તીખા કોબીજના ઘૂઘરા (Spicy Cabbage Ghughra Recipe In Gujarati)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#GA4
#Week14
#post1
#cabbage
#તીખા_કોબીજના_ઘૂઘરા ( Spicy Cabbage Ghughra Recipe in Gujarati )
કોબીજ આરોગ્ય માટે ખૂબ લાભકારી હોય છે અને સામાન્ય રીતે દરેક ઘરમાં સહેલાઈથી મળી જાય છે. ચાઈનીઝ ડિશીશમાં કોબીજનો ખૂબ ઉપયોગ થાય છે. કોબીજથી અનેક બીમારીઓ દૂર થાય છે. સાથે જ ત્વચા પણ નિખરે છે.
કોબીજને સ્વસ્થ આહારનો ભાગ માનવામાં આવે છે. આ એક ખૂબ જ ફાયદાકારક શાકભાજી છે. જેને ભોજનમાં શામેલ કરવાથી ઘણી બિમારીઓથી બચી શકાય છે. દુનિયાના લગભગ દરેક ભાગમાં સામાન્ય રીતે વપરાશમાં લેવામાં આવતી કોબીજ ડાઈટરી ફાઈબર કેલ્શિયમ, વિટામિન બી 6 અને સીનો સારો સ્ત્રોત છે.
મેં આ કોબીજ માંથી હેલ્થી તીખા ઘૂઘરા બનાવ્યા છે. જે જૈન લોકો પણ ખાઈ શકે છે. આ ઘૂઘરા ના પડ માટે મેં ઘઉં ના લોટ નો ઉપયોગ કરી ને હેલ્થી ઘૂઘરા બનાવ્યા છે. તે ઉપરાંત મેં આ ઘૂઘરા ની ચાટ પણ બનાવી છે..જે એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બની હતી.....😍🙏

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. 🎯 ઘૂઘરા ના સ્ટફિંગ ના ઘટકો :--
  2. ૫૦૦ ગ્રામ કોબીજ
  3. સ્વાદ મુજબ મીઠું
  4. ૧/૪ ટી સ્પૂનહિંગ
  5. ૧/૪ ટી સ્પૂનહળદર પાઉડર
  6. ૧ ટી સ્પૂનધાણા જીરું પાઉડર
  7. ૧ ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  8. ૧/૪ ટી સ્પૂનગરમ મસાલો
  9. ૧/૨ ટી સ્પૂનઆમચૂર પાઉડર
  10. ૧ ટી સ્પૂનઆદુ + લીલા મરચાં ની પેસ્ટ
  11. ૧/૨ કપલીલી કોથમીર ના પાન
  12. ૧/૨ કપબેસન ની જીની સેવ
  13. ૩-૪ ટેબલ સ્પૂન સિંગદાણા નો ભૂકો
  14. 🎯ઘૂઘરા ના પડ ના ઘટકો :--
  15. ૧ કપઘઉં નો લોટ
  16. ૩ ટેબલ સ્પૂનતેલ
  17. જરૂર મુજબ કોબીજ નું નીચોવેલુ પાણી
  18. જરૂર મુજબ તેલ તળવા માટે
  19. 🎯 ઘૂઘરા ચાટ ના ઘટકો :--
  20. 1 કપમસ્તી દહીં
  21. 1/2 કપલીલી કોથમીર અને ફુદીના ની ચટણી
  22. 1/2 કપગોળ આંબલી ની ચટણી
  23. જરૂર મુજબ જીની બેસન ની સેવ
  24. જરૂર મુજબ ટામેટા જીના સમારેલા અથવા દાડમ ના દાણા
  25. જરૂર મુજબ લીલી કોથમીર ના પાન
  26. 1/2 ચમચીચાટ મસાલો
  27. 🎯ગાર્નિશ ના ઘટકો :--
  28. લીલી કોથમીર ફુદીના ની ચટણી
  29. ટામેટા કેચઅપ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કોબીજ ને બટાકા ની ચિપ્સ ની સ્લાઈસ ના કટર માં છીણી લો. હવે આમાં નમક ઉમેરી હળવા હાથે એક મિનિટ માટે મિક્સ કરી લો. હવે આ કોબીજ ના છીણ ને હળવા હાથે દબાવી ને બધું પાણી નીચોવી લો. (કોબીજ નું નીચોવેલું પાણી ફેંકવાનું નથી એને સાચવી રાખવાનું છે એનાથી લોટ બાંધિશું) ત્યાર બાદ આ છીણ ને કોટન ના કપડા પર પાથરી ઉપર બીજું કોટન નું કપડું ઢાંકી ૧ થી ૨ કલાક માટે સૂકવી રાખો.

  2. 2

    હવે ઘૂઘરા ના પડ માટે લોટ બાંધીશું. એની માટે એક બાઉલ માં ઘઉંનો લોટ ઉમેરી તેમાં તેલ ઉમેરી મિક્સ કરી લો. લોટ હાથ માં લેતા બાઇન્ડ થાય તેવું મિક્સ કરવું. ત્યાર બાદ આમાં કોબીજ નું નિચોવેલું પાણી થોડું થોડું ઉમેરી સોફ્ટ લોટ બાંધી લો. ને ૧/૨ કલાક રેસ્ટ માટે સાઈડ પર મૂકી દો.

  3. 3

    હવે ઘૂઘરા નું સ્ટફીંગ બનાવીશું. એની માટે એક બાઉલ માં કોબીજ નું સુકવેલું છીણ ઉમેરી (છીણ જો એકબીજા સાથે ચોંટી ગયું હોય તો હાથ થી છૂટું પાડી દેવું) તેમાં હિંગ, હળદર પાઉડર, ધાણા જીરું પાઉડર, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, આમચૂર પાઉડર અને આદુ + લીલા મરચાં ની પેસ્ટ ઉમેરો.

  4. 4

    હવે આમાં લીલી કોથમીર ના પાન, બેસન ની જીની સેવ ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે આમાં સીંગદાણા નો અધકચરો ભુક્કો ઉમેરી બધું બરાબર મિક્સ કરી લો.

  5. 5

    હવે ઘૂઘરા ના પડ ના લોટ ના કણક ને થોડો મસળી તેના લુવા બનાવી મોટી રોટલી ની જેમ વણી લો. હવે આ રોટલી ને વાટકી ની મદદ થી કટ કરી એકસરખી સાઇઝ ની પૂરી બનાવી લો.

  6. 6

    હવે આ પૂરી ની કિનારી ને આંગળી ની મદદ થી ચારે બાજુ દબાવી ને પાતળી કરી ઉપર આંગળી થી પાણી લગાવી (પાણી કિનારી પર જ લાગવાનું છે) આમાં કોબીજ નું સ્ટફિંગ ૧ થી ૧ ૧/૨ ચમચી ભરી બધી બાજુ થી કિનારી દબાવી ને સિલ કરી એની કાંગડી પાડી દો. જેથી ઘૂઘરા નો દેખાવ થોડો attractive લાગે. આ રીત થી બધા ઘૂઘરા બનાવી લો.

  7. 7
  8. 8

    હવે ઘૂઘરા તળવા માટે જરૂરી મુજબ પેન મા ગેસ ની મીડીયમ આંચ પર તેલ ગરમ કરવા મૂકો. હવે આ ઘૂઘરા ને ગરમ તેલ માં ગેસ ની ધીમી આંચ પર બંને બાજુ ગુલાબી રંગ ના તળી લો.

  9. 9

    હવે આપણે આ ઘૂઘરા ની ચાટ બનાવીશું. એની માટે એક બાઉલ માં ૩ થી ૪ ઘૂઘરા ના કટકા કરી તેની ઉપર દહીં, લીલી કોથમીર ફુદીના ની ચટણી, ગોળ આંબલી ની ચટણી, બેસન ની જીની સેવ, ટામેટા ના ટુકડા, લીલી કોથમીર ના પાન અને ચાટ મસાલો ભભરાવી સર્વ કરો.

  10. 10

    હવે આપણા તીખા કોબીજ ના ઘૂઘરા તૈયાર છે સર્વ કરવા માટે. આ ઘૂઘરા ને લીલી કોથમીર ફુદીના ની ચટણી અને ટામેટા કેચઅપ સાથે સર્વ કરો.

  11. 11

    👉 નોંધ :-- 1️⃣ ઘૂઘરા નો લોટ બાંધતી વખતે નમક ઉમેરવાનું નથી કારણ કે આપણે કોબીજ નું નમક વાળું પાણી થી લોટ બાંધવાના છે. આ કોબીજ ના પાણી માં કોબીજ ના હેલ્થી ઘટકો રહેલા હોય છે. 2️⃣ આમાં જો તમારે ખાંડ ઉમેરવી હોય તો ઉમેરી સકો છો. જે optional છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes