રીંગણ બટાકા ટામેટા મસાલા સબ્જી(Brinjal potato tometo masala sabji recipe in Gujarati)

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳

#સુપરશેફ1
#શાક એન્ડ કરીસ
પોસ્ટ-4

મિત્રો જ્યારે સમય ઓછો હોય કે અચાનક મહેમાન આવી જાય તો સ્વાદિષ્ટ શાક ભરેલું જ ધ્યાનમાં આવે પણ સમયની કટોકટી છે કે ફરસાણ મીઠાઈ પણ બનાવવાના હોય એટલે આ રીતે શાક બનાવી જોજો ભરેલા શાકની જ ઈફેક્ટ આવશે અને સ્વાદ પણ એવો જ આવશે અને ખૂબ જલ્દી તૈયાર થઈ જાય છે...👍

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
5 વ્યક્તિ
  1. 250 ગ્રામરીંગણ
  2. 250 ગ્રામબટાકા
  3. 3 નંગટામેટા
  4. મસાલા માટે:-
  5. 1/2 કટોરીખારી શીંગ
  6. 1/2 કટોરીમસાલા ચણા
  7. 1/4વાટી સૂકું કોપરું
  8. 2 ચમચીલાલમરચું પાઉડર
  9. 3 ચમચીધાણાજીરું પાઉડર
  10. 1 ચમચીહળદર
  11. 1 ચમચીગરમ મસાલો
  12. 3 ચમચીલાલ લસણ ની ચટણી
  13. 4ચમચા તેલ
  14. ચપટીહિંગ
  15. જરૂર પ્રમાણે મીઠું

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌથી પહેલા રીંગણ....બટાકા....ટામેટા મોટા પીસમા સમારી લો.....ત્યાર પછી એક મોટા વાસણમાં લઈ લો.....ખારી શીંગ....ચણા અને કોપરું અધકચરું પીસી લો....

  2. 2

    હવે મસાલા તૈયાર કરો અને શીંગ...ચણા અને કોપરું જે પીસીને તૈયાર કર્યું છે એ સમારેલા શાકમાં ઉમેરી હાથેથી મિક્સ કરી લો.....

  3. 3

    હવે પ્રેશર કૂકરમાં વઘાર નું તેલ મૂકી હીંગ અને લસણ ની મૂકી મિક્સ કરેલું શાક વધારીને માત્ર એક જ સીટી કરી ગેસ બંધ કરો.....તો મિત્રો તૈયાર છે આપણી રેસિપી રીંગણ બટાકા ટામેટાની મસાલા સબ્જી રોટલી કે ભાખરી- પરોઠા સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
પર
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳
Cooking is my mother's blessings for me🙏
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Similar Recipes