ઘેંશ

#ટ્રેડિશનલ
જ્યારે આપણે ગુજરાત ની પરંપરાગત વાનગી ની વાત કરીએ તો આપણી પરંપરાગત વાનગી બહુ ઓછા ઘટકો સાથે બનતી અને તો પણ પૌષ્ટિક બને. ઘણી પરંપરાગત વાનગીઓ એવી છે જે હવે વિસરાયેલી વાનગી ની શ્રેણી માં પણ આવી ગયી છે.
આજે એક પરંપરાગત અને પૌષ્ટિક ગુજરાતી વાનગી જે મને બહુ પ્રિય છે એની રેસિપી રજૂ કરું છું.
ઘેંશ, ચોખા ની કણકી માંથી બનતી એક વાનગી, ચોખા તથા દહીં ના સંયોજન ને લીધે વિટામિન B12 ની ઉણપ માં મદદરૂપ થાય છે.
પરંપરાગત વાનગીઓ આપણા બધા માટે નવી નથી હોતી પરંતુ જ્યારે કૂક પેડ આપડને મોકો આપે ત્યારે આપણે આપણી પ્રિય વાનગી તો રજૂ કરીયે જ ને.
તો કોને મારી જેમ ઘેંશ બહુ ભાવે છે? એમાં પણ નવી કણકી ની ઘેંશ ની મીઠાસ કાઈ ઓર જ હોય છે.
ઘેંશ બનાવાની વિધિ પણ અલગ અલગ હોય છે. માટી ના વાસણ માં પકાવતી ઘેંશ સ્વાદિષ્ટ બને છે પણ મેં આજે વઘાર વિના અને કુકર માં ઝડપી રીતે બનાવી છે.
ઘેંશ
#ટ્રેડિશનલ
જ્યારે આપણે ગુજરાત ની પરંપરાગત વાનગી ની વાત કરીએ તો આપણી પરંપરાગત વાનગી બહુ ઓછા ઘટકો સાથે બનતી અને તો પણ પૌષ્ટિક બને. ઘણી પરંપરાગત વાનગીઓ એવી છે જે હવે વિસરાયેલી વાનગી ની શ્રેણી માં પણ આવી ગયી છે.
આજે એક પરંપરાગત અને પૌષ્ટિક ગુજરાતી વાનગી જે મને બહુ પ્રિય છે એની રેસિપી રજૂ કરું છું.
ઘેંશ, ચોખા ની કણકી માંથી બનતી એક વાનગી, ચોખા તથા દહીં ના સંયોજન ને લીધે વિટામિન B12 ની ઉણપ માં મદદરૂપ થાય છે.
પરંપરાગત વાનગીઓ આપણા બધા માટે નવી નથી હોતી પરંતુ જ્યારે કૂક પેડ આપડને મોકો આપે ત્યારે આપણે આપણી પ્રિય વાનગી તો રજૂ કરીયે જ ને.
તો કોને મારી જેમ ઘેંશ બહુ ભાવે છે? એમાં પણ નવી કણકી ની ઘેંશ ની મીઠાસ કાઈ ઓર જ હોય છે.
ઘેંશ બનાવાની વિધિ પણ અલગ અલગ હોય છે. માટી ના વાસણ માં પકાવતી ઘેંશ સ્વાદિષ્ટ બને છે પણ મેં આજે વઘાર વિના અને કુકર માં ઝડપી રીતે બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
કણકી ને ધોઈ ને 10-15 મિનિટ પલાળી દો.
- 2
પલળી જાય એટલે તેમાં મીઠું, જીરું અને લીલા મરચાં નાખી,પાણી નાખી 3-4 સીટી વગાડી કુકર માં બાફી લો.
- 3
હવે તેમાં દહીં ને વલોવી ને ભેળવો અને જરૂર પૂરતું પાણી પણ નાખો.
- 4
હવે 5-7 મિનિટ ધીમી આંચ પર પકાવો. પાણી નું પ્રમાણ તમારે કેવી ઢીલી કડક ખાવી છે એ પ્રમાણે રાખવું.
