સેવ ટામેટાનું શાક

#જૈન
આ શાક આપણા ગુજરાતીઓ માટે એકદમ કોમન છે. આમ તો બધા લોકો આ શાક કાંદા-લસણ, આદુ-મરચાંની પેસ્ટ, ગરમ મસાલો નાખીને બનાવતા હોય છે. પણ અમે કાંદા-લસણ ખાતા નથી એટલે અલગ રીતે બનાવ્યું છે.
સેવ ટામેટાનું શાક
#જૈન
આ શાક આપણા ગુજરાતીઓ માટે એકદમ કોમન છે. આમ તો બધા લોકો આ શાક કાંદા-લસણ, આદુ-મરચાંની પેસ્ટ, ગરમ મસાલો નાખીને બનાવતા હોય છે. પણ અમે કાંદા-લસણ ખાતા નથી એટલે અલગ રીતે બનાવ્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટામેટાને ધોઈને સમારી લો. એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું, રાઈ, હીંગ મૂકી વઘાર તતડે પછી તેમાં સમારેલા ટામેટા ઉમેરી, ટામેટાં ડૂબે એટલું પાણી તથા મીઠું ઉમેરી ઢાંકણ ઢાંકીને થોડીવાર પકાવો.
- 2
તેમાં લાલ મરચું, હળદર, ધાણાજીરું તથા ગોળ ઉમેરીને થોડીવાર માટે ધીમા તાપે પકાવો. ગોળ નાખવાથી સરસ ખટાશ ગળપણવાળું શાક તૈયાર થશે. ઘણા લોકો ગેસ પર જ શાકમાં સેવ ઉમેરીને મિક્સ કરી દે છે. પણ મને સેવ ફદફદી જાય એવું શાક ભાવતું નથી, એટલે ગેસ બંધ કરીને સર્વ કરતી વખતે ઉપર સેવ ભભરાવી છે. તો તૈયાર છે ઝટપટ બની જાય તેવું સ્વાદિષ્ટ સેવ ટામેટાનું શાક જેને પરોઠા અથવા બાજરીનાં રોટલા સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્ટફ્ડ સેવ ટામેટાનું શાક
#૨૦૧૯અત્યારે શિયાળામાં ટામેટાં એકદમ ફ્રેશ તથા સસ્તા મળે છે. આપણા બધાનાં ઘરમાં ટામેટાનો સૂપ તથા સલાડ તરીકે તેનો ઉપયોગ કરીએ છીએ. શિયાળામાં વિવિધ પ્રકારનાં ભરેલા શાક તો આપણે બનાવતા જ હોઈએ છીએ તો આજે હું સેવ ટામેટાનાં શાકને નવી જ રીતે પ્રસ્તુત કરીશ. જે રેગ્યુલર શાક કરતા દેખાવમાં તો અલગ છે પરંતુ સ્વાદમાં પણ લાજવાબ બને છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
સેવ-ટામેટાનું શાક
#રેસ્ટોરન્ટઆ રેસીપી પસંદ કરવાનું કારણ એ કે આમ તો આ શાક બનાવવું ખુબ સરળ છે પરંતુ ઘરે રેસ્ટોરન્ટ જેવો સ્વાદ નથી આવતો તો ચાલો આજે રેસ્ટોરન્ટ જેવું સેવ ટામેટાનુ શાક બનાવીએ. VANDANA THAKAR -
ગ્રીન ટામેટાનું શાક
#લીલીલીલું પીળું પોંજરું ઘડાવ્યું,લ્યા પોંજરામાં પોપટ બોલે...અત્યારે મને લીલો ફીવર થઈ ગયો છે કારણકે અત્યારે કુકપેડ પર લીલી કોન્ટેસ્ટ ચાલી રહ્યો છે અને મને રોજ આવા નવા-નવા લીલા ગીતો યાદ આવે છે. તો આજે આવીજ એક લીલી મજેદાર રેસીપી આપની સમક્ષ લઈને આવ્યો છું. Nigam Thakkar Recipes -
કાચા ટામેટાં બટાકાનું રસાવાળું શાક
