેકાઈ જાય એટલે તેમાં તળેલો ગુંદ અડદીયાનો મસાલો :- સૂંઠ પાઉડર, ઈલાયચી પાઉડર એ બધું નાખી મિક્સ કરી લેવું.

  6. 6

    પછી ચાસણીને શેકેલ લોટ માં ઉમેરી મિક્સ કરી લેવી.

  7. 7

    હવે એક પ્લેટમાં અડદિયા નું મિશ્રણ પાથરી અને સેટ કરવા મૂકી દેવું.

  8. 8

    પછી અડદિયા તમને ગમે તેવા આકારમાં વાળીને બનાવી લેવા અને ડ્રાયફ્રુટ્સ થી ગાર્નીશ કરી લેવા. હવે તૈયાર છે આપણી શિયાળાની સ્પેશ્યલ, શક્તિથી ભરપૂર,પ્યોર ઘીથી તરબતર અને ઘણા બધા ડ્રાયફ્રુટ્સ વાળી ગુજરાતી મીઠાઈ અડદિયા પાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
પર

Similar Recipes