દહીંવાલે આલુ (ફરાળી)

#મિલ્કી આજે અગિયારસ છે તે નિમિત્તે ફરાળી રેસિપી પોસ્ટ કરું છું. અગિયારસનાં દિવસે આપણે ફરાળમાં સૂકી ભાજી બનાવતા હોઈએ છીએ તો આજે મેં સૂકી ભાજીમાં થોડું ટ્વીસ્ટ કરીને દહીંવાલે આલુ બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે તો શરૂ કરીએ આજની રેસિપી.
દહીંવાલે આલુ (ફરાળી)
#મિલ્કી આજે અગિયારસ છે તે નિમિત્તે ફરાળી રેસિપી પોસ્ટ કરું છું. અગિયારસનાં દિવસે આપણે ફરાળમાં સૂકી ભાજી બનાવતા હોઈએ છીએ તો આજે મેં સૂકી ભાજીમાં થોડું ટ્વીસ્ટ કરીને દહીંવાલે આલુ બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે તો શરૂ કરીએ આજની રેસિપી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું મૂકી તતડે પછી તેમાં સમારેલું આદુ તથા લીલા મરચાં ઉમેરો.
- 2
બાફેલા બટાકાને હાથ વડે મોટા-મોટા મેશ કરીને તેમાં ઉમેરી મિક્સ કરો. તેમાં વાટેલા સીંગદાણા ઉમેરી મિક્સ કરો. બે મિનિટ માટે પકાવો.
- 3
દહીંમાં થોડું પાણી ઉમેરીને વ્હીસ્ક કરો. મધ્યમ ઘટ્ટ કન્સીસ્ટન્સી રાખવી. આ દહીંને બટાકાની સૂકી ભાજીમાં ધીરે-ધીરે ઉમેરતા જાઓ અને મિક્સ કરો. દહીં ઉમેરતી વખતે ગેસ ધીમો રાખવો.
- 4
થોડું ઉકળે પછી તેમાં સિંધવ ઉમેરી મિક્સ કરો. ઉકળીને રસાવાળું શાક તૈયાર થાય પછી ગેસ બંધ કરો.
- 5
દહીંવાલે આલુને ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
શક્કરિયા બટાકાની સૂકીભાજી
#goldenapron3Week5Puzzle Word - Sabziઆજે એકાદશી (અગિયારસ) નિમિત્તે ફરાળી રેસિપી પોસ્ટ કરું છું.અગિયારસ કે કોઈ ઉપવાસ હોય ત્યારે સૂકી ભાજી, મોરૈયો, સાબુદાણાની ખીચડી વગેરે દરેકનાં ઘરમાં બનતી હોય છે. અત્યારે મહાશિવરાત્રિ નજીક હોવાનાં લીધે માર્કેટમાં શક્કરિયા સરસ મળે છે, શક્કરિયામાં મીઠાશ ખૂબ જ સારા પ્રમાણમાં રહેલી છે. તો આજે આપણે બનાવીશું શક્કરિયા બટાકાની સૂકી ભાજી જે બટાકાની સૂકીભાજી કરતાં વધુ સ્વાદિષ્ટ બને છે. તો શરૂ કરીએ આજની રેસિપી Nigam Thakkar Recipes -
-
ફરાળી સાબુદાણા રોલ વિથ ગ્રીન સ્ટફિંગ
#સ્ટફ્ડઆજે એકાદશી (અગિયારસ) નિમિત્તે ફરાળી રેસિપી પોસ્ટ કરું છું. અગિયારસ કે કોઈ વ્રત હોય ત્યારે આપણે ફરાળી બફવડા કે સાબુદાણા વડા ખાતા હોઈએ છીએ. આજે મેં કોપરું, કોથમીર, સીંગદાણાનું ગ્રીન સ્ટફિંગ બનાવી તેને સાબુદાણા બટાકાનાં મિશ્રણમાં સ્ટફ કરીને રોલ બનાવ્યા છે, જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
ફરાળી રાજગરાનાં પરોઠા