પાકા લાલ ટામેટાંનો ઉપયોગ તો આપણે રોજબરોજ કોઈકને કોઈક રીતે રસોઈમાં કરતા જ હોઈએ છીએ. પણ માર્કેટમાં કાચા ગ્રીન ટામેટાં પણ મળે છે, તેનો ઉપયોગ ઘણા ઓછા લોકો કરતાં હોય છે. તે કાચા હોવાથી પાકા ટામેટાં કરતા પ્રમાણમાં કડક હોય છે તો તેનું શાક સરસ બને છે. Nigam Thakkar Recipes -
આદુ-લીલાં લસણ ની કાચી પેસ્ટ વાળું પોપટા નું શાક
#BW#Bye Bye winter recipe challenge#greenchanasabji#લીલાચણા(પોપટા કે જીંજરા)નું શાકઆજે લીલાં ચણા કે જે પોપટા કે જીંજરા તરીકે પણ ઓળખાય છે...એનું લીલા લસણ અને આદુ ને કાચું જ પાણી ઉમેરી ને પીસી ને ,થોડાં આગળ પડતાં લાલ મરચાં અને ગરમ મસાલો ઉમેરી ને બનાવ્યું છે...આ ગરમાગરમ શાક બની ગયાં પછી ઢાંકણ ઢાંકી ને પાંચ મિનિટ રાખો, પછી એને બાજરી ના રોટલા કે ખીચડી કે ભાત સાથે જમો...ટેસ્ડો પડી જાહે..... Krishna Dholakia -
સેવ ટામેટા નું શાક
#કાંદાલસણસેવ ટામેટા નું શાક એકદમ સ્વાદિષ્ટ હોય છે જે લાલ રસદાર ટામેટાં અને રેગ્યુલર મસાલા વાપરીને અને સેવ નાખીને બનાવાય છે. આ શાક બનાવવા માટે જાડી સેવ નો ઉપયોગ થાય છે. પારંપરિક રીતે આ શાક બનાવવા માટે કાંદા લસણ નો ઉપયોગ નથી થતો. Bijal Thaker -
જામફળનું શાક
#માસ્ટરક્લાસજામફળ એ શિયાળામાં મળતું એક ફળ છે. તેને અંગ્રેજીમાં Guava અને હિંદીમાં अमरुद નામે ઓળખાય છે. માર્કેટમાં સફેદ અને લાલ રંગના જામફળ મળે છે. તે ખૂબ જ મીઠાશવાળું અને સ્વાદિષ્ટ ફળ છે. તેમાં વિટામીન, મિનરલ અને ફાઈબર પુષ્કળ પ્રમાણમાં હોય છે. તેમાં રહેલું વિટામિન C ત્વચા માટે તેમજ વિટામિન A આંખ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ફાઈબર સારા પ્રમાણમાં હોવાથી કબજિયાત દૂર કરે છે અને મેદસ્વિતા ઓછી કરવામાં લાભદાયી છે. એસીડીટી, અસ્થમા, બ્લડ પ્રેશરમાં રાહત આપે છે. હૃદય સંબંધી બીમારી તથા કોલેસ્ટ્રોલ નિયંત્રણ કરવામાં મદદરૂપ છે. જામફળનાં ઝાડનાં પાન પણ આયુર્વેદિક ઉપચારમાં ઉપયોગમાં લેવામાં આવે છે. જામફળમાંથી સલાડ, શરબત, શાક અને અથાણું બનાવવામાં આવે છે. હવે તો માર્કેટમાં જામફળનો આઈસ્ક્રીમ પણ મળે છે તેનાં પર લાલ મરચું અને મીઠું ભભરાવીને ખાવામાં આવે છે. તો આજે આપણે જામફળનું શાક બનાવતા શીખીશું જે ઘણાનાં ઘરમાં બનતું જ હોય છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
ભરેલા ભીંડાનું શાક
#લીલીપીળીબધા શાકભાજીમાં ભીંડા એ મારું પ્રિય શાક છે. આજે આપણે ભરેલા ભીંડાનું શાક ભર્યા વગર બનાવીશું. સવાર-સવારમાં જોબ પર જવાનું હોય ટીફીન તૈયાર કરવાના હોય તો ભીંડા ભરવાનો સમય ઘણીવાર નથી મળતો. આ શાક ભર્યા વગર બનાવીશું તો પણ ભરેલા જેટલું જ સ્વાદિષ્ટ બનશે. Nigam Thakkar Recipes -
સેવ ટામેટાનું શાક (Sev Tamatar Nu Shak)
સેવ ટામેટાનું શાક સૌરાષ્ટ્ર માં ખુબ જ બને.. આજે મેં હોટલ સ્ટાઈલ સેવ ટામેટાનું શાક બનાવ્યું છે..અમારે સુરેન્દ્રનગર નાં રેસ્ટોરન્ટ માં પરોઠા શાક ખાવા માટે ભીડ ઉમટી પડે.. એમાં ઢોકળી નું શાક,સેવટામેટા નું શાક બહું જ સરસ હોય છે.. Sunita Vaghela -
વાલોર બટાકા નું શાક (Valor Bataka Shak Recipe In Gujarati)
#BW#Bye Bye winter recipe challenge#Valor-batetanusakrecipe#વાલોર-બટાકા નું શાક રેસીપી એકદમ સાદુ ટામેટાં કે ડુંગળી નો ઉપયોગ કર્યો વગર ફકત અજમા - લસણ વાળું શાક બનાવ્યું છે.. Krishna Dholakia -
ખાટું-મીઠું ટીંડોળા નું શાક
#SSM#ખાટું-મીઠુંટીંડોળાનુંશાકરેસીપી#સુપરસમરમિલ્સરેસીપી#cookpadGujarati#cookpadindia આજે ટીંડોળા નું ખાટું-મીઠું શાક બનાવ્યું...ઉતર ભારતીય ટચ આપી ને ગુજરાતી ટીંડોળા નું શાક...ખૂબ સરસ બન્યું...ટૂંક માં કંઈક અલગ રીતે કરેલ પ્રયાસ સફળ થયો. Krishna Dholakia -
-
લાલ મરચાંની તીખી ચટણી
#માસ્ટરક્લાસથોડા દિવસ અગાઉ આપણે લાલ મરચાંની ખાટી-મીઠી ચટણી તથા કોઠાની ચટણી બનાવતા શીખ્યા તો આજે હું બનાવીશ ફ્રેશ લાલ મરચામાં ટામેટા, આદુ, કોથમીર ઉમેરીને તીખી ચટણી જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો શરૂ કરીએ રેસીપી. Nigam Thakkar Recipes -
પનીર કોલ્હાપુરી
#રેસ્ટોરન્ટ#goldenapron3Week2આપણે રેસ્ટોરન્ટમાં પંજાબી જમવા જઈએ ત્યારે મેઈન કોર્સમાં પનીરની સબ્જી અવશ્ય હોય છે. તેના વગર રેસ્ટોરન્ટનું પંજાબી ફૂડ અધૂરું લાગે છે. પનીરની સબ્જી અલગ-અલગ રીતે અલગ-અલગ ગ્રેવીમાંથી બનાવાતી હોય છે. આજે આપણે કોલ્હાપુરની ફેમસ સબ્જી બનાવીશું જેનું નામ છે પનીર કોલ્હાપુરી જેમાં રેગ્યુલર પનીર સબ્જી કરતાં અલગ જ મસાલાનો મેં ઉપયોગ કર્યો છે. ઘણાને એવો ભ્રમ હોય છે કે પંજાબી સબ્જી કાંદા-લસણ વગર સારી ટેસ્ટી બને નહીં પરંતુ અમે કાંદા-લસણ ખાતા નથી અને મારી એકપણ રેસિપીમાં કાંદા-લસણ હું ઉમેરતો નથી. આ સબ્જીમાં મેં કાજુ અને મગજતરી પણ ઉમેર્યા છે જેના લીધે સબ્જીની રીચનેસ ઘણી વધી જાય છે તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
😋જૈન કોબી કોફતા કરી
#જૈનકોબી કોફતા કરી પંજાબી વાનગી છે.. આમાં કાંદા લસણ ની ભરપૂર વપરાશ થાય છે... પણ આપણે જૈન ગોભિ કોફતા કરી બનવા જઈ રહ્યા છે તો નો ઑનીયન નો ગાર્લીક .કાંદા લસણ વગર ગ્રેવી એટલે એક ચેલેન્જ ની વાત છે.પણ કાંદા લસણ વગર પણ આ વાનગી ખુબજ સરસ લાગે છે... અને આને જૈન તથા સ્વામિનારાયણ ધર્મ ના લોકો પણ ખાય શકે છે ..તો ચાલો દોસ્તો આપને કોબી કોફતા કરી બનાવશું.. Pratiksha's kitchen. -
