મીઠું અજમાવાળી બાફેલી પાપડી

શિયાળામાં દરેક પ્રકારના લીલા શાકભાજી મળે છે અને તેમાંથી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે. શિયાળા દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ઉબાડિયું અને ખેડા જિલ્લા તથા ચરોતરમાં માટલા ઊંધિયું બનાવવામાં આવે છે. અમે ખેડા જિલ્લાનાં ખેડૂત છીએ એટલે માટલા ઊંધિયું તો દર વર્ષે ખેતરમાં બનાવડાવીએ છીએ પણ આ સિવાય ઘરે પણ અવારનવાર ભરેલા દાણાની પાપડી, તુવેર, બટાકાને કૂકરમાં લઈને તેમાં મીઠું, અજમો તથા પાણી ઉમેરીને ૪-૫ વિસલ થાય ત્યાં સુધી બાફીએ છીએ પછી તે ખાઈએ છીએ. તો આજે હું મીઠું તથા અજમો ઉમેરીને બાફેલી પાપડીની રેસિપી પોસ્ટ કરું છું.
મીઠું અજમાવાળી બાફેલી પાપડી
શિયાળામાં દરેક પ્રકારના લીલા શાકભાજી મળે છે અને તેમાંથી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે. શિયાળા દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ઉબાડિયું અને ખેડા જિલ્લા તથા ચરોતરમાં માટલા ઊંધિયું બનાવવામાં આવે છે. અમે ખેડા જિલ્લાનાં ખેડૂત છીએ એટલે માટલા ઊંધિયું તો દર વર્ષે ખેતરમાં બનાવડાવીએ છીએ પણ આ સિવાય ઘરે પણ અવારનવાર ભરેલા દાણાની પાપડી, તુવેર, બટાકાને કૂકરમાં લઈને તેમાં મીઠું, અજમો તથા પાણી ઉમેરીને ૪-૫ વિસલ થાય ત્યાં સુધી બાફીએ છીએ પછી તે ખાઈએ છીએ. તો આજે હું મીઠું તથા અજમો ઉમેરીને બાફેલી પાપડીની રેસિપી પોસ્ટ કરું છું.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાપડીને ધોઈને તેને કૂકરમાં લો તેમાં મીઠું, અજમો તથા જરૂર મુજબ પાણી ઉમેરી બરાબર હલાવીને મિક્સ કરીને કૂકરનું ઢાંકણ બંધ કરો.
- 2
૪-૫ વિસલ થાય ત્યાં સુધી બાફો.
- 3
કૂકરનું પ્રેશર ઓછું થાય પછી કૂકર ખોલીને બાફેલી પાપડીને કાણાવાળા બાઉલમાં કાઢી લો. તેને ફોલીને બાફેલા દાણા ખાઓ. ઘણા લોકો છાલ સાથે પણ ખાતા હોય છે તે પણ સ્વાદિષ્ટ લાગે છે. આજ રીતે તુવેર, પાપડી, નાની સાઈઝનાં બટાકા બધું મિક્સ પણ બાફી શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
માટલા ઊંધિયું (Matla Undhiyu Recipe In Gujarati)
માટલા ઊંધિયું ખરેખર તો ખેતરમાં ઘાસ ના પૂડા માં માટલા માં પાપડી,સક્કરિયા,બટાકા બાફવા માં આવે છે અને તેના ઉપર કોઠા ની ચટણી અને ધાણા લસણ મરચા ની ચટણી નાખી ને ઉપર તલ નું તેલ નાખી ને ખાવા માં આવે છે .પણ મેં ઢોકળા ના કુકર માં બાફી ને બનાવ્યુ છે. Shilpa Shah -
ઊંધિયું (Undhiyu Recipe in Gujarati)
