શાહી ઠંડાઇ (હોલી સ્પેશિયલ)

asharamparia
asharamparia @Asharamparia

#હોળી
#એનિવર્સરી

ફ્રેન્ડસ,
ભારત નો એક એવો તહેવાર કે જેમાં વિવિધતા માં પણ એકતા જોવા મળે છે અને દરેક પ્રદેશમાં આ તહેવાર ની રંગેચંગે ઉજવણી પણ કરવામાં આવે છે. આવા હોળી - ઘુળેટી ના તહેવાર નું ઘાર્મિક મહત્વ છે અને આ તહેવાર ની પૌરાણિક કથા પણ ખુબ જ પ્રચલિત અને માનનીય છે. અને સાથે એકબીજા ના અવગુણો ને હોળી માં હોમી ને ફરી નવા સંબંધો નું સ્થાપત્ય એટલે ઘુળેટી નો તહેવાર. એકમેકને રંગી ને એકબીજા ના સુખ- દુ:ખ માં સહભાગી થવાનો આડકતરો વાયદો એટલે ઘુળેટી . પરસ્પર પ્રેમ નો સ્વીકાર એટલે ઘુળેટી .વાહ, ચારેતરફ એક અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળે અને સાથે- સાથે કેટલીક ટ્રેડિશનલ વાનગી અને પીણાં ની રમઝટ.... મેં પણ આપણા ઉત્સાહ ભર્યા દિવસ ને વઘાવવા તહેવાર સ્પેશિયલ "શાહી ઠંડાઈ "બનાવી છે કે જેના વગર આ તહેવાર ખરેખર અઘુરો લાગેશે. તો ફ્રેન્ડ્સ, ઠંડાઈ ની રેસિપી નીચે મુજબ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૭૫૦ મીલી દુધ
  2. ૧ /૨ કપ ખાંડ અથવા સ્વાદ પ્રમાણે
  3. ૧ ચમચી કસ્ટર્ડ પાવડર
  4. ૧/૨ ચમચી કેસરી ફુડ કલર
  5. ૬ થી ૭ તાંતણા કેસર (દુઘ માં પલાળેલુ)
  6. ઠંડાઈ પાવડર માટે:-
  7. ૬ થી ૭ સમારેલી બદામ
  8. ૬થી ૭ સમારેલા કાજુ
  9. ૭ થી ૮ પીસ્તા
  10. ૬ થી ૭ એલચી
  11. ૧ ચમચી ખસખસ
  12. ૧ ચમચી ગુલકંદ અથવા વઘુ
  13. ૧ ચમચી મગજતરી ના બી
  14. ૧ ચમચી વરિયાળી
  15. ૧૫ થી ૨૦ દાણા આખા મરી અથવા ૧ ચમચી મરી પાવડર
  16. ગાર્નિશ માટે:-
  17. કેસર ના તાંતણા
  18. બદામ અને પીસ્તા ની કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક પેનમાં દુધ ગરમ કરવા મુકી થોડું ઘટ્ટ થાય પછી કસ્ટર્ડ પાવડર,કલર વાળું ૧/૨ વાટકી દુધ તેમજ ખાંડ ઉમેરી સ્લો ફલેમ પર રહેવા દો.અને ઠંડાઈ ની સામગ્રી મિકસી જાર માં લઇ લો.

  2. 2

    મિકસી જાર માં ઠંડાઈ પાવડર માટે નાં બઘાં જ ઈનગ્રીડિયન્ટસ્ લઈ ક્રશ કરી ને બારીક પાવડર તૈયાર કરો. હવે આ પાવડર માંથી ૩ ચમચી પાવડર અને કેસર વાળું દુધ ને ગરમ દુધ માં એડ કરી ૬ થી ૭ મિનિટ ઉકાળો જેથી પાવડર માં વાપરવા માં આવેલા બઘાં જ મસાલા ની સુગંધ દુધ માં ભળી જાય.

  3. 3

    હવે દુધ ઠંડું પડે એટલે ૩ થી ૪ કલાક ફ્રીઝ માં ઠંડું થવા મુકી દેવું. સર્વ કરતી વખતે જો ગરણી થી ગાળવું હોય તો ગાળી લેવું અથવા ચમચી વડે હલાવી એક ગ્લાસ માંથી બીજા ગ્લાસ માં લઇ આ રીતે ૨ થી ૩ વાર કરી સર્વિગ ગ્લાસ માં રેડો ઉપરથી બદામ અને પીસ્તા ની કતરણ અને કેસર ના તાંતણા, ઠંડાઈ નો પાવડર ભભરાવી ગાર્નિશ કરીને એકદમ ચીલ્ડ "શાહી ઠંડાઈ" સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