- 5
તમે ચાહો તો આદુ, કોથમીર, ઘી નાખી શકો છો. પણ મને તો આવી જ ભાવે છે. ગરમ ગરમ ઘેંશ નો આનંદ લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઘેંસ (Ghens Recipe In Gujarati)
#RDS#forgottenrecipes#cookpad_gujarati#cookpadindiaઘેંસ એ પારંપરિક ગુજરાતી વાનગી છે જે હવે વિસરાતી વાનગી ની શ્રેણી માં આવે છે. પહેલા ની પારંપરિક વાનગીઓ ઓછા ઘટકો સાથે બનતી અને સ્વાસ્થ્યપ્રદ હોય છે. ઘેંસ એ આવી જ એક સ્વાસ્થ્યપ્રદ વાનગી છે જે ચોખા ની કણકી અને દહીં છાસ થી બને છે. કહેવાય છે કે ચોખા અને દહીં ના સમન્વય થી બનતી વાનગી વિટામિન બી12 ની ઉણપ દૂર કરવા માં મદદરુપ થાય છે. જ્યારે નવા ચોખા ની કણકી મળતી હોય ત્યારે તો ઘેંસ ખાવાની ખૂબ મજા આવે છે. આમ તો માટી ના વાસણ માં ચૂલા પર બનતી ઘેંસ નો સ્વાદ અનેરો હોય છે પરંતુ આજ ના નવા અને ઝડપી સમય માં લોકો ને હંમેશા સમય ની અછત હોય છે ત્યારે કુકર માં ગેસ પર ઘેંસ બને છે. ઘેંસ ને તમે વઘારી ને અથવા વધાર્યા વિના ખાય શકો છો. મેં વધાર્યા વિના ની બનાવી છે. Deepa Rupani -
ઘેંશ (Ghesh Recipe In Gujarati)
#ભાતઆ વાનગી ચોખા ની કણકી માં દહીં નાખીને બનાવવામાં આવે છે..આ ખાવા થી વિટામિન 12 ની શરીરમાં ઊણપ વર્તાય રહી હોયતો ..આ અઠવાડિયે બે વખત ખાય તો.. બહુ જ સારું રહે છે.... ખુબ જ પૌષ્ટિક આહાર છે.. Sunita Vaghela -
ગ્રીન ખીચું (Green Khichu Recipe In Gujarati)
#JWC1કણકી - કોથમીર ખીચું........ ખીચું એ ગુજરાતીઓ ની ફેવરેટ વાનગી છે. આજે મેં ગ્રીન ખીચું બનાવ્યું છે એ પણ ચોખા ના લોટ માં થી નહીં પણ ચોખા ની કણકી માં થી. સાથે લીલુંછમ લસણ અને કોથમીર લીધી છે જે શિયાળા માં ભરપુર માત્રા માં મળે છે.Cook snap @ ThakersFoodJunction Bina Samir Telivala -
કણકી ચોખા ની ઘેંશ(ghesh recipe in gujarati)
#સુપરશેફ4# દાળ_ચોખા_ની_વાનગીઓઘેંશ એ વિસરાતી વાનગીઓમાંની એક વાનગી છે. ઘેંશ કોદરી અથવા ચોખાની કણકી માંથી બનાવવામાં આવે છે. આજે આપણે ચોખા ની કણકી થી ઘેંશ બનાવીશું.. Pragna Mistry -
ઘેંશ
આ એક પરંપરાગત ગામડાંની રેસિપી છે. ખૂબ જ ઓછા ingredients થી પણ સ્વાદિષ્ટ બને છે. પહેલાનાં જમાનામાં જ્યારે નવી વહુ ઘરમાં પરણીને આવે ત્યારે રસોડામાં જો એને કશું રાંધતા ન આવડે તો સાસુમા કહેવત કહેતા "આવડે નહીં ઘેંશ ને રાંધવા પેસ". આ રેસિપી ભલે આમ સરળ છે પણ જો ધ્યાન રાખીને ન બનાવો તો ઘેંશમાં ગાંઠ પડી જાય તો તે ખાવામાં મજા ન આવે. દક્ષિણ ભારતમાં લોકો જેમ curd rice ખાય છે, તેમ આ રેસિપીને આપણા ગુજરાતના curd rice કહી શકીએ. ઘેંશ ચોખાની કણકી, બંટીની કણકી, ઘઉંની થૂલી એમ અલગ-અલગ ધાન ઉમેરી બનાવી શકાય છે. આજે હું કૃષ્ણકમોદ કણકીમાંથી બનતી ઘેંશની રેસિપી પોસ્ટ કરું છું. Nigam Thakkar Recipes -