#GA4#week11#Sweet potatoes#post ૩#cookpadgujarati#cookpadindia દોસ્તો શિયાળો આવે એટલે સકરીયા તો ખૂબ જ પ્રમાણમાં સરસ મળતા હોય છે. સકરીયા માંથી તૈયાર થતું આ ઉબાડીયું ( માટલા ઊંધિયુ)હેલ્થ વાઈઝ ખૂબ જ હેલ્ધી છે કારણ કે આમાં બધી જ સામગ્રી સ્ટીમ કરેલી છે અને ટેસ્ટમાં પણ બેસ્ટ છે .આમ તો આ માટલા મા તૈયાર કરવા મા આવે છે.પણ મે BBQ માં બનાવ્યું છે .આવો શીખીએ ચટપટુ અને ખૂબ જ હેલ્ધી એવું ઉબાદિયું એટલે કે માટલા ઊંધિયું. SHah NIpa -
વાલોળ પાપડી તુવેર રીંગણનું શાક
#લીલીઅત્યારે શિયાળામાં લીલોતરી શાકભાજી પુષ્કળ પ્રમાણમાં મળે છે તો દરેકનાં ઘરમાં તેમાંથી વિવિધ પ્રકારનાં શાક બનાવવામાં આવે છે. આજે હું વાલોળ પાપડી, તુવેર તથા રીંગણનું મિક્સ શાકની રેસીપી પોસ્ટ કરું છું જે ખૂબ સ્વાદિષ્ટ બને છે તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
ગુજરાત તેના ખાનપાન માટે ખૂબ જ લોકપ્રિય છે.. ખાવાની વાત આવે કે ફરવાની ત્યારે ગુજરાત અને ગુજરાતી જરૂર થી યાદ આવે.ગુજરાતી વ્યંજન સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે...શિયાળામાં ગુજરાતી ફંકશન હોય અને ઊંધિયું ન હોય એ બને જ નય... ઊંધિયું એક મિક્સ વેજીટેબલ સબ્જી છે... ઊંધિયું સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને સ્વાસ્થ્ય ની રીતે જોઈએ તો ખૂબજ પૌષ્ટિક છે... ઊંધિયું અલગ અલગ રીતે બનાવી શકાય છે... જે મ કે કાઠિયાવાડી ઊંધિયું,સુરતી ઊંધિયું, ડ્રાય ઊંધિયું, માટલા ઊંધિયું,ગ્રેવી વગેરે ...ઊંધિયું એ શિયાળામાં જ બનાવામાં આવે છે કેમ કે દરેક પ્રકારની શાકભાજી શિયાળામાં જ મળતી હોય છે..તો તેને સીઝનલ સબ્જી પણ કહી શકાય.ઉંબાડિયું એટલે માટલા ઊંધિયું જે દક્ષિણ ગુજરાત માં ખુબ જ લોકપ્રિય છે.જે ગ્રીન ચટણીઓ અને શાકભાજી ને માટલા માં ભરીને ઉપર થી ફાયર કરીને બનાવવામાં આવે છે.તેમાં માટલા ના બેઝમાં કલાર અને કમ્બોઈ નામ ની વનસ્પતિ નો ઉપયોગ કરવામાં આવે છે.ઉંબાડિયું સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને સ્પાઈસી હોય છે...ઊંધિયું નાના મોટા સૌને ભાવે તેવી સબ્જી છે તો ચાલો તેને બનાવવાની રીત જોઈ લઈશું... Nirali Prajapati -
ઉંધીયુ-પુરી(સંક્રાંતિ સ્પેશિયલ)
#સંક્રાંતિ ઊંધિયું-પૂરી સ્પેશ્યલ ઉતરાયણના દિવસે ખાવામાં આવે છે અને ખાવામાં પણ ખુબ જ સરસ લાગે છે. Kala Ramoliya -
પાપડી ચાટૅ (કણકી ની પાપડી)
#એનિવર્સરી#week2#સ્ટૉટરકૂક ફોર ફુકપેડ મા ચોખા (કણકી)ના લોટ ની પાપડી નો ચાટૅ કરીયો છે. ગુજરાતી લોકો પાપડી વધારે ખાય છે. અને અવ્યારે તો પાપડી બનાવાની સેઝન છે. જે આખુ વષૅ વપરાય છે. પાપડી ચાટૅ એટલે મસાલા પાપડ જેવુ જ કહેવાય.તો આજે આપણે પાપડી ચાટૅ બનાવીએ. Kinjal Shah -
વઘારેલા મમરા
