કાજુ ને બદામના ચોકલેટ કુકીઝ

Usha Bhatt
Usha Bhatt @cook_17479854

અત્યારે શિયાળો ચાલી રહ્યો છે એટલે કોઈ ને કોઈ રીતે નટ્સ ખાવાજ જોઈએ ઘણા ને છોકરાઓને કે ઘણા મોટાઓને પણ અમુક નટ્સ નથી ખાતા જેમ કે બદામ ને બદામ તો ખાસ ખાવી જોઈએ નાના બાળકો તો બદામ આપીએ ને તો લઈ તો લેશે પણ બહાર જઈને ફેંકી દેશે ઘણા તો એટલા ચાલાક હોય છે ને તેની મોમ દાદી દાદા એમ કહેશે ને બેટા મારી સામે જ ખયલે તો ત્યારે તો ખાશે જ પણ મોમાં ભરીને બહાર જઈને થુકી આવશે તો તેને કઈ રીતે ખવડાવી તે પણ એક સમજાદારી નું કામ કરવું પડે તો અહીંયા મેં નટ્સ કુકીઝ બનાવ્યા છે તે લોકો ને ચોકલેટ ના સ્વાદથી આરામથી ને હોંશે હોંશે ખાશે

#ફ્રૂટ્સ

કાજુ ને બદામના ચોકલેટ કુકીઝ

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

અત્યારે શિયાળો ચાલી રહ્યો છે એટલે કોઈ ને કોઈ રીતે નટ્સ ખાવાજ જોઈએ ઘણા ને છોકરાઓને કે ઘણા મોટાઓને પણ અમુક નટ્સ નથી ખાતા જેમ કે બદામ ને બદામ તો ખાસ ખાવી જોઈએ નાના બાળકો તો બદામ આપીએ ને તો લઈ તો લેશે પણ બહાર જઈને ફેંકી દેશે ઘણા તો એટલા ચાલાક હોય છે ને તેની મોમ દાદી દાદા એમ કહેશે ને બેટા મારી સામે જ ખયલે તો ત્યારે તો ખાશે જ પણ મોમાં ભરીને બહાર જઈને થુકી આવશે તો તેને કઈ રીતે ખવડાવી તે પણ એક સમજાદારી નું કામ કરવું પડે તો અહીંયા મેં નટ્સ કુકીઝ બનાવ્યા છે તે લોકો ને ચોકલેટ ના સ્વાદથી આરામથી ને હોંશે હોંશે ખાશે

#ફ્રૂટ્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકી કાજુ ને બદામ
  2. 2 કપમેંદો
  3. માખણ એક વાટકી
  4. 25 ગ્રામકોકો પાવડર
  5. 1 ચમચીબેકિંગ પાવડર
  6. દળેલી ખાંડ એક વાટકી
  7. 1 કપદૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેંદો બે કપ લઈ ને ચારણીથી ચારી લેવો

  2. 2

    સાથે કોકો પાવડર ને બેકિંગસોડા પણ ચારી લેવા

  3. 3

    તેમાં દળેલી ખાંડ નાંખી ને મિક્સ મિક્સ કરવું ત્યારબાદ કાજુ ને બદામ ને મીક્ષી જારમાં રફલી ક્રશ કરવા ને તેને લોટના મિશ્રણમાં નાખીને ફરી મિક્સ કરવા

  4. 4
  5. 5

    તેમાં બટર નાખી ફરી મિક્સ કરવું તેમાં થોડું થોડું દૂધ નાખી ડવઃ તૈયાર કરવો મેં ઘરનું બટર લીધું છે બહારનું પણ નાખી શકાય લોટ ને આપણા હાથની પાંચ આંગળી થી જ સક્રમબલ થાય તે રીતે બાંધવો તેને હથેળી થી નહી બાંધવાનો નહિ તો બટર હાથની ગરમીથી ઓગળી જાય ને લોટ નરમ થાય તો તેને આ રીતે જ ભેગો કરીને મોટો લુવો બનાવો

  6. 6

    આરીતે બાંધવો ત્યાર પછી એક ઢોકર્યામાં નમક નાખી ગેસ ઉપર ગરમ કરવા મુકવી તેમાં કાંઠો મૂકી ને ફ્રી હિટ થવા દેવું

  7. 7

    આરીતે મૂકીને ફ્રી હિટ કરવું તે કૂકરમાં પણ કરી શકાય છે ને ઓવનમાં પણ ફ્રી હિટ કરીને 150 ડિગ્રી 15 મી. બેક કરવા

  8. 8

    તેનો મોટો રોટલો વણીને વાટકી થી કટ કરવા

  9. 9

    આરીતે વાટકી થી કે કટર થી કટ કરવા તેને ગ્રીશ કરેલી ડીશમાં મૂકીને કૂકરમાં કે ઓવનમાં બેક કરવા

  10. 10

    જો ગેસ ઉપર બેક કરીયે તો ગેસની ફ્લેમ મીડીયમ રાખવી ને 10 કે 15 મી. મા થઈ જાશે આરીતે કુકીઝ તૈયાર થશે

  11. 11

    તો તૈયાર છે કુકીઝ આ કુકીઝ નાના મોટા સહુને ભાવશે તે ગમે ત્યારે ખાઈ શકાય છે ઘરે આવેલા મહેમાનો ને કે તના બાળકોને આપશો તો તે પણ ખાશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Usha Bhatt
Usha Bhatt @cook_17479854
પર

ટિપ્પણીઓ

Similar Recipes