ફરાળી ઉત્તપમ
#માસ્ટરક્લાસજ્યારે પણ ઉપવાસ હોય ત્યારે બહુ ઓછી વાનગીઓ બનતી હોય છે.આ અગિયારસ મૈં એક નવી વાનગી ટ્રાય કરી, ફરાળી ઉત્તપમ.ખરેખર આ ઉત્તપમ ખાઈ ને કોઈ ન કહી શકે કે આ અેક ફરાળી વાનગી છે.સ્વાદ માં પણ ખૂબજ સરસ અને ઓછા તેલમાં બનતી આ રેસિપી એક વાર જરૂર ટ્રાય કરજો.Heen
-
વિટામિન બી -12 યુક્ત ઘેંસ (Ghesh Recipe In Gujarati)
# વિસરાતીવાનગી #ઇન્ડિયા2020 #ગુજરાતીગામઠીવાનગીઆ એક વિસરાયેલી ગામઠી વાનગી છે. મેડિટેશન કરતી વખતે આ પ્રકારનો આહાર મેડીટેશન ને સાર્થક બનાવે છે. બનાવા માં એકદમ સરળ પણ વધારે હલાવવું પડતું હોવાથી . આજ ની દોડ ભરી લાઈફ માં બનાવું મુશ્કેલ લાગે છે પણ થોડી વાર માં જ તૈયાર થઇ જાય છે અને બવ જ યમ્મી લાગે છે.પણ અહીંયા મેં એક જુગાડ કર્યો કેમ કે મારી પાસે કણકી નોહતી તો મિક્સર માં થોડી પિસી દીધું મારી કણકી તૈયાર થઇ ગઈ..Habiba Dedharotiya
-
ઘેંશ (ghensh recipe in gujarati)
ઘેંશ એમ તો ચોખા ની કણક માંથી બનાવા માં આવે છે પરંતુ મેં અહીં બાસમતી ચોખા નો જ યુઝ કરીને ઘેંશ બનાવી છે. ઘેંશ સાતમ માં ખાવા માં આવે છે અને ખાટા દહીં માંથી બનાવા માં આવે છે એટલે બગડતી નથી. તેથી ખાસ રાંધણ છઠ ના દિવસે બનાવીને સાતમ ના દિવસે ખાવા માં આવે છે. સાતમ માટે ખાસ જોડે ખાવા માટે ભરેલા રવૈયા નું શાક બનાવા માં આવે છે. ઘેંશ અને રવૈયા બટાકા અથવા રીંગણ બટાકા નું શાક નું કોમ્બિનેશન બહુ જ સરસ લાગે છે. ઘેંશ મારી પર્સનલ બહુ જ ફેવરિટ છે. મેં અહીં રીંગણ બટાકા નું શાક બનાવ્યું છે.#satam #સાતમ Nidhi Desai -
ફરાળી ઢોંસા-બટાકા ની ભાજી અને નારિયેળ ની ચટણી
#SJR#શ્રાવણ/ જૈન રેસીપીઆખો શ્રાવણ મહિનો એકટા઼ણું, સોમવારે તથા અગિયારસ માં ઉપવાસ હોય તો ફરાળી વાનગીઓ ની નવી નવી ડિમાંડ આવે તે સ્વાભાવિક છે. વડી હું પણ નતનવી રેસીપી ટ્રાય કરવા ઈચ્છું. ઘરમાં નવી વાનગી પીરસાય તો બધા રાજી.આજે મારા દીકરા નાં ફેવરીટ ઢોસાને ફરાળી ઢોસા માં પરિવર્તિત કરી પીરસ્યા તો આશ્ચર્ય સાથે આનંદ ની લાગણી અને "ખૂબ જ સરસ બન્યા છે.. મજા પડી ગઈ આજે તો... " સાંભળી મારી ખુશી નો પણ પાર ન રહ્યો. ખરેખર ખૂબ જ સરસ બન્યા અને બધા હોંશે હોંશે જમ્યા..મિત્રો..તમે પણ જરૂર ટ્રાય કરજો.. Dr. Pushpa Dixit -
