ચોકો કેસર દુુઘ પૌવા પાઈ

asharamparia
asharamparia @Asharamparia

#એનિવર્સરી
#વીક૪
Desi Khana Videsi style😎😁😜

" કેસર દુઘ - પૌવા પાઇ "😍

ફ્રેન્ડસ, શરદપૂનમની રાત્રે દુઘ - પૌવા ખાવા નું એક આગવું મહત્વ અને વિજ્ઞાન પણ છે. ચંદ્ર ની શીતળ છાયા માં બનતાં દુઘ- પૌવા શીત એટલે કે ઠંડક આપનારા અને પિત્ત નાશક છે. તો, મેં અહીં આપણી આ ટ્રેડિશનલ ડેઝર્ટ વાનગી ને થોડી અલગ રીતે બનાવી ને સર્વ કરી છે. ખુબ જ સ્વાદિષ્ટ અને બાળકો ને પણ ભાવે એ રીતે આ ડેઝર્ટ તૈયાર કરેલ છે. જે ચોક્કસ આપ સૌને પસંદ આવશે.😍

ચોકો કેસર દુુઘ પૌવા પાઈ

5 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#એનિવર્સરી
#વીક૪
Desi Khana Videsi style😎😁😜

" કેસર દુઘ - પૌવા પાઇ "😍

ફ્રેન્ડસ, શરદપૂનમની રાત્રે દુઘ - પૌવા ખાવા નું એક આગવું મહત્વ અને વિજ્ઞાન પણ છે. ચંદ્ર ની શીતળ છાયા માં બનતાં દુઘ- પૌવા શીત એટલે કે ઠંડક આપનારા અને પિત્ત નાશક છે. તો, મેં અહીં આપણી આ ટ્રેડિશનલ ડેઝર્ટ વાનગી ને થોડી અલગ રીતે બનાવી ને સર્વ કરી છે. ખુબ જ સ્વાદિષ્ટ અને બાળકો ને પણ ભાવે એ રીતે આ ડેઝર્ટ તૈયાર કરેલ છે. જે ચોક્કસ આપ સૌને પસંદ આવશે.😍

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપ પલાળેલા સાદા પૌવા
  2. ૫૦૦ ગ્રામ દુધ
  3. ૧ કપ ખાંડ અથવા જરૂર મુજબ
  4. ૨ ચમચી દુધ નો પાવડર
  5. ૨ ચમચી કોર્ન ફ્લોર
  6. ૧ ચમચી કસ્ટર્ડ પાવડર
  7. ૧૦ થી ૧૨ કેસર ના તાંતણા
  8. ૩ થી૪ ચમચી પીસ્તા અને બદામ નો ભૂક્કો
  9. ૧/૨ ચમચી એલચી પાવડર (ઓપ્શનલ)
  10. ૨ ચમચી ચોકલેટ સીરપ
  11. બેઝ માટે :-
  12. ૧ મોટું મેરી ગોલ્ડ બિસ્કીટ પેકેટ
  13. ૧ નાનું ૧૦ રુ વાળું પાર્લે -જી
  14. ૧ /૨ કપ અનસોલ્ટેડ બટર
  15. ૨ ચમચી દુધ (ઓપ્શનલ)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મેરી ગોલ્ડ અને પાર્લે-જી બિસ્કીટ ને મિકસી જાર માં ક્રશ કરી એક બાઉલમાં કાઢી લો. (પાર્લે-જી માં મીઠું આવે છે જે અહીં પાઈ ના બેઝ ને ફાઈન ટેસ્ટ આપી ને સ્વીટનેસ બેલેન્સ કરશે.)

  2. 2

    હવે ક્રશ કરેલા ક્રમ્સ માં ગરમ કરેલુ બટર (જેમાં, મેં અહીં ઘરના સફેદ માખણ નો યુઝ કરેલ છે), દુધ એડ કરી થોડું મુઠી પડતું ટેકસ્ચર રાખી પાઈ ની પ્લેટ માં એપ્લાય કરી ને હાથ વડે દબાવતા જઈ એક સ્મુઘ લેયર તૈયાર કરી ૧ કલાક માટે ફ્રીઝ માં સેટ થવા માટે મુકી દો.

  3. 3

    ત્યારબાદ એક પેનમાં દુઘ ગરમ કરી એક ઉભરો આવે એટલે એક નાની વાટકી માં ૪ ચમચી દુઘ માં કોર્ન ફ્લોર અને કસ્ટર્ડ ઉમેરી મિક્સ કરી ગરમ દુધ માં એડ કરો સાથે જ કેસર અને દુધ નો પાવડર, ખાંડ ઉમેરી મિક્સ કરી થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો. ત્યારબાદ તેમાં પલાળેલા પૌવા, એલચી પાવડર ઉમેરી ચઢવા દો જેથી પૌવા માં સ્વીટનેસ અને સ્મેલ આવી જાય. હવે આ મિશ્રણને ઠંડુ પડવા દો.

  4. 4

    મિશ્રણ એકદમ ઠંડુ અને થીક થઈ જાય પછી મિકસી જાર માં અઘકચરુ ક્રશ કરી તૈયાર કરેલી પાઈ પ્લેટ માં સેટ કરી ઉપરથી બદામ અને પીસ્તા ની કતરણ, ચોકલેટ સીરપ થી ગાર્નિશ કરીને ૪ થી ૫ કલાક ફ્રીઝ માં ઠંડું થવા મુકો.

  5. 5

    ડિલીસીયસ અને ટેસ્ટી પાઈ ઘારદાર ચપ્પુ વડે કટ કરી એકદમ ચીલ્ડ જ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
asharamparia
asharamparia @Asharamparia
પર

ટિપ્પણીઓ

Similar Recipes