લીલવા ભરેલું રવૈયાનું શાક
#સંક્રાંતિઆજે મકરસંક્રાંતિ પર્વ. આજે દરેક ગુજરાતીનાં ઘર ચિક્કી, ઊંધીયુ, જલેબી તથા ખીચડાની સુગંધ મહેકી ઉઠે છે. ઊંધિયુ બનાવવા માટે ઘણા બધા પ્રકારનાં શાકભાજીની તથા પૂર્વ તૈયારીની જરૂર પડે છે ત્યારે તેમાંથી ઊંધીયુ બનાવી શકાય છે. પરંતુ જે લોકો ઊંધીયુ ઘરે બનાવી શકતા નથી તેઓના માટે આજે હું ઊંધીયાને પણ ટક્કર મારે તેવા શાકની રેસિપી પોસ્ટ કરું છું. જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Nigam Thakkar Recipes -
ઢાબા સ્ટાઈલ વટાણા બટાકાનું શાક
#સ્ટ્રીટઆપણે બહાર જતા હોઈએ ત્યારે ક્યારેક રેસ્ટોરન્ટમાં તો ક્યારેક હાઈવે સાઈડ ઢાબામાં જમતા હોઈએ છીએ. ઢાબામાં અમુક લિમિટેડ શાક તો ફિક્સ જ હોય છે જે બધા જ ઢાબામાં મળતા હોય છે જેમકે સેવ ટામેટાં, લસણીયા બટાકા અને વટાણા બટાકા. જે બનાવવા સરળ છે જેથી ઢાબાવાળા ગ્રેવી તૈયાર રાખે છે અને એક તપેલામાં બાફેલા બટાકા પણ તૈયાર રાખે છે જેથી ઓર્ડર કરીએ તો શાક ઈન્સ્ટન્ટ બનાવીને સર્વ કરી શકે. જેની સાથે ચૂલા પર બનેલા પરોઠા ખાવાની મજા આવે છે. ઢાબામાં મળતા વટાણા બટાકાનાં શાકમાં તેઓ લીલા વટાણા બાફતા નથી. તો ઘણા લોકો કઠોળનાં લીલા વટાણા પલાળેલા ઉપયોગમાં લેતા હોય છે. પણ જો આ રીતે વટાણા લઈએ તો શાક બનાવતી વખતે પાણી ઉમેરીને ચડવા દેવા પડે છે નહીંતર વટાણા કડક રહે છે. તો આજે આપણે ઢાબા સ્ટાઈલ વટાણા બટાકાનું શાક બનાવતા શીખીએ. Nigam Thakkar Recipes -
-
-
પાકા કેળાનું શાક
#માસ્ટર ક્લાસઆજે આપણે ફક્ત એક જ મિનિટમાં બનતું શાક બનાવીશું. જ્યારે ઘરમાં કોઈ શાક પડ્યું ન હોય કે બનાવવાની આળસ આવે ત્યારે આ શાક ઝટપટ બનાવી શકાય છે. દરેક જૈન પરિવારમાં આ શાક અવશ્ય બનતું હોય છે અને ગરમાગરમ રોટલી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Nigam Thakkar Recipes -
ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SVC#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ@hemaoza inspired me for this recipe Dr. Pushpa Dixit -
-
😋જૈન કાચા કેળાનુ શાક.😋
#જૈન કેળાનું શાક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે..અને આ એક ફરાળી વાનગી પણ છે...તમે ઉપવાસ માં ફરાળ ની રીતે પણ ખાય શકો..જૈન તથા સ્વામિનાાયણ ધરમાં ના લોકો પણ ખાય શકે છે.કેમ કે આમાં કાંદા લસણ નો વપરાશ બિલકુલ થતો નથી.તો દોસ્તો ચાલો આપણે જૈન કેળાનું શાક બનાવશું.😄👍 Pratiksha's kitchen. -
-
કાકડીનું શાક