ફાડા લાપસી
#મધરમાતા એ આપણી સૌથી પહેલી શિક્ષક છે. પછી એ કોઈ પણ ક્ષેત્ર હોય. આજ હું જે કાંઈ છુ એમાં મારી માતા નું શ્રેય સૌથી વધારે છે. આજ ફક્ત હું નહીં પણ આપણે બધા ઘણી નવી નવી વાનગીઓ બનવીયે છીએ પણ આપણી પરંપરાગત વાનગી તો આપણે આપણી માતા પાસે થી જ શીખ્યા હોઈએ. એવી જ એક મીઠાઈ ફાડા લાપસી રજૂ કરું છું. Deepa Rupani -
બસંતી પુલાવ
#ચોખાઆ પશ્ચિમ બંગાળ ની વાનગી છે. આ પુલાવ મીઠો હોય છે. ત્યાં ની પરંપરાગત એવી આ વાનગી દુર્ગા પૂજા માં પ્રસાદ તરીકે પણ વપરાય છે. આ પુલાવ ગોવિંદભોગ ચોખા માંથી બને છે પણ અહીં એ ના મળતા હોવાથી આપણે બાસમતી ચોખા વાપરસુ. Deepa Rupani -
વેરમીસલ્લી રાઈસ
#ચોખાઆ એક બહુ ઓછી સામગ્રી થી બનતી ચોખા ની વાનગી છે જે મૂળ લેબનીસ વાનગી છે. Deepa Rupani -
ઘેસ (Ghensh Recipe In Gujarati)
આ વાનગી આપણી જૂની વાનગી છે. જે આપણે ભૂલી ગયા હોય એવા માંથી એક વાનગી છે. Pinky bhuptani -
લીલા લસણ મેથી ના ઘાયણા(Lila Lasan Methi Gayana Recipe In Gujarati
#લીલા લસણ મેથી ના ઘાયણા#GA4 #Week24કણકી કોરમાં ના લોટ માંથી બનતી આ વાનગી ગુજરાતી રેસીપી છે. હેલ્થી અને ટેસ્ટી બને છે. ક્યારેક ઢોકળા નું ખીરું બચ્યું હોય તો આ રીતે બહુજ ટેસ્ટી રેસપી કે બ્રેક ફાસ્ટ બની સકે છે. Kinjal Shah -
ખાટી ઘેંસ(ghesh recipe in gujarati)
#India2020#વિસરાયેલ વાનગીઆ વાનગી બહુ જૂની છે. પહેલા ના ઘરડા લોકો આ વાનગી બનાવતા હતા. સાથે વિટામિન B૧૨ ની વધારવા માટે ખુબ જ ઉપયોગી છે.. મારાં માસી આ વાનગી બહુ બનાવે છે તેમની પાસે થી શીખીને હું પણ બનાવું છું વારંવાર. આ વાનગી પચવા માં ખુબ જ સરળ છે તો તમે પણ અચૂક બનાવજો.. Kamini Patel -
ફરાળી કઢી (Farali Kadhi Recipe In Gujarati)
ફરાળી વાનગીઓ માં પણ કેટલી બધી આઈટમ બનાવી શકાય છે હું દર વખતે કાંઈ અલગ અલગ બનાવતી હોઉં છું. નવી નવી રેસિપી બનાવવાની મજા આવે છે. ઘરના સભ્યોને નવી નવી વાનગી ટેસ્ટ કરવા મળે. Sonal Modha -
બીટ રૂટ ખાંડવી
ખાંડવી એ એક પૌષ્ટિક વાનગી છે. તેમાં બીટરૂટ ઉમેરવાથી તે વધરે પૌષ્ટિક બની જાય છે. અને સ્વાદ માં પણ સારી લાગે છે. #ફટાફટ Ruchi Shukul -
સૂરણ નું શાક (Suran Shak Recipe In Gujarati)
#ff1- શ્રાવણ માસ માં લોકો ઉપવાસ કે એકટાણા કરે છે.. હવે તો ઉપવાસ માં અલગ અલગ પ્રકારની વાનગીઓ બને છે.. અહીં ઉપવાસ માં બનતી એક વાનગી પ્રસ્તુત છે.. Mauli Mankad -
વડા (Vada recipe in Gujarati)
આ વડા ને અમારે તઇ કણકી કોરમાં વડા ક છે અને શીતળા સાતમે બનાવાય છે. Amita Vadgama -
મોરૈયા ની ખિચડી
વ્રત ઉપવાસમાં ફરાળી વાનગીઓ માં મોરૈયા ની ખિચડી પણ બનતી હોય છે જે ખૂબજ ટેસ્ટી લાગે છે.અને ડાયટમાં સામેલ કરી શકો છો.#FF1 Rajni Sanghavi -
ફણગાવેલા મગ કબાબ (Sprouted Moong Kebab Recipe In Gujarati)
#GA4#Week11 ફણગાવેલા મગ એ બહુજ પૌષ્ટિક છે.તે કાચા પણ ખવાય અને તેમાં થી અલગ અલગ વાનગી પણ બનાવાય છે.મેં તેમાં થી કબાબ બનાવ્યા જે બહુ જ ટેસ્ટી બન્યા. તેને તમે સ્ટાર્ટર માં સર્વ કરી શકો અને ફરસાણ તરીકે પણ સર્વ કરી શકો છો. Alpa Pandya -
મસાલા ખીચડી (Masala Khichdi Recipe in Gujarati)
ખીચડી કઢી આપણી પરંપરાગત ગુજરાતી વાનગી છે. રાત્રે હળવું, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક જમવા માટે ખૂબ જ અનુકૂળ છે. દરેક ગુજરાતી ના ઘર માં અઠવાડિયા માં એક વખત તો લગભગ બનેે જ છે.#GA4#Week7#khichdi#buttermilk#cookpadindia Rinkal Tanna -
આલુ મેથી સબ્જી (Aloo Methi Sabji Recipe in Gujarati)
શિયાળા માં મેથી ભરપૂર પ્રમાણ માં મળે છે. મેથી માંથી અલગ અલગ પ્રકારની વાનગીઓ તો આપણે બનાવતા હોઈએ છે. આલુ મેથી ની સબ્જી ચોક્કસ ટ્રાય કરવા જેવી છે.#BR Disha Prashant Chavda -
ગુલકંદ ફિરની (Gulkand Phirni recipe in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ્સ#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ9ખીર, ફિરની, પાઈસમ - નામ કાઈ પણ કહો પણ દૂધ અને ચોખા ના મૂળ ઘટકો સાથે બનતી આ રસીલી મીઠાઇ ભારત ભર માં પ્રખ્યાત છે. થોડી વિધિ જુદી હોય શકે,પ્રાંત અને વિસ્તાર પ્રમાણે પણ મૂળ ઘટકો તો દૂધ અને ચોખા જ રહેવાના. આપણે આપણા સ્વાદ અને કલ્પના પ્રમાણે ના ઘટકો ઉમેરી તેવી ખીર બનાવી શકીએ. સામાન્ય રીતે ખીર માં આખા ચોખા અને ફિરની માં ચોખા ની જાડી પેસ્ટ નો ઉપયોગ થાય છે. પાઈસમ એ દક્ષિણ ભારત માં બનતી ખીર નું સ્વરૂપ છે જેમાં ઘણી વાર મીઠાસ માં ગોળ નો ઉપયોગ થાય છે.આજે મેં ગુલકંદ નો ઉપયોગ કરી ને ફિરની બનાવી છે. મને દાનેદાર ખીર પસંદ છે તો મેં કનકી ચોખા નો ઉપયોગ કર્યો છે અને ચોખા ની પેસ્ટ નથી બનાવી. Deepa Rupani -
મેક્સીકન વાઈટ નુડલ્સ વેજીટેબલ પોપસ્
આજે મે કંઇક અલગ પ્રકારની વાનગી બનાવી છે જે મારી પોતાની રેસીપી છે એકદમ ટેસ્ટ ફૂલ અને હેલ્દી વાનગી છે આવી નવી નવી વાનગીઓ મેં તો બનાવી. તમે પણ "મેક્સીકન વાઈટ નુડલ્સ વેજીટેબલ પોપસ્ " બનાવો અને ગરમાગરમ ખાવા નો આનંદ લો.#તકનીક#ગામઠીરેસિપી Urvashi Mehta -
વેડમાં
#ટ્રેડિશનલઆપણી પરંપરાગત વાનગીઓ માં ઘણી વાનગીઓ એવી છે જે ભોજન કર્યા બાદ વધી ગયેલા અન્ન થી બનાવાય છે. નાનપણ થી મમ્મી પાસે થી અન્ન નું મહત્વ અને તેના બગાડ વિશે સાંભળ્યું અને શીખ્યું છે. વઘારેલા ભાત, વધારેલો રોટલો, વઘારેલી રોટલી, ભાત ના ભજીયા, થેપલા અને આવી ઘણી વાનગીઓ એ વધી ગયેલા અન્ન માંથી બનેલી વાનગી છે. આવી જ એક વાનગી હું મારી મમ્મી પાસે થી શીખી છું, જે મને બહુ પ્રિય છે. વધેલા ભાત માં ચણા નો લોટ, મસાલા, દહીં વગેરે નાખી, સીધા થેપી ને બનવાના. અમે તેને વેડમાં કહીએ, તમે શું કહો? Deepa Rupani -
લિલી તુવેર ની દાળ
#2019આ વાનગી ગામડા માં બનતી વાનગી છે એમાં પ્રોટીન ભરપૂર હોય છે આમ તો આપણે તુવેર ની દાળ માં થી દાળ બનાવીએ છીએ પણ આ એક નવી વાનગી છે Vaishali Joshi -
ગુજરાતી ખાટી કણકી(Gujarati Khati kanki recipe in gujarati)
પોસ્ટ 32આજે મે ગુજરાતી સ્પેશ્યિલ ખાટી કણકી બનાવી છે, જે બનાવામાં ખુબ જ ઝડપી છે, જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને પચવામાં ખૂબ જ હેલ્થી અને પૌષ્ટિક રે છે જે લોકો ને ડાયાબિટીસ હોય એમને ડૉક્ટર આ વસ્તુ ખાવાનું કે છે, આ વાનગી મે મારી બા પાસેથી શીખી છું એ દરરોજ સાદી ખાય છે દહીં વગર પણ એમને આજે મને દહીં ને બધું નાખી ને બનાવતા શીખવાડી છે એક વાર તમે જરૂર ટ્રાય કરજો ખુબ ભાવશે. Jaina Shah -
જુવાર લોટ ની ખીચું ઢોકળા
#સુપરશેફ2પરંપરાગત ગુજરાતી ગરમ નાસ્તો ની વાનગી.. ખીચું..ચોખા નું લોટ માં થી બને છે.મેં પહેલા પૌંઆ ની ખીચું ની રેસીપી શેર કરી છે.આજે બનાવી જુવાર ની લોટ માં થી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખીચું ઢોકળા Jasmin Motta _ #BeingMotta -
કણકી કોથમીર ખીચું (Kanki Kothmir Khichu recipe in Gujarati)
#trend4#Khichuખીચુ એ ગુજરાતી લોકોમાં ખાસ કરીને કાઠિયાવાડમાં ખૂબ જ પ્રિય અને પ્રચલિત વાનગી છે. ખીચુ એ ઘણી બધી રીતે બને છે. ચોખામાંથી, ઘઉમાંથી અને દાળમાંથી એમ ઘણી રીતે ખીચું બનાવી શકાય છે. મેં આજે કણકી ચોખામાંથી ખીચુ બનાવ્યું છે. જેમાં સાથે કોથમીર નો ટેસ્ટ ઉમેરીને તેને કણકી કોથમીર ખીચું નામ આપ્યું છે. આ ખીચામાં લાલ મરચું પાઉડર અને તેલ ઉમેરવાથી તો તેનો સ્વાદ ખૂબ જ વધી જાય છે. Asmita Rupani
More Recipes
ટિપ્પણીઓ (2)