તીખા મસાલા ઘૂઘરા

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳

#તીખી
મિત્રો ગળ્યા ઘૂઘરા તહેવારો માં બનતા હોય છે અને આલુ મટર જેવા ઘટકો વાપરીને પણ બનતા હોય છે પરંતુ મેં સૂકા મસાલા વાપરી તીખા ચટપટા ઘૂઘરા બનાવ્યા છે આપ સૌની સમક્ષ રજુ કરતા આનંદ ની લાગણી અનુભવું છું...નાસ્તા તરીકે અને સાઈડમાં ફરસાણ તરીકે ખૂબ સરસ લાગે છે....👍

તીખા મસાલા ઘૂઘરા

#તીખી
મિત્રો ગળ્યા ઘૂઘરા તહેવારો માં બનતા હોય છે અને આલુ મટર જેવા ઘટકો વાપરીને પણ બનતા હોય છે પરંતુ મેં સૂકા મસાલા વાપરી તીખા ચટપટા ઘૂઘરા બનાવ્યા છે આપ સૌની સમક્ષ રજુ કરતા આનંદ ની લાગણી અનુભવું છું...નાસ્તા તરીકે અને સાઈડમાં ફરસાણ તરીકે ખૂબ સરસ લાગે છે....👍

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1બાઉલ મેંદો
  2. 2મોટા ચમચા ઘી મોણ માટે
  3. 1/2 ચમચીહળદર
  4. મીઠું સ્વાદ મુજબ
  5. પુરણ માટે:-
  6. 1નાની વાટકી શીંગ દાણા (કાચા જ)
  7. 1નાની વાટકી દાળિયા
  8. 1/2વાટી સુકુ કોપરું
  9. 1ચમચો તલ
  10. 1 ચમચીમરી પાવડર
  11. 1 ચમચીલાલમરચુ પાવડર
  12. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  13. 1-1 ચમચીઆમચૂર પાવડર,જીરું પાવડર અને હળદર
  14. મીઠું સ્વાદ મુજબ
  15. તેલ સાંતળવા અને તળવા માટે

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મેંદામાં ઘી નું મોણ અને હળદર મીઠું નાખીને પરોઠા જેવી કણક બાંધી 20 મિનિટ રેસ્ટ આપવો...

  2. 2

    ત્યાર બાદ શીંગ,દાળિયા, કોપરું,તલ વિ. અધકચરા ક્રશ કરી એક પેન માં 4 થી 5 ચમચી તેલ મૂકી પહેલા આદુમરચા ની પેસ્ટ અને પછી બાકીનું બધું 2 મિનિટ માટે સાંતળી સૂકા મસાલા મિક્સ કરીને ઠંડુ થવા દેવું.

  3. 3

    હવે બાંધેલી કણક ને મસળી તેમાંથી નાની પુરી વણી 1 - 1 ચમચી જેટલું પુરણ ભરી ઘૂઘરા વાળીને કલાત્મક કાંગરી પાડવી....

  4. 4

    ઘૂઘરા પર એક મલમલ નું કપડું ઢાંકી દેવું....બધા ઘૂઘરા વળાઇ જાય પછી એક પેનમાં તેલ ગરમ કરી ધીમા તાપે એકવાર તળીને કાઢી લેવા પછી વધારે ક્રિસ્પી કરવા બીજી વાર તળીને કડક કરવા...

  5. 5

    તો તૈયાર છે તીખા તમતમતા ગરમાગરમ મસાલા ઘૂઘરા સર્વ કરવા માટે તૈયાર....જે ચા... કોફી...ચટણી...કેચપ....અથવા એકલા જ માણી શકાય છે.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
પર
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳
Cooking is my mother's blessings for me🙏
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes