રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં પાણી ગરમ કરીને તેમાં મીઠું નાખો પછી ચોખાનો લોટ ઉમેરી લો બરાબર હલાવી લો. તે ઠંડુ થાય પછી લુવા કરી ને રોટલી કરવાની છે. રોટલી ને તવા ઉપર આગળ પાછળ શેકવા ની છે.
- 2
બટાકાના માવા માટે એક પેનમાં તેલ લઈને તેમાં કેપ્સિકમ સાતડવા ના છે પછી તેમાં મેસ કરેલા બટાકા નાખો હળદર,મરચું,ધાણાજીરું, ગરમ મસાલો, આમચૂર પાવડર, મીઠું નાખીને બધું મિક્સ કરીને બટાકા ના માવો તૈયાર કરો.
- 3
પછી રોટલી ને સહેજ આગળ પાછળ શેકીને એક પ્લેટમાં લઈને પહેલા રોટલી પર બટર લગાડો પછી ટોમેટો સોસ લગાવો સિઝવાન સોસ લગાવી લેટસ નુ આખું પાન પાથરી ને મુકો.
- 4
પછી તેના ઉપર બટાકાનો માવો મૂકો પાથરીને મૂકો પછી તેના પર લાંબી સમારેલી ડુંગળી અને લાંબુ સમારેલું ટમેટું ઉપર નાખો પછી ઉપર જરૂર મુજબ તમારે માયોનીઝ લગાવવાની છે પછી ચાટ મસાલો ભભરાવીને રોટલી બંધ કરી દો.
- 5
રેડી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
ટિપ્પણીઓ