રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

બે વ્યક્તિ માટે
  1. ૧૫ થી ૧૭ નંગ નાની બટાકીઓ
  2. ૨ ટેબલ સ્પૂન તેલ
  3. ૨ નંગ ટામેટા
  4. ૧ નંગ ડુંગળી
  5. ૫ થી ૭ કળી લસણ
  6. ૧ ટેબલસ્પૂન સીંગદાણા
  7. ૧ ટી.સ્પૂન મરચું પાવડર
  8. ૧ ટીસ્પૂન ધાણા-જીરુ પાવડર
  9. અડધી ટીસ્પૂન ગરમ મસાલો
  10. કોથમીર જરૂર મુજબ
  11. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાકાને ધોઈ ને કુકર માં મીઠું નાખીને બાફી લો.

  2. 2

    સિંગદાણા ને મિક્સરમાં ક્રશ કરી લો. પછી ડુંગળી, ટામેટા અને લસણને મિક્સરમાં ક્રશ કરી લો.

  3. 3

    બટાકાને કુકરમાંથી કાઢીને નિતારી લો.

  4. 4

    એક કડાઈમાં તેલ લો. તેલ ગરમ થાય એટલે એમાં ડુંગળી ટામેટા ની ગ્રેવી નાખો.

  5. 5

    જરૂર મુજબ મીઠું નાખીને થોડીક વાર ઢાંકીને ચડવા દો. પછી તેમાં સીંગદાણાનો ભૂકો ઉમેરો. અને બીજા બધા મસાલા કરી દો.

  6. 6

    થોડીક વાર ઢાંકીને ચડવા દો. ત્યાં સુધી બટાકા છોલી દો. પછી તેમાં બટાકા મિક્સ કરી દો.

  7. 7

    શાકને હલાવીને જરૂર મુજબ પાણી રેડો. થોડીક વાર ઢાંકીને ચડવા દો. પછી કોથમીર ઉમેરો ‌

  8. 8

    તૈયાર છે દમ આલુ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ekta Pinkesh Patel
પર
New Ranip, Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes