પાલક-પનીર અને પરાઠા

Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani

#એનિવર્સરી
#વીક3
#મૈંન કોર્સ

પાલક-પનીર અને પરાઠા

2 કમેન્ટ્સ કરેલ છે

#એનિવર્સરી
#વીક3
#મૈંન કોર્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2જૂડી પાલક
  2. પા ચમચી ખાંડ
  3. 3-4ટમેટા
  4. 3ડુંગળી
  5. 2 ચમચીઆદુ-લસણ -મરચા ની પેસ્ટ
  6. 50 ગ્રામછીણેલું પનીર
  7. 1 ચમચીલાલ મરચું પાવડર
  8. 1/2 ચમચીહળદર
  9. સ્વાદ મુજબ મીઠું
  10. 2 ચમચીકિચન કિંગ (પંજાબી) મસાલો
  11. વઘાર માટે..
  12. 2ચમચા તેલ
  13. પા ચમચી હિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પાલક ને ધોઈ ઝીણી સમારી લેવી.

  2. 2

    ત્યારબાદ એક પેન માં બે ગ્લાસ પાણી લઈ તેમાં પાલક અને ખાંડ નાખી બાફી લો.

  3. 3

    પાલક બફાય ગયા બાદ તેને ચારણી માં નાખી બધું પાણી નિતારી લેવું.અને થોડું ઠરે એટલે મિક્સરમાં નાખી પેસ્ટ બનાવી લેવી.

  4. 4

    હવે ટમેટા ડુંગળી ની મિક્સરમાં પેસ્ટ બનાવી લો.

  5. 5

    હવે એક પેન માં વઘાર માટે તેલ ગરમ મુકો. તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ નો વઘાર કરી આદુ-લસણ- મરચા ની પેસ્ટ નાખી સહેજ હલાવી ટમેટા ડુંગળી ની પેસ્ટ નાખી તેને બે - ત્રણ મિનિટ ધીમા તાપે સાંતળો.

  6. 6

    ત્યારબાદ તેમાં મરચું પાવડર, હળદર, મીઠું નાખી મિક્સ કરી લો.

  7. 7

    હવે તેમાં છીણેલું પનીર નાખી મિક્સ કરી પાલક ની પેસ્ટ નાખી 2-3 મિનિટ ધીમા તાપે થવા દો.ત્યારબાદ તેમાં કિચન- કિંગ મસાલો નાખી મિક્સ કરી બે મિનિટ ચડવા દો.અને પછી ગેસ બંધ કરી દો.

  8. 8

    તો તૈયાર છે આપણું ટેસ્ટી પાલક - પનીર.

  9. 9

    આ શાક ને મેં પરોઠા ડુંગળી-ટમેટા ની સ્લાઇસ, પાપડ અને છાસ સાથે સર્વ કર્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani
પર

Similar Recipes