આપણે કોરા નાસ્તામાં વઘારેલા મમરા કે સેવ મમરા ખાતા હોઈએ છીએ. આ સિવાય ભેળપુરી, ચટપટી, ચીક્કી જેવી વાનગીઓ મમરામાંથી બનાવીએ છીએ. ગુજરાત સિવાય બાકીનાં પ્રદેશમાં તે અલગ-અલગ નામથી ઓલખાય છે જેમકે મુરમુરે, મુરી, મૂઢી અને મુરાઈ. તેને englishમાં puffed rice કહેવાય છે. બાંગ્લાદેશ અને નેપાળમાં મમરાનો ઉપયોગ સ્ટ્રીટફૂડ તરીકે થાય છે. જ્યારે ગુજરાત તથા મુંબઈમાં પણ તેને ભેળ રૂપે પીરસવામાં આવે છે. તો આજે આપણે વઘારેલા મમરાની રેસિપી જાણીશું. Nigam Thakkar Recipes -
ફણગાવેલા મઠનું શાક
#કઠોળઆપણે રોજબરોજની રસોઈમાં કઠોળનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આજે હું મઠ થી બનતી રેસીપી પોસ્ટ કરું છું. મઠ એ એક જાણીતું કઠોળ છે. તેમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, કાર્બોહાઈડ્રેટ તથા વિટામિન સારા પ્રમાણમાં હોય છે. હિંદીમાં તેને મોઠ અને અંગ્રેજીમાં મોઠ બીન્સ તથા મરાઠીમાં મટકી તરીકે ઓળખાય છે. મહારાષ્ટ્રીયન રસોઈમાં તે ખૂબ જ પ્રચલિત છે. તેઓ ફણગાવેલા મઠનું મિસળ બનાવે છે. ગુજરાતમાં દિવાળીનાં સમયે મઠનાં લોટમાંથી મઠીયા બનાવવામાં આવે છે. Nigam Thakkar Recipes -
બાફેલી મકાઈ (Bafeli Makai Recipe In Gujarati)
મકાનની ઘણી બધી વાનગી બને છે પણ ફટાફટ અને એકદમ સરળ રીતે બાફેલી મકાઈ સ્વાદિષ્ટ લાગે છે. Pinky bhuptani -
મૂળા ભાજીનાં મૂઠિયાં
#શિયાળાઆપણા બધાનાં ઘરમાં શિયાળામાં વિવિધ પ્રકારની ભાજીમાંથી વાનગીઓ બનાવવામાં આવે છે. શિયાળામાં મૂળા તથા મૂળાની ભાજીમાંથી પરોઠા, શાક, કઢી, સલાડ વગેરે બનાવવામાં આવે છે. મૂળાનું સેવન સ્વાસ્થ્ય માટે ગુણકારી છે તો આજે આપણે મૂળા ભાજીમાંથી એક ટ્રેડિશનલ ગુજરાતી વાનગી બનાવીશું જે ખૂબ જ પૌષ્ટિક તથા સ્વાદિષ્ટ બને છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
પાપડી ગાંઠીયા (Papdi Gathiya Recipe In Gujarati)
#goldenapron3#week૧૮ફ્રેન્ડસ , પાપડી ગાંઠીયા ગુજરાત નું ટ્રેડિશનલ ફરસાણ છે . એકદમ હળવી અને મોંમાં માં મુકતા જ પીગડી જાય એવી આ પાપડી માં મેં સોડા નો યુઝ નથી કરેલ કારણ કે પાપડી પતલી હોય અને મોણ થી જ સોફ્ટ થઈ જાય છે પરંતુ ઘણા લોકો તેમાં સહેજ સોડા ઉમેરતાં હોય છે. તો ફ્રેન્ડ્સ રેસિપી નીચે મુજબ છે😍 asharamparia -
ફરાળી સૂરણનું શાક
#માસ્ટરક્લાસસૂરણ એ એક કંદમૂળ છે. જેનો ઉપયોગ આપણે ફરાળમાં કરતા હોઈએ છીએ. બધા કંદમૂળમાં સૂરણ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. હરસ-મસાની જે લોકો પીડાતા હોય તેના માટે સૂરણનું સેવન ઉત્તમ છે, તેથી સંસ્કૃતમાં તેને 'અર્શોધ્ન" કહે છે. ગુજરાતમાં સુરત તથા તેની આજુબાજુનાં વિસ્તારમાં સૂરણની ખેતી સારી થાય છે. સૂરણનાં ટુકડા બાફી ઘીમાં તળીને ખાવાથી હરસ-મસા મટે છે, તથા પ્રસૂતિ બાદ પણ મહિલાઓ આ રીતે સૂરણનું સેવન કરે તો ખૂબ જ ગુણકારી છે. Nigam Thakkar Recipes -