#લીલીપીળીકાકડીનું શાક ઘણા લોકો ચણાનાં લોટવાળુ બનાવતા હોય છે પણ આજે હું એક સરળ રેસીપી પોસ્ટ કરું છું. જેને કાકડીનો સંભારો પણ કહી શકાય છે. બાળકોને કાચું સલાડ ન ભાવતું હોય તો આ રીતે બનાવીને સર્વ કરી શકાય છે. Nigam Thakkar Recipes -
દૂધી ચણાનું શાક
#ઘણા લોકોને દૂધી નથી ભાવતી તો આ રીતે શાક બનાવીને સર્વ કરશો તો તેમને ચોક્ક્સ ભાવશે, એકદમ સરળ રીતે બને છે તથા ખૂબ જ પૌષ્ટિક રેસિપી છે. Nigam Thakkar Recipes -
-
ચટાકેદાર રીંગણ બટાકાનું શાક
#લોકડાઉન #goldenapron3 week11 રીંગણ બટાકાનું શાક તો દરેકનાં ઘરમાં બનતું જ હોય છે, પણ મારા ઘરમાં ગોળ અને લીંબુનો રસ ઉમેરીને ખટાશ ગળપણવાળું શાક બને છે, જે ખીચડી તથા પુરી, રોટલી કે પરોઠા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
રીંગણ બટાકાનું શાક
#ટ્રેડિશનલઆજથી ટ્રેડિશનલ રેસિપી કોન્ટેસ્ટ શરૂ થયો છે. તો આજે હું પોસ્ટ કરું છું મારું પ્રિય રીંગણ બટાકાનું શાક જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને સ્વાદિષ્ટ પણ બને છે. ખીચડી સાથે ચોળીને ખાવાની મજા જ કાંઈક અલગ હોય છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
લીલી તુવેર બટાકાનું રસાવાળું શાક
આપણે રસોઈમાં તુવેર/તુવર/તુવેરની દાળનો ઉપયોગ કરતાં હોઈએ છીએ. હિંદીમાં તેને अरहर અને અંગ્રેજીમાં pigeon pea તરીકે ઓળખાય છે, તે કઠોળવર્ગની વનસ્પતિ છે. તુવેરની ખેતી આશરે ૩૦૦૦ વર્ષ પહેલાંથી થાય છે, સૌથી પહેલાં એશિયામાં પછી પૂર્વી આફ્રિકા , અમેરિકામાં અને હવે તો વિશ્વનાં ૨૫ દેશોમાં તેની ખેતી થાય છે. ૬૦૦ મિમી કરતા ઓછા વરસાદમાં પણ તુવેરની ખેતી કરી શકાય છે. વિશ્વભરમાં અંદાજિત ૪૬,૦૦૦ ચો.કિમી ક્ષેત્રમાં તુવેરનું ઉત્પાદન થાય છે તેમાંની ૮૨% તો ભારતમાં જ ઉગે છે. આફ્રિકાનાં નાઇજિરિયામાં પ્રાણીઓને ખોરાકમાં તુવેર આપવામાં આવે છે. લીલી તુવેરનું શાક, ઊંધીયુ, કચોરી તેમજ સૂકી તુવેરને પલાળીને બાફીને કઠોળ તરીકે ઉપયોગ કરવામાં આવે છે, તેમાં સારા પ્રમાણમાં પ્રોટીન તથા એમિનો એસિડ જેવા કે મેથીઓનાઈન, લાયસાઈન, ટ્રીપ્ટોફેન હોય છે. તુવેરને ફણગાવીને ખાવાથી પચવામાં સરળ રહે છે. ભારતમાં તુવેરની દાળ અત્યંત લોકપ્રિય છે, તેમાંથી દાળ, સાંભાર, પૂરણપોળી જેવી વિવિધ વાનગી બનાવી શકાય છે. આયુર્વેદના મતાનુસાર તુવેરની દાળમાં ઘી મેળવીને ખાવાથી વાયડી પડતી નથી. તે પચવામાં હલકી હોય છે. થાઈલેન્ડમાં તુવેરમાંથી લીલું ખાતર બનાવવામાં આવે છે, જે નાઈટ્રોજનનો સ્ત્રોત પૂરો પાડે છે. તો આવી અત્યંત ઉપયોગી તુવેરનું શાક બનાવતા આપણે શીખીશું. Nigam Thakkar Recipes
More Recipes
ટિપ્પણીઓ