#પરાઠાથેપલાઆજે અગિયારસ નિમિત્તે ફરાળી પરોઠાની રેસીપી પોસ્ટ કરું છું. ઉપવાસ/વ્રત હોય ત્યારે સૂકી ભાજી, મોરૈયો અને સાબુદાણાની ખીચડી ખાઈને કંટાળ્યા હોઈએ ત્યારે આ પ્રકારના ફરાળી પરોઠા બનાવીને દહીં સાથે ખાઈએ તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Nigam Thakkar Recipes -
ફરાળી દાડમ કાકડીનું રાયતું
#માસ્ટરક્લાસમિત્રો, આપણે વિવિધ પ્રકારનાં રાયતાં જમવાની સાથે સાઈડ ડીશ તરીકે ખાતા હોઈએ છીએ. તો આજે હું એક ફરાળી રાયતાંની રેસીપી પોસ્ટ કરું છું જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ઉપવાસ માટે આ રાયતું બેસ્ટ છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
ફરાળી મોરૈયાની ઘેંશ
#માસ્ટરક્લાસઆજે એકાદશી (અગિયારસ) નિમિત્તે ફરાળી રેસીપી પોસ્ટ કરું છું. કોઈપણ વ્રત/ઉપવાસ હોય ત્યારે આપણે ફરાળમાં મોરૈયાની ખીચડી બનાવતા હોઈએ છીએ. તેની સાથે કઢી કે દહીં ખાતા હોઈએ છીએ. મોરૈયાની ખીચડી બનાવતી વખતે તેમાં બટાકા ઉમેરીને પાણીમાં બનાવવામાં આવે છે. પરંતુ આજે હું પાણીની જગ્યાએ છાશ ઉમેરીને ઢીલી મોરૈયાની ઘેંશ બનાવીશ જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તેની સાથે કઢી કે દહીં મિક્સ કરવાની જરૂર પડતી નથી. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
ગ્રેપ વોલનટ રાયતા
#મિલ્કી આપણે જમવાની સાથે સાઈડ ડીશ તરીકે વિવિધ પ્રકારનાં રાયતા સર્વ કરતા હોઈએ છીએ, તો આજે આપણે શીખીશું ગ્રેપ વોલનટ રાયતા જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
લીલા ચણાની કઢી
#મિલ્કી શિયાળામાં આપણે લીલા ચણાને શેકીને તો ખાતા જ હોઈએ છે આ સિવાય તેમાંથી શાક પણ બનાવતા હોઈએ છીએ તો આજે આપણે બનાવીશું લીલા ચણાની કઢી જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
રીંગણ બટાકાનું શાક
#ટ્રેડિશનલઆજથી ટ્રેડિશનલ રેસિપી કોન્ટેસ્ટ શરૂ થયો છે. તો આજે હું પોસ્ટ કરું છું મારું પ્રિય રીંગણ બટાકાનું શાક જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને સ્વાદિષ્ટ પણ બને છે. ખીચડી સાથે ચોળીને ખાવાની મજા જ કાંઈક અલગ હોય છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
કાકડી ટામેટાંનું રાયતું
#મિલ્કી #goldenapron3 week9 puzzle word - cucumber ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ગરમીમાં જમવાની સાથે વિવિધ પ્રકારનાં રાયતા ખાવાની મજા જ કાંઈક અલગ હોય છે, આજે આપણે બનાવીશું સ્વાદિષ્ટ કાકડી ટામેટાનું રાયતું, તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
મેથીનાં ગોટા
#મિલ્કી #goldenapron3 week9 Puzzle Word - Spicy મેથીનાં ગોટા એ દરેક ગુજરાતીનું ભાવતું ફરસાણ છે. ઘણા લોકોનાં ગોટા ઠંડા થયા પછી કઠણ થઈ જાય છે તો આજે આપણે પરફેક્ટ ગોટા બનાવતા શીખીશું જે ગરમાગરમ તો સરસ લાગશે પણ ઠંડા થયા પછી પણ એટલા જ સોફ્ટ રહેશે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
કર્ડ શોરબા
#મિલ્કી #goldenapron3 week9 puzzle word - cucumber આપણે બધા વિવિધ પ્રકારનાં સૂપ તો પીતા જ હોઈએ છીએ પરંતુ આજે આપણે બનાવીશું કર્ડ શોરબા. શોરબા એ બાલ્કન્સ, ઉત્તર આફ્રિકા, મધ્ય યુરોપ, પૂર્વી યુરોપ, મધ્ય એશિયા તથા ભારતીય ઉપખંડમાં વિવિધ રાષ્ટ્રીય ભોજનમાં જોવા મળતા વિવિધ પ્રકારનાં સૂપમાંથી એક છે. જેને ગરમાગરમ સર્વ કરવામાં આવે છે. તે એક અફઘાની ટ્રેડિશનલ રેસિપી છે અને શોરબા શબ્દ પર્શિયન શબ્દ "શોર" એટલે કે સોલ્ટી અને "બા" એટલે વોટર પરથી બન્યો છે. English માં તેને chorba તરીકે પણ ઓળખાય છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
વ્હાઈટ સોસ ફરાળી પાસ્તા
#goldenapron3Week7Puzzle Word - Potatoઆજે અગિયારસ છે એટલે ફરાળી રેસિપી પોસ્ટ કરું છું. જ્યારે પણ વ્રત હોય ત્યારે આપણે ફરાળ કરતાં હોઈએ છીએ. ફરાળ શબ્દ ફળાહાર શબ્દ પરથી આવ્યો છે એટલે કે ઉપવાસ દરમિયાન ફ્રૂટ્સ અને દૂધનું સેવન કરો તે ઉત્તમ છે. પરંતુ જે લોકો તે પ્રમાણે ન કરી શકતા હોય તે સૂકી ભાજી, મોરૈયો, સાબુદાણાની ખીચડી-વડા વગેરે ફરાળ તરીકે લેતા હોય છે. તો આજે હું એક નવી જ ફરાળી વાનગી લઈને આવ્યો છું જે મૂળતો ઈટાલિયન વાનગી કહી શકાય પણ એકનું એક ફરાળ કરીને કંટાળ્યા હોઈએ તો આ બનાવી શકાય છે. માર્કેટમાં પોટેટો ફ્રાયમ્સ મળે છે જેને તળીને ખાઈ શકાય છે. જે મેક્રોની, પેને પાસ્તા તેમજ અલગ-અલગ શેપમાં ઉપલબ્ધ હોય છે. આજે મેં તે પોટેટો પાસ્તામાંથી વ્હાઈટ સોસ ફરાળી પાસ્તા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. બાળકોની સાથે-સાથે મોટા લોકોને પણ ખૂબ જ ભાવશે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
દહીંની ચટણી
#મિલ્કી આપણે રોજબરોજ ફરસાણ સાથે તથા જમવાની સાથે વિવિધ પ્રકારની ચટણી ખાતા જ હોઈએ છીએ, તો આજે આપણે શીખીશું એકદમ ઝડપથી બની જાય તેવી સ્વાદિષ્ટ દહીંની ચટણી. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
વેજ. ચીઝ કોર્ન ચાટ
#મિલ્કી આપણે મૂવી જોવા જઈએ ત્યારે ઈન્ટરવલમાં કોર્ન મસાલા ચાટ ખાઈએ છીએ. અમદાવાદમાં લો ગાર્ડન પાસે સ્ટ્રીટ પર પણ આ કોર્ન ચાટ ખૂબ જ ટેસ્ટી મળે છે. જે લીંબુ મસાલા, બટર મસાલા, ચીઝ કોર્ન મસાલા જેવી અલગ-અલગ પ્રકારની મળતી હોય છે. આજે આપણે શીખીશું વેજ. ચીઝ કોર્ન ચાટ જે ખૂબ જ ચટપટી તથા સ્વાદિષ્ટ બને છે તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
ગ્રીન ગાર્ડન સાબુદાણા ખીચડી
#નાસ્તો #લીલીઆજે એકાદશી (અગિયારસ) નિમિત્તે ફરાળી રેસીપી પોસ્ટ કરું છું. જ્યારે પણ કોઈ વ્રત/ઉપવાસ હોય ત્યારે જે લોકો વ્રત રાખતા હોય છે તેઓ ફરાળ કરે છે. ફરાળ શબ્દ એ ફળાહાર શબ્દ પરથી બન્યો છે. વ્રત/ઉપવાસનો સાચો અર્થ એ છે કે આપણી ઈન્દ્રિયોને કંટ્રોલ કરીને શક્ય હોય તેટલું વધારે પ્રભુની સેવા કે નામ સ્મરણ કરવું. જીભ એ એક પ્રકારની સ્વાદેન્દ્રિય છે. એટલે શક્ય હોય ત્યાં સુધી વ્રતનાં દિવસે જળ, ફળ તથા દૂધનું સેવન કરીને રહીએ તો સૌથી શ્રેષ્ઠ છે. જે લોકોને બપોરે સૂવાની ટેવ હોય તેઓએ ઉપવાસ રાખ્યો હોય તો તે દિવસે સુવાનું ટાળવું જોઈએ અને શક્ય હોય તેટલું વધુ પ્રભુપરાયણ રહેવું જોઈએ. પરંતુ અત્યારનાં આધુનિક સમયમાં બધા લોકોથી બધા નિયમો પાળવા અને જીભને વશમાં રાખવી શક્ય નથી. એટલે વ્રતનાં દિવસે મોરૈયો, સાબુદાણા, શીંગોડાનો લોટ, રાજગરાનો લોટ, બટાકા, સૂરણ, સિંધવ વગેરેનો ઉપયોગ કરીને કાંઈક ને કાંઈક ફરાળી વાનગી બનાવીને ખાતા હોય છે. અત્યારે તો મોટા શહેરોમાં દરેક વિસ્તારમાં ફરાળી સાબુદાણાની ખીચડી, વડા, ભેળ, ચીપ્સ, ફ્રાયમ્સની લારી કે દુકાન જોવા મળે છે. એટલે કે ફરાળી વાનગીઓ હવે સ્ટ્રીટ ફૂડ તરીકે પણ મળતી થઈ ગઈ છે. જે લોકો ઉપવાસ નથી કરતા હોતા તેઓ પણ હવે આ ફરાળી સ્ટ્રીટ ફૂડ ખાવાનું પસંદ કરે છે. તો આજે હું સાબુદાણાની ખીચડી જે બધાની ફેવરિટ તો છે સાથે સાથે તે ઈંદોરની પ્રખ્યાત પણ છે તેને કંઈક અલગ રીતે પ્રસ્તુત કરીશ. જે રેગ્યુલર સાબુદાણાની ખીચડી કરતાં દેખાવમાં અલગ અને સ્વાદિષ્ટ બને છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
ફરાળી આલુ પરાઠા (Farali Aloo Paratha Recipe In Gujarati)
આજે અગિયારસ નિમિત્તે ને રાજગરાના લોટનો ઉપયોગ કરીને ફરાળી આલુપરોઠા બનાવ્યા છે તમે પણ આ રેસિપી ચોક્કસથી ટ્રાય કરજો.#cookpadindia#cookpadgujarati Unnati Desai -
સાબુદાણા બટાકાની ખીચડી
#લોકડાઉન #goldenapron3 week11આજે ચૈત્ર સુદ નોમ એટલે કે રામનવમી. આજનાં શુભ દિવસે અયોધ્યાની પવિત્ર ભૂમિ પર દશરથનંદન પ્રભુ શ્રીરામ પ્રગટ થયા હતાં. જેવી રીતે આપણે ભગવાન શ્રીકૃષ્ણનો પ્રાકટ્ય ઉત્સવ ધામધૂમથી ઉજવીએ છીએ તેમ આજનો દિવસ પણ પ્રભુ શ્રીરામનાં પ્રાગટ્યદિવસ નિમિત્તે વૈષ્ણવોનાં ઘરે તથા મંદિરોમાં ધામધૂમથી ઉજવાય છે. ત્રેતાયુગમાં ભગવાન શ્રીરામ મર્યાદા પુરુષોત્તમ સ્વરૂપે રાજકુળમાં પ્રગટ થયા પરંતુ માતા કૈકેઈનાં વચને બંધાયેલા દશરથ રાજાની આજ્ઞાને માન આપીને સમગ્ર રાજપાટનો ત્યાગ કરીને મુનિવેશ ધારણ કરીને પોતાની પત્ની સીતાજી તથા અનુજ શ્રીલક્ષ્મણ સાથે ચૌદ વર્ષ વનવાસ માટે પધાર્યા, રસ્તામાં ઘણા જીવોનો પ્રભુએ ઉદ્ધાર કર્યો, આ સિવાય ધર્મની રક્ષા કરવા માટે ઘણા અસુરોનો વધ કર્યો. પ્રભુ શ્રીરામનું જીવનચરિત્ર આપણા બધાને કેવી રીતે જીવન જીવવું તેનું ઉત્તમ દૃષ્ટાંત સમજાવે છે. પરંતુ મનુષ્ય ભૌતિક જગતમાં જ ગૂંચાયેલો રહેવા માંગે છે કારણકે આજનો મનુષ્ય સંતોષી નથી. ધર્મ, અર્થ, કામ, મોક્ષનાં પથને ભૂલીને ભોગ-વિલાસી બન્યો છે. પ્રભુ દ્વારા આપવામાં આવેલાં ગીતાજીનાં ઉપદેશનું પાલન કરતો નથી. જેના કારણે લૌકિક દુઃખમાં સપડાઈ જાય છે અને છેવટે પોતાને મળેલ અમૂલ્ય એવાં મનુષ્ય શરીરનો ત્યાગ કરીને નીચ યોનિમાં ફરીથી જન્મ લે છે. તો આજનાં આ શુભ દિને આપણે સંકલ્પ કરીએ કે ભગવાન દ્વારા આપવામાં આવેલા ઉપદેશોનું શક્ય હોય તેટલું વધારે પાલન કરીને સત્કર્મ કરીએ અને આપણું જીવન પ્રભુમય બનાવીને આ જન્મને સાર્થક કરીએ. તો આજે રામનવમીનાં ઉત્સવ નિમિત્તે ફરાળી સાબુદાણા બટાકાની ખીચડીની રેસિપી પોસ્ટ કરું છું. Nigam Thakkar Recipes -
-
વાલોળ પાપડી તુવેર રીંગણનું શાક
#લીલીઅત્યારે શિયાળામાં લીલોતરી શાકભાજી પુષ્કળ પ્રમાણમાં મળે છે તો દરેકનાં ઘરમાં તેમાંથી વિવિધ પ્રકારનાં શાક બનાવવામાં આવે છે. આજે હું વાલોળ પાપડી, તુવેર તથા રીંગણનું મિક્સ શાકની રેસીપી પોસ્ટ કરું છું જે ખૂબ સ્વાદિષ્ટ બને છે તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
ગુજરાતી ખાટી કઢી
#મિલ્કી #માઇલંચ #goldenapron3 week10 puzzle word - Curd, Haldi કઢી ઘણા બધા પ્રકારની બનતી હોય છે, આજે આપણે બનાવીશું ગુજરાતી ખાટી કઢી જે ખીચડી સાથે ખાવાની મજા આવે છે. ભાત સાથે પણ સ્વાદિષ્ટ લાગે છે, તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
ચટાકેદાર રીંગણ બટાકાનું શાક
#લોકડાઉન #goldenapron3 week11 રીંગણ બટાકાનું શાક તો દરેકનાં ઘરમાં બનતું જ હોય છે, પણ મારા ઘરમાં ગોળ અને લીંબુનો રસ ઉમેરીને ખટાશ ગળપણવાળું શાક બને છે, જે ખીચડી તથા પુરી, રોટલી કે પરોઠા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
ફરાળી આલુ પરાઠા (Farali Aloo Paratha Recipe In Gujarati)
આજે જન્માષ્ટમી નિમિત્તે ફરાળમાં મેં આલુ પરાઠા બનાવ્યા#cookpadindia#cookpadgujrati#SFR#શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી Amita Soni -
સરગવાની કઢી
#ટ્રેડિશનલ #મિલ્કી સરગવો શરીર માટે ખૂબ ગુણકારી છે. તે સાંધાનાં દુખાવામાં ખૂબ ફાયદાકારક છે. ડાયેટ તથા ન્યૂટ્રીશિયશ ચાર્ટ ફોલો કરતા લોકો તેનું ખાસ સેવન કરે છે. આજે હું સરગવાની કઢી બનાવીશ જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ઘણા લોકો આ રીતે ઘટ્ટ શાક પણ બનાવતા હોય છે. મારા ઘરમાં આ કઢી બધાને ખૂબ જ પ્રિય છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
કાકડીની ચટણી
#ચટણીઆપણે સલાડમાં કાકડીતો ખાતા જ હોઈએ છીએ, આ સિવાય કાકડીનું રાયતું, સંભારો પણ બનાવતા હોઈએ છીએ. પણ આજે હું કાકડીમાંથી બનતી એક અલગ જ પ્રકારની ફ્લેવરફુલ ચટણી લઈને આવ્યો છું. જે તમે જો એકવાર ટેસ્ટ કરશો તો બીજી બધી ચટણી ભૂલી જશો. આ ચટણી રોટલી, થેપલા, ઈડલી, ઢોંસા, મેંદુવડા, ઢોકળા, ભાત કે ફરસાણ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
રાજસ્થાની પાપડ કી સબ્જી
#મિલ્કી આપણે જમવાની સાથે અડદનાં પાપડ અથવા ચોખાનાં પાપડ ખાતા જ હોઈએ છીએ. જ્યારે ઘરમાં કોઈ શાક ન હોય ત્યારે કંઈક સ્વાદિષ્ટ શાક ખાવાની ઈચ્છા થાય તો આપણે પાપડનું શાક બનાવી શકીએ છીએ, જે રાજસ્થાની રેસિપી છે અને ઝડપથી બની જાય છે તથા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
-
નાયલોન પૌંઆનો ચેવડો
#હોળી#goldenapron3Week8Puzzle Word - Peanutહોળીનાં દિવસે સવારે દરેકનાં ઘરમાં ઠંડુ ખાવાનો રિવાજ હોય છે તેમાં ધાણી, મમરા, પૌંઆ, સીંગ, ચણા, ખજૂર વગેરે દરેકનાં ઘરમાં ખવાતા હોય છે. આજે હું નાયલોન પૌંઆનો ચેવડો બનાવવાની રેસિપી પોસ્ટ કરું છું, જે આમ તો સિમ્પલ રેસિપી છે પણ ઘણા લોકો ફરિયાદ કરતા હોય છે કે તેમનાં હાથે ચેવડો સારો નથી બનતો તો આજે હું અમુક ટીપ્સ સાથે રેસિપી પોસ્ટ કરું છું જેથી ચેવડો ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
-
વેજ.ગોલ્ડ કોઈન વિથ પીઝા સોસ
#રેસ્ટોરન્ટ#goldenapron3Week1આપણે સૌથી પહેલાં તો રેસ્ટોરન્ટ સ્ટાઈલ મિક્સ આચાર બનાવતા શીખ્યા પછી ટોમેટો કેરટ સૂપ શીખ્યા અને આજે આપણે સૂપ સાથે સર્વ થતા સ્ટાર્ટરની રેસિપી વિશે જાણીશું. સ્ટાર્ટર એ એક એવી વાનગી છે જે આપણે સૂપ પીતા હોઈએ ત્યારે તેની સાથે ખાતા હોઈએ છીએ. સ્ટાર્ટર બાઈટિંગ સાઈઝનાં હોય તો તે વધુ અનુકૂળ આવે છે. અત્યારનાં આધુનિક જમાનામાં હરાભરા કબાબ, કોર્ન ટીક્કી, સ્પ્રિંગ રોલ, ચીઝ બોલ, વેજ. સિગાર, મન્ચુરીયન તથા વેજ. પનીર ચિલ્લી જેવા સ્ટાર્ટર આપણી પહેલી પસંદગી હોય છે. તો આજે આપણે શીખીશું એક સ્વાદિષ્ટ સ્ટાર્ટર જેનું નામ છે વેજ. ગોલ્ડ કોઈન. આ સ્ટાર્ટરમાં મેં બટાકા, ગાજર, કેપ્સિકમ તથા બેઝ માટે બ્રેડનો ઉપયોગ કર્યો છે. ટેન્ગી ટેસ્ટ માટે પીઝા સોસ તથા ફ્લેવર માટે ઓરેગાનો, ચીલી ફ્લેક્સ ઉમેર્યા છે. આ સ્ટાર્ટરમાં રેડ ચીલી સોસ, સોયા સોસ ઉમેરીને ચાઈનીઝ ટેસ્ટમાં પણ બનાવી શકાય છે પણ મેં ઈન્ડોઈટાલિયન રીતે બનાવ્યું છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes
More Recipes
ટિપ્પણીઓ