ખાટી ઘેંસ(ghesh recipe in gujarati)

Kamini Patel
Kamini Patel @cook_25035688

#India2020#વિસરાયેલ વાનગી

આ વાનગી બહુ જૂની છે. પહેલા ના ઘરડા લોકો આ વાનગી બનાવતા હતા. સાથે વિટામિન B૧૨ ની વધારવા માટે ખુબ જ ઉપયોગી છે.. મારાં માસી આ વાનગી બહુ બનાવે છે તેમની પાસે થી શીખીને હું પણ બનાવું છું વારંવાર. આ વાનગી પચવા માં ખુબ જ સરળ છે તો તમે પણ અચૂક બનાવજો..

ખાટી ઘેંસ(ghesh recipe in gujarati)

#India2020#વિસરાયેલ વાનગી

આ વાનગી બહુ જૂની છે. પહેલા ના ઘરડા લોકો આ વાનગી બનાવતા હતા. સાથે વિટામિન B૧૨ ની વધારવા માટે ખુબ જ ઉપયોગી છે.. મારાં માસી આ વાનગી બહુ બનાવે છે તેમની પાસે થી શીખીને હું પણ બનાવું છું વારંવાર. આ વાનગી પચવા માં ખુબ જ સરળ છે તો તમે પણ અચૂક બનાવજો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૧ વાડકીચોખાની કણકી
  2. 3 કપછાશ
  3. ૧ ચમચીલીલા મરચા વાટેલા
  4. ચપટીહિંગ
  5. ૨ ચમચીઘી
  6. જીરું વઘાર માટે
  7. ૫ નંગમીઠાં લીમડા ના પાન
  8. દહીં ૨ ચમચી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ઘર માં હોય તે કણકી અથવા ચોખા ના ટુકડા હોય તો ઉપયોગ માં લઇ શકો છો

  2. 2

    તો પહેલા આપણે ચોખાની કણકી ૨ વાર સારી રીતે ધોઈને પલાળી રાખાવાની છે.. બહુ ઘસી ને નથી ધોવાની. ચોખ્ખી થાય એ મુજબ ધોઈ લો

  3. 3

    ત્યાર બાદ ગેસ ચાલુ કરીને એક કૂકર માં ઘી નો વઘાર તેમાં જીરું મુકો જીરું તતડે એટલે હિંગ મીઠાં લીમડા ના પાન નાખી દો

  4. 4

    તેમાં છાશ, લીલા મરચા ની પેસ્ટ, કણકી મીક્સ કરીને મીઠું, જરૂર મુજબ પાણી નાખીને ઉકળવા મુકો

  5. 5

    ત્યાર બાદ કુકર બંધ કરી દો ને ૨ વ્હીસલ થાય એટલે ગેસ બંધ કરી દો..

  6. 6

    કુકર ઠંડુ પડે ખોલી ને તૈયાર ગેસ ને એક બાઉલ માં કાઢી લો.. તૈયાર છે ઘેસ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kamini Patel
Kamini Patel @cook_25035688
પર
i love cooking.. Make a new dishes is my hobby.
વધુ વાંચો

Similar Recipes