સેવ ની બીરંજ

asharamparia
asharamparia @Asharamparia

#ટ્રેડિશનલ
" મીઠી સેવ " કે
"સેવ ની બીરંજ" 😍
ફ્રેન્ડસ, જ્યારે ઘરે અચાનક કોઈ મહેમાન આવી ચડે ( હવે તો ફોન થી જાણ કરવા માં આવે છે)😜 અને જમવા નો સમય નજીક હોય ત્યારે ખુબજ ઝડપથી બની જાતી અને શુદ્ધ ઘી માં બનતી "મીઠી સેવ " સાથે મેથી ના ગોટા કે ખમણ, દાળ-ભાત - શાક ને ગરમાગરમ પુરી પ્રેમ થી જમાડવા નો રિવાજ કે ટ્રેન્ડ આપણા ગુજરાતી ઓની શાન છે. જોકે સમય જતાં કેટલીક આવી ગરમ અને મીઠી વાનગી ઓ વિસરાતી જાય છે. તો આજે મેં ટ્રેડિશનલ વાનગી માં મારી ફેવરીટ એવી " મીઠી સેવ " બનાવી છે.😍🥰

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૨ પેકેટ વર્માસેલી સેવ (મીઠી સેવ)
  2. ૧ કપ ખાંડ અથવા સ્વાદ મુજબ
  3. ૧ ચમચી એલચી પાવડર
  4. ૨ ચમચી બદામ અને પીસ્તા ની કતરણ
  5. ૩ થી ૪ ચમચી ઘી અથવા જરુર પ્રમાણે અથવા ૧ મોટો ચમચો ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક પેન માં ઘી ગરમ કરી સેવ ને હાથે થી થોડી કટ કરી ને સ્લો ફલેમ પર ગોલ્ડન બ્રાઉન સેકી લેવી.(ઘી થોડું વઘુ હશે તો સેવ સરસ છુટી અને સ્વાદિષ્ટ બનશે તેમ છતાં હેલ્થ વાઈઝ જરૂર મુજબ યુઝ કરવો. મેં અહીં માપસર ઘી નો યુઝ કરેલ છે જેથી સેવ સારી રીતે સેકાય અને છુટી રહે ચીકાશ ના રહે) ત્યારબાદ તેમાં દોઢ ગ્લાસ પાણી ઉમેરી એક ઉભરો આવે ત્યાં સુધી ઉકાળો.

  2. 2

    ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે ખાંડ ઉમેરી ઘી છુટું પડે ત્યાં સુધી હળવા હાથે મિકસ કરો. (વચ્ચે જરુર જણાય તો થોડું પાણી ઉમેરી શકો છો). ત્યારબાદ તેમાં એલચી પાવડર ઉમેરી મિક્સ કરી લેવું ઉપર થી બદામ અને પીસ્તા ની કતરણ થી ગાર્નિશિંગ કરી સર્વ કરવી.

  3. 3

    ગરમાગરમ મીઠી સેવ બનાવવા માં એકદમ સરળ છે તેમ છતાં સ્વાદ માં ઉતમ છે. "સેવ ની બીરંજ" નું ગુજરાતી પરંપરાગત સ્વીટ તરીકે ટ્રેડિશનલ મેઈન કૌર્સ માં આગવું મહત્વ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
asharamparia
asharamparia @Asharamparia
પર

ટિપ્પણીઓ

Similar Recipes