પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati)

Hemaxi Buch
Hemaxi Buch @cook_26237290
Jamnagar

#Trend 4
#Week4

#Mycookpadrecipe 14
રસોઈ નો શોખ ખરો એટલે વાંચી, ઇન્ટરનેટ અને ભાભી લગભગ જાતે બધું બનાવે એટલે એમની પાસે થી શીખી ને પહેલે ( નાની હતી ત્યારે થી) જ આમ જ બનાવું છું. અને મને ગમે છે રસોઈ એટલે આનંદ કરું છું બનાવતા

પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati)

#Trend 4
#Week4

#Mycookpadrecipe 14
રસોઈ નો શોખ ખરો એટલે વાંચી, ઇન્ટરનેટ અને ભાભી લગભગ જાતે બધું બનાવે એટલે એમની પાસે થી શીખી ને પહેલે ( નાની હતી ત્યારે થી) જ આમ જ બનાવું છું. અને મને ગમે છે રસોઈ એટલે આનંદ કરું છું બનાવતા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૩ વ્યક્તિ માટે
  1. પૂળીયુ પાલક બાફેલી
  2. ૩ નંગમધ્યમ આકારના ટામેટા
  3. ૩ નંગમોટી ડુંગળી
  4. ૩ ચમચીમિક્સ આદુ મરચા લસણ ની પેસ્ટ
  5. ૨ ચમચીપંજાબી ગરમ મસાલો
  6. /૨ ચમચી હળદર
  7. ૧/૨ ચમચીહિંગ
  8. ૧/૨ ચમચીલાલ મરચુ પાવડર
  9. ૧/૨ ચમચીધાણજીરૂ પાવડર
  10. ૧/૨ નંગલીંબુ નો રસ
  11. તેલ ઘી વઘાર માટે
  12. ૨ ચમચીક્રીમ
  13. ૧ ચમચીકસુરી મેથી
  14. ૧૦૦ ગ્રામ પનીર
  15. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    બાફેલી પાલક ને મિક્સર મા ક્રશ કરી પ્યુરી બનાવી લેવાની

  2. 2

    ટામેટા અને ડુંગળી ની અલગ અલગ સુધારી અલગ અલગ પ્યુરી બનાવી લેવાની

  3. 3

    એક કઢાઈ લઈ એમાં તેલ અને જરા ઘી એમ વઘાર મૂકવો. એમાં ડુંગળી, આદુ મરચા અને લસણની પેસ્ટ સાંતળવા મૂકવી.

  4. 4

    એ વઘાર માં જ હિંગ અને થોડું મીઠું નાખી દેવું એટલે જલ્દી પાકે

  5. 5

    રંગ બદલે એટલે ટામેટા ની પ્યુરી નાખી દેવી સાથે બાકી ના મસાલા જેવા હળદર, મરચું અને ધાણાજીરૂ પાઉડર કસુરી મેથી નાખવા. ખૂબ પાકવા દેવું.

  6. 6

    પાકી જાય અને થોડું તેલ છૂટે એવું લાગે એટલે એમાં પાલક ની પ્યુરી, મીઠું, પંજાબી મસાલા બધું નાખી ફરી શાક ને પાકવા દેવું.

  7. 7

    બીજી બાજુ એક નાની કડાઈ મા ગરમ પાણી કરી એમાં પાણી કરી એમાં પનીર ના ચોરસ ટુકડા કરી નાખવા થોડી વાર માં પોચા થઈ જશે

  8. 8

    એ પોચા પનીર ના ટુકડા શાક માં નાખી દેવા. આ વખતે મે પનીર ને તળ્યું નથી. તળી એ ટુકડા ગરમ પાણી પછી ઠંડા પાણી માં નાખી ને પછી શાક માં નાખવાના. એમ પણ સારું લાગે છે.

  9. 9

    તેલ છૂટવા લાગે એટલે ગેસ બંધ કરી ક્રીમ નાખી અને સર્વ કરવું

  10. 10

    આ શાક જીરા રાઈસ કે પરોઠા સાથે સર્વ કરી શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hemaxi Buch
Hemaxi Buch @cook_26237290
પર
Jamnagar

ટિપ્પણીઓ

Similar Recipes