રાજગરા મઠડી

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#ઇબુક૧
#૪૫
મઠડી, મીઠી કે નમકીન ,સૌને પસંદ આવે છે. આજે મેં રાજગરા ના લોટ થી ફરાળી મઠડી બનાવી છે.

રાજગરા મઠડી

#ઇબુક૧
#૪૫
મઠડી, મીઠી કે નમકીન ,સૌને પસંદ આવે છે. આજે મેં રાજગરા ના લોટ થી ફરાળી મઠડી બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. 2કપ રાજગરા નો લોટ
  2. 1/2કપ દૂધ (આશરે)
  3. 1ચમચો દહીં
  4. 1-2ચમચા ઘી
  5. તળવા માટે ઘી
  6. સજાવટ માટે:
  7. 2ચમચી એલચી પાવડર
  8. 5-6પિસ્તા ની કતરણ
  9. ચાસણી માટે:
  10. 1કપ ખાંડ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ઘી અને લોટ હલકા હાથે ભેળવી લો. થોડું થોડું દૂધ ઉમેરી કડક લોટ બાંધતા જાઓ. નરમ ના થઇ જાય એનો ખ્યાલ રાખવો. હવે દહીં ઉમેરી ફરી મસળો. મધ્યમ કડક લોટ તૈયાર કરો.

  2. 2

    રાજગરો ગ્લુટેન ફ્રી હોવાથી વણવા માં થોડી તકલીફ થાય. વણી અને કુકી કટર થી એકસરખા, અને સચોટ ગોળ કાપી શકાય.

  3. 3

    વણી અને ટૂથ પિક થી કાણા કરવા જેથી ફુલે નહીં.

  4. 4

    હવે ઘી ગરમ કરી ધીમી આંચ પર મઠડી ને તળવી.

  5. 5

    સાથે સાથે ખાંડ ડૂબે એટલું પાણી નાખી ચાસણી થવા મુકો. ચાસણી 2 તારી કરવી.

  6. 6

    હવે તળેલી મઠડી ને ચાસણી માં ડુબાડી પ્લેટ માં કાઢી લેવી અને ઉપયોગ માં લેવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
વાહ, દીપાબેન ખૂબ સરસ, આમાં દૂધ અને દહીં બંને ઉમેરવું જરૂરી છે?

Similar Recipes