ઢોકળાં-મન્ચુરિયન

Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani

#ફ્યુઝન
#રાઈસ
#ઈબુક૧
#૧૨
ફ્રેન્ડ્સ ઢોકળાં મન્ચુરિયન ખાવા માં ખુબજ ટેસ્ટી લાગે છે.ખબર પણ નથી પડતી કે આ ઢોકળાં માંથી બનાવેલા છે.તો એકવાર ચોક્કસ થી ટ્રાઇ કરજો.

ઢોકળાં-મન્ચુરિયન

#ફ્યુઝન
#રાઈસ
#ઈબુક૧
#૧૨
ફ્રેન્ડ્સ ઢોકળાં મન્ચુરિયન ખાવા માં ખુબજ ટેસ્ટી લાગે છે.ખબર પણ નથી પડતી કે આ ઢોકળાં માંથી બનાવેલા છે.તો એકવાર ચોક્કસ થી ટ્રાઇ કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. થાળી ઢોકળાં
  2. ઢોકળાં મન્ચુરિયન ગ્રેવી માટે
  3. 1 મોટો ચમચોતેલ
  4. 2 ચમચીઆદુ-લસણ-મરચાં ની પેસ્ટ
  5. 3 ચમચીઝીણી સમારેલી ડુંગળી
  6. 2 ચમચીઝીણી સમારેલી કોબી
  7. 2 ચમચીગાજર ની છીણ
  8. સ્વાદ મુજબ મીઠું
  9. 2 ચમચીરેડ ચીલી સોસ
  10. 3 ચમચીસોયા સોસ
  11. 2 ચમચીટમેટો સોસ
  12. 1વાટકી પાણી
  13. 2 ચમચીમન્ચુરિયન મસાલો(1/2 વાટકી પાણી માં મિક્સ કરી)
  14. ગાર્નિસિંગ માટે
  15. લીલી ડુંગળીના પાન ઝીણાં સ્મારેલા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ઢોકળાં ના લોટ (3 ભાગ ચોખા 1 ભાગ ચણા ની દાળ મિક્સ કરી દળાવેલ)ને છાસ અને ગરમ પાણી થી આથો દઈ પછી તેના વરાળ માં થાળી ઢોકળાં બનાવી લેવા.

  2. 2

    ત્યારબાદ તેને ઠંડા થવા દેવા.પછી તેના નાના પીસ કરી ગરમ તેલ માં તળી લેવા.

  3. 3

    હવે મન્ચુરિયન માટે ની ગ્રેવી ની સામગ્રી તૈયાર કરી લેવી.

  4. 4

    હવે સૌ પ્રથમ એક પેન માં તેલ ગરમ મૂકવું.તેલ ગરમ થાય એટલે તેમાં આદુ-લસણ -મરચા ની પેસ્ટ નાખી 1/2 મિનિટ સાંતળવું.

  5. 5

    ત્યારબાદ તેમાં ડુંગળી નાખી ફરી જરા સાંતળવી.પછી તેમાં ગાજર અને કોબી નાખી જરૂર મુજબ મીઠું નાખી 1 મિનિટ સાંતળી તેમાં સોયા સોસ, રેડ ચિલ્લી સોસ અને ટમેટો સોસ નાખી મિક્સ કરી 1 મિનિટ સાંતળવા દઈ 1 વાટકી પાણી નાખવું.અને તેને સહેજ ઉકળવા દેવું.અને સતત હલાવતા રહેવું.

  6. 6

    ત્યારબાદ તેમાં મન્ચુરિયન મસાલો નાખી મિક્સ કરી અને સતત હલાવવું.

  7. 7

    ગ્રેવી સહેજ ઘટ્ટ થાય ત્યારે તેમાં તળેલા ઢોકળાં નાખી મિક્સ કરી લેવા.અને તેને ડુંગળી ના જીણા સમારેલા પાન છાંટી સર્વ કરવા.

  8. 8

    તો તૈયાર છે આપણા ટેસ્ટી ઢોકળાં મન્ચુરિયન....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani
પર

ટિપ્પણીઓ

Similar Recipes