વેજ. ચીઝ ફ્રેન્કી (Veg Cheese Frankie recipe in Gujarati)

Krishna Kholiya
Krishna Kholiya @krishna26
Navsari

#KS6
સાંજ ના ડીનર માટે મેં ફ્રેન્કી બનાવી છે. મારા બાબા ને ભાવે એ રીતે મેં ફ્રેકી બનાવી છે.તો તમે પણ બનાવો આ ચિઝી વેજ. ફ્રેન્કી..

વેજ. ચીઝ ફ્રેન્કી (Veg Cheese Frankie recipe in Gujarati)

#KS6
સાંજ ના ડીનર માટે મેં ફ્રેન્કી બનાવી છે. મારા બાબા ને ભાવે એ રીતે મેં ફ્રેકી બનાવી છે.તો તમે પણ બનાવો આ ચિઝી વેજ. ફ્રેન્કી..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
2 લોકો
  1. 500 ગ્રામબાફેલા બટાકા નો માવો
  2. 1-ચમચી આદુ મરચા ની પેસ્ટ
  3. 1/4 ચમચીહળદર
  4. મીઠું સ્વાદનુસાર
  5. 2 ચમચીતેલ
  6. તેલ જરુર મુજબ
  7. 300 ગ્રામમેંદોઅને 100ગ્રામ ઘઉં નો લોટ
  8. 3 ચમચીદહીં લોટ બાંધવા
  9. 3 ચમચીફ્રેન્કી મસાલો
  10. 3કાંદા લાંબા કટ કરેલા
  11. 1મરચા લાબું કટ કરેલ
  12. 1/2કોબી લાંબી કટ કરેલ
  13. 1 નાની વાટકીકેટચપ
  14. 3ક્યુબ ચીઝ ક્યુબ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    બટાકા બાફીને છીણી ને તેમાંઆદુ મરચાં(તેલ માં સાંતળી ને નાંખો) લસણ ની પેસ્ટ,મીઠું,કોથમીર,હળદર નાખીને માવો બનાવો.કાંદા,કોબી,કેપ્સિકમ ને લાંબા સમારવા.

  2. 2

    મેંદા,અને ઘઉં ના લોટ માં મીઠું,તેલ,દહીં નાખી લોટ બાંધો. અને અર્ધો કલાક માટે રેસ્ટ આપી રહેવા દો.

  3. 3

    આ માંથી લાંબા શેપ માં ટીકી બનાવી. અને નોનસ્ટિક તવા પર ગોલ્ડન રંગ ની સેકો.

  4. 4

    લોટ ને બરાબર મસળી ને લુઆ કરો. અને રોટલી વણી ને તવી પર કાચી સેકી લો.

  5. 5

    રોટલી બની જાય પછી રોટલી પર કેચપ લગાવો.અને ટીકી મૂકી તેના પર કાંદા,કોબી,કેપ્સિકમ કટ કરેલા નાખો. અને એના પર ફ્રેન્કી મસાલો નાખો. પછી ચીઝ છીણી ને નાખો.પછી

  6. 6

    રોટલી ને ગોળ ફોલ્ડ કરો. અને તવી પર તેલ મૂકી ને ધીમા તાપે સેકો.

  7. 7

    તો મસ્ત ચિઝી ફ્રેન્કી તૈયાર છે.. કેચપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Kholiya
Krishna Kholiya @krishna26
પર
Navsari

ટિપ્પણીઓ

Similar Recipes