આમળાનો મુરબ્બો

meeta zinzuwadia
meeta zinzuwadia @cook_19823292

#ફ્રૂટ્સ

આમળાનો મુરબ્બો

#ફ્રૂટ્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. આમળાં નું મુરબ્બો
  2. ૧/૨ કીલો આમળાં (થોડા પાકાં લેવા)
  3. ખાંડ (૧ કપ આમળાં સુધારવા તો ૨૧/૨ કપ ખાંડ લેવી)
  4. ૧/૨ કપ પાણી
  5. તજ લવિંગ નું ભૂકો સ્વાદ અનુસાર
  6. ઈલાયચી પાવડર સ્વાદ અનુસાર
  7. ચપટીકેસર ના તાંતણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રીત:
    પહેલા આમળાં ધોઈ અને કોરા કરવા, પછી સુધારી લો.

  2. 2

    એક મોટા વાસણમાં આમળાં નાખી, ખાંડ નાખી બરાબર હલાવી ને ઢાંકીને રાતભર રહેવા દો.
    બીજા દિવસે સવારે તપેલામાં નાખી

  3. 3

    ૧/૨ કપ પાણી ઉમેરીને બરાબર મિક્ષ કરી ગેસ પર મૂકી ને ધીમે તાપે હલાવતા જવું.

  4. 4

    ૧ તાર ની ચાસણી તૈયાર થાય એટલે ઉતારી તેમાં તજ- લવિંગ, એલચી પાઉડર અને કેસર ઓગળીને નાખીને બરાબર મિક્ષ કરી લો.
    ઠંડુ થવા દો.

  5. 5

    એર ટાઈટ બરણીમાં ભરી લેવું.
    ૩-૪ દીવસ પછી ખાવા માં ઉપયોગમાં લેવો.

  6. 6

    સ્વાદિષ્ટ આમળાં નું મુરબ્બો સ્વાદ માણો.

  7. 7

    ટીપ:
    અગર જો ગેસ પર ન બનાવું હોય તો..
    આમળાં ની છીણ માં ખાંડ ભેળવી દો.
    બીજે દિવસે તડકે મૂકવો.
    તડકામાં ૫-૬ દિવસ મૂકી રાખો.
    મુરબ્બો તૈયાર થઈ જાય પછી તજ-લવિંગ એલચી પાવડર અને કેસર નાખવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
meeta zinzuwadia
meeta zinzuwadia @cook_19823292
પર

ટિપ્પણીઓ

Similar Recipes