પાપડી નું શાક (Papdi Shak Recipe In Gujarati)
#WK4Winter challenge. પાપડી વાલો ચોમાસામાં જ મળે છે તેનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ માટે જરૂરી છે પાપડી આમ તો વાયડી પડે જમવામાં પણ તેને અજમો અને હિંગ થી વધારીએ તો તે આપણને પચવામાં ભારે પડતી નથી અને સરળતાથી પચી જાય છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
લચ્છા પરાઠા
#માઇઇબુક #સુપરશેફ 2 🤤😋Post 4 લચ્છા પરાઠા સામાન્ય રીતે મેંદાના લોટમાંથી બનાવવામાં આવે છે.પરંતુ અહીં ઘઉંના લોટનો ઉપયોગ કરીને તેને વધારે હેલ્ધી બનાવ્યા છે .તથા અજમો, જીરું અને તલ ઉમેરી ને તેને ગુજરાતી ટચ આપ્યો છે. મારા ઘરના બધા જ સભ્યોની પ્રિય વાનગી છે. તમે પણ એકવાર ટ્રાય કરજો. VAISHALI KHAKHRIYA. -
ઊંધિયું
#માઈલંચગુજરાતી હોય એટલે તેના ઘરમાં ઊંધિયું તો બનતું જ હોય છે ગુજરાતની ઓળખ ઊંધિયું , ખમણ ઢોકળા અને ગુજરાતી ડીશ થી ઓળખાય છે અમારા ઘરમાં બધાને ફેવરીટ ઊંધિયું છે તો ચાલો ચટાકેદાર ઉંધીયુ બનાવવાની શરૂઆત કરીએ . Mayuri Unadkat -
સુરતી ઊંધિયું (Surti undhiyu recipe in Gujarati)
ઊંધિયું ગુજરાત રાજ્યની ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત વાનગી છે જે શિયાળા દરમિયાન બનાવવામાં આવે છે. અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ પ્રકારનું ઊંધિયું બનાવવામાં આવે છે. મને ખાસ કરીને સુરતી ઊંધિયું ખૂબ જ પસંદ છે કેમકે એ સ્પાઈસી અને સ્વીટ હોય છે. સુરતી ઉંધીયુ બનાવવા માટે સુરતી પાપડી, નાના રીંગણ, કેળા, બટાકા, શક્કરીયા અને રતાળુ નો ઉપયોગ કરવામાં આવે છે. લીલો મસાલો નાળિયેર, લીલા ધાણા અને લીલુ લસણ ઉમેરીને બનાવવામાં આવે છે. તાજી મેથી માંથી બનાવવામાં આવતા મુઠીયા આ ડિશ ને ખુબ જ સરસ સુગંધ અને સ્વાદ આપે છે. આ સ્વાદિષ્ટ ડિશ ફક્ત શિયાળા દરમિયાન જ બનાવવામાં આવે છે. સુરતી ઉંધીયુ પૂરી સાથે સર્વ કરવામાં આવે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
પાપડી નો લોટ(Papdi no lot recipe in Gujarati)
#GA4#WEEK8#Steamedહેલો ફ્રેન્ડ્સ કેમ છો.....મજામાં હશો બધા......આજે હું અહીંયા પાપડી ના લોટ ની રેસીપી લઈને આવી છું. રેગ્યુલર છે આપણે પાપડી ના લોટ નુ ખીચુ કરીએ છીએ તેના કરતાં થોડું અલગ છે. જ્યારે આપણે ખિચિયા પાપડી બનાવીએ છે, ત્યારે અહીંયા અમારે ત્યાં સાઉથ ગુજરાતમાં જે રીતે પાપડીનો લોટ તૈયાર કરવામાં આવે છે એ હું તમને બતાવી રહી છું.આશા છે તમને બધાને ગમશે...... Dhruti Ankur Naik -
માટલા ઊંધિયું (Matla Undhiyu Recipe In Gujarati)
