રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાફેલા બટાકા ને મીડીયમ ચોરસ ટૂકડા માં કાપી લો. બાફેલા વટાણા લો.
- 2
મીક્સર જારમાં કોથમીર, આદુ, લીલા લસણ, લીલા મરચા, મીઠું, થોડું પાણી અને લીંબુનો રસ નાખીને પીસી લો. અને પેસ્ટ બાજુમાં મુકો.
- 3
ગેસ ચાલુ કરી ને એક કઢાઈમાં તેલ ગરમ કરો.એમાં જીરું, હિંગ નાખીને વઘાર કરો.તેમાં હળદર પાવડર નાખી બાફેલા બટાકા અને વટાણા નાખીને મીક્સ કરી લો.
- 4
હવે તેમાં કોથમીર આદુ, મરચા ની પેસ્ટ નાખીને મીક્સ કરી લો. 2 ચમચી પાણી ઉમેરીને મીક્સ કરી ને ઢાંકી દો. અને 5 મિનિટ ગરમ થવા દો. ત્યારબાદ બરાબર હલાવીને મીક્સ કરો. અને ગેસ બંધ કરી દો.
- 5
તૈયાર છે... ઉત્તરપ્રદેશ ની વાનગી.. આલુ કચાલુ... ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11461190
ટિપ્પણીઓ