ઊંધિયું , સુરતી ઊંધિયું , ગ્રીન ઉંધીયું આવા જુદી જુદી જાતના ઊંધિયા મળે છે અથવા આપણે બનાવીએ છીએ આજે આપણે માટલા ઊંધિયું બનાવશું. આ માટલા ઊંધિયું કાઠિયાવાડમાં બહુ ફેમસ છે. માટલા ઊંધિયું માટીના વાસણમાં અથવા તો માટલામાં બનાવવામાં આવે છે. માટલા ની આજુબાજુ તાપ કરી અંદર શાકભાજી બાફવા માં આપવામાં આવે છે. સિટી માં શક્ય ન હોવાથી માટીના વાસણ ગેસ ગેસ ઉપર રાખી બનાવી શકાય છે. Pinky bhuptani -
પાપડી પાવ ગાંઠિયા
#ATW1#TheChefStory આ ભાવનગર નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.જે મારા ઘર માં બધા નું પ્રિય છે.ભાવનગર ગાંઠિયા માટે તો છે જ જાણીતું.અહીંયા અલગ અલગ ઘણા પ્રકાર ના ગાંઠિયા મળે છે તેમાં આ તો જાડા અને તીખા ગાંઠિયા જે સ્પેશિયલ પાવ ગાંઠિયા માટે જ હોય છે.આ ડીશ માં ઘણીવાર પાપડી ગાંઠીયા નો પણ ઉપયોગ કરવામાં આવે છે. Vaishali Vora -
પાત્રા
#ટ્રેડિશનલપાત્રા એ એક ગુજરાતી ફરસાણ છે. જે દરેક ગુજરાતીનું ફેવરિટ છે. તે અળવીનાં પાન પર બેસનનું મિશ્રણ લગાવીને સ્ટીમ કરીને બનાવવામાં આવે છે. ત્યારબાદ તેને વઘારીને સર્વ કરવામાં આવે છે. ગુજરાતમાં ચરોતરનાં પાત્રા ખૂબ વખણાય છે તથા બારડોલીનાં તળેલા પાત્રા ખૂબ પ્રસિદ્ધ છે, તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
🍃બાફેલી ચોળી નું શાક 😋
#શાક🌷 મિત્રો આપણે લીલી ચોળી નું શાક કુકરમાં કે છુટ્ટું વઘારતા હોય છીએ.. આજે હું તમને બાફેલી ચોળી નું શાક બનાવવાની રીત જણાવીશ..આ શાક ખુબ જ ટેસ્ટી લાગે છે 😋 Krupali Kharchariya -
પાપડી રીંગણ નું શાક (Papdi Ringan Shak Recipe In Gujarati)
#WK4#વિન્ટર કિચન ચેલેન્જ-૪વાલોળ પાપડી નું શાક બાજરીનાં રોટલા સાથે ખૂબ સરસ લાગે. શિયાળામાં રીંગણ પણ સરસ આવે તો આજે વાલોળ પાપડીનું રીંગણ-બટાકા-ટામેટા વાળુ લીલા લસણનાં વઘાર સાથે તીખું-મીઠું શાક બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
પાપડી ઢોકળી નું શાક (Papdi Dhokli Shak Recipe In Gujarati)
#WK4 વિન્ટર કિચન ચેલેન્જ પાપડી નું શાક શિયાળામાં તાજી લીલી પાપડી બજાર માં ખુબ પ્રમાણ માં આવે છે. મારે ત્યાં ઊંધિયું બનાવ્યા પછી પાપડી અને મેથી વધી હતી. પાપડી અને મેથી નો ઉપયોગ કરીને પાપડી ઢોકળી નું શાક બનાવ્યું. સાંજે હળવા ભોજન માં ઢોકળી સાથે બીજી કોઈ વસ્તુ ની જરૂર નથી રહેતી. ડિનર માં પાપડી ઢોકળી ખાધા પછી કોઈ હેવી ડેઝર્ટ બનાવેલું ખાઈ લો. તો ઓછી મહેનતે, ઓછા ખર્ચે, વધેલી સામગ્રી નો ઉપયોગ પણ થઈ જાય અને બધાને મઝા પણ આવે. Dipika Bhalla -
ખીચીયા પાપડી ચાટ
#goldenapron3 #week૧૩ #પઝલ_વર્ડ #ચાટ.#રોજ જમવામાં પાપડી કે પાપડ હોય સાથે સલાડ પણ બનાવવામાં આવે છે એટલે આ બંનેને અલગ અલગ ખાવા કરતા કોમ્બિનેશન કરો એટલે #ચાટ. Urmi Desai -
ગુજરાતી કઢી - મગની છૂટી દાળ
#દાળકઢીકઢી એ દહીં કે છાશમાં બેસન ઉમેરીને બનાવવામાં આવતી તરલ વાનગી છે. કઢીની સાથે ભાત તથા ખીચડી પીરસવામાં આવે છે. સંપૂર્ણ ભારતમાં વિવિધ પ્રાંતમાં વિવિધ રીતે કઢી બનાવવામાં આવે છે. તેમાં પણ ગુજરાતી કઢી જે સ્વાદમાં ખાટી મીઠી હોય છે તે બધાની ખૂબ પ્રિય હોય છે અને દરેક ગુજરાતીનાં ઘરમાં બનતી હોય છે. મારા ઘરમાં જ્યારે પણ કઢી-ભાત બને ત્યારે તેની સાથે મગની કે તુવેરની છૂટી દાળ અવશ્ય બને છે. છૂટી દાળ, ભાત અને કઢી ચોળીને ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. તો આજે મારા ઘરની રીત પ્રમાણે બનતી ગુજરાતી કઢી અને મગની છૂટી દાળ બંનેની કોમ્બો રેસીપી પોસ્ટ કરું છું. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
નાયલોન પાપડી (nylon papdi recipe in Gujarati)
#goldenapron3 #week18#besaનાયલોન પાપડી ગાંઠીયા એ સૌથી વધારે લોકપ્રિય ગણાતો નાસ્તો છે.એમાં પણ જો ઘર માજ બહાર કરતા પણ ટેસ્ટી પાપડી બને તો તો મજા જ આવી જાય. આ પરફેક્ટ માપ ની સાથે તમે પાપડી બનાવશો તો બગડવા નો ચાન્સ રેહતો નથી. Vishwa Shah -
સ્ટફ્ડ સેવ ટામેટાનું શાક
#૨૦૧૯અત્યારે શિયાળામાં ટામેટાં એકદમ ફ્રેશ તથા સસ્તા મળે છે. આપણા બધાનાં ઘરમાં ટામેટાનો સૂપ તથા સલાડ તરીકે તેનો ઉપયોગ કરીએ છીએ. શિયાળામાં વિવિધ પ્રકારનાં ભરેલા શાક તો આપણે બનાવતા જ હોઈએ છીએ તો આજે હું સેવ ટામેટાનાં શાકને નવી જ રીતે પ્રસ્તુત કરીશ. જે રેગ્યુલર શાક કરતા દેખાવમાં તો અલગ છે પરંતુ સ્વાદમાં પણ લાજવાબ બને છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#USગુજરાત માં મકરસંક્રાતિ માં ઊંધિયું વધારે ખાવા માં આવે છે Bhavini Naik -
મગ બાજરીની ખીચડી
#શિયાળાશિયાળો આવતા જ આપણા ભોજનનાં વ્યંજનોમાં ફેરફાર આવી જાય છે. આપણે શરીરને યોગ્ય ગરમી પૂરી પાડવા માટે જુદા-જુદા પ્રકારનાં ભોજન કરીએ છીએ. રેગ્યુલરમાં તો દરેકનાં ઘરમાં ઘઉંની રોટલી-ભાખરી બનતી હોય છે પરંતુ શિયાળામાં બાજરી, જુવાર, મકાઈ જેવા અનાજથી બનતી વાનગીનું સેવન કરવું જોઈએ. બાજરીમાં કેલ્શિયમ સારા પ્રમાણમાં હોવાથી શિયાળામાં થતા સાંધાનાં દુઃખાવામાં રાહત આપે છે. તેમાં ટ્રાયપ્ટોફેન એમિનો એસિડ રહેલું છે જેના કારણે તેના સેવનથી પેટ ભરેલું લાગે છે અને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. શિયાળામાં ભૂખ વધુ લાગે અને વધુ ખાવાથી ઘણી વાર વજન પણ વધી જતું હોય છે પણ બાજરીનાં સેવનથી વજન નિયંત્રણમાં લાવી શકાય છે. તેમાં ભરપૂર પ્રમાણમાં ડાયટ્રી ફાઈબર હોય છે જે પાચન માટે લાભદાયક છે તથા તેનાથી કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે અને હૃદયરોગથી બચી શકાય છે. તેમાં સારા પ્રમાણમાં આયરન હોવાથી લોહીની ઉણપ પણ દૂર થાય છે તથા હાઈ બ્લડ પ્રેશર અને અસ્થમા જેવા રોગો માટે પણ લાભકારી છે. તેવી જ રીતે મગમાં પણ સારા પ્રમાણમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ અને ફોસ્ફરસ હોય છે. ડાયેટ કરતા લોકો માટે મગનું સેવન ખૂબ ફાયદાકારક છે. તેમાં પ્રોટીન સારા પ્રમાણમાં રહેલું હોવાથી મસલ્સ મજબૂત થાય છે તેમાં પણ કોલેસ્ટ્રોલની માત્રા ઓછી હોવાથી હૃદય રોગથી બચી શકાય છે તથા તેના સેવનથી લીવરના તથા કેન્સર જેવા રોગથી બચી શકાય છે. તો આજે આપણે મગ તથા બાજરીથી બનતી પૌષ્ટિક તથા સ્વાદિષ્ટ ખીચડી બનાવીશું. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
બાફેલા શિંગોડા
#શિયાળાશિંગોડા જેને હિંદી ભાષામાં સિંઘાડ઼ા અને સંસ્કૃત ભાષામાં શ્રૃંગાટક કહેવામાં આવે છે. શિંગોડા પાણીમાં ઊગતી વનસ્પતિનું એક ત્રિકોણ આકાર ધરાવતું ફળ છે. આ વનસ્પતિનો છોડ પાણીમાં તરતો રહેતો હોય છે અને ફળ પાણીમાં ડુબેલા રહેતા તેના મૂળ પર લાગે છે. આ ફળના શીર્ષના ભાગ પર શિંગડાની જેમ બે કાંટા હોય છે, જેના કારણે તેને શિંગોડા કહેવામાં આવે છે. ચીની ખોરાક માટે આ ફળ એક અભિન્ન અંગ ગણાય છે. આ ફળને છોલીને તેના ગરને સુકવી અને ત્યારબાદ દળીને લોટ બનાવવામાં આવે છે. આ લોટમાંથી બનાવવામાં આવેલી ખાદ્ય વસ્તુઓનું ભારત દેશમાં લોકો શીરો બનાવી વ્રત ઉપવાસ સમયે સેવન કરે છે, કારણ કે તેને એક અનાજ નહીં પરંતુ એક ફળ તરીકે માનવામાં આવે છે. આ ઉપરાંત ભારતમાં શિંગોડાના ફળને લીલાં હોય ત્યારે એટલે કે તાજાં તોડેલાં હોય ત્યારે બાફીને પણ ખાવામાં આવે છે. બજારમાં વેચાણ માટે મુકવામાં આવતાં શિંગોડાંના ફળના બાહ્ય આવરણને કાળા રંગ વડે રંગી તેની સજાવટ કરવામાં આવે છે. શિંગોડાનાં સેવનની વાળ સફેદ થવા, ખરવા અને ગ્રોથ ઓછો થવો જેવી સમસ્યાઓનું સમાધાન આવે છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ અને વિટામિન ઈ રહેલું હોવાથી તે શરીરનાં કોષોની રક્ષા કરવામાં મદદ કરે છે અને ત્વચાને વધુ મુલાયમ બનાવે છે. તેમાં રહેલા પોષકતત્વો શરીરનાં હોર્મોન્સનું બેલેન્સ જાળવી રાખવામાં મદદરૂપ છે. તેમાં રહેલું વિટામિન બી ન્યૂરોટ્રન્સમીટરનું ઉત્પાદન કરે છે જેના કારણે ઊંઘ સારી આવે છે. મેદસ્વીતાથી પરેશાન હોય તથા ડાયાબિટીસ હોય તેવા લોકો માટે આ પરફેક્ટ નાસ્તો છે. તેના સેવનથી કોલસ્ટ્રોલની માત્રા ખૂબ ઓછી થાય છે અને ગ્લુટેનફ્રી છે. તો આજે આપણે શિયાળામાં મળતી પાણીની બદામ એટલે કે શિંગોડાને બાફીને ખાઈશું. Nigam Thakkar Recipes
More Recipes
ટિપ્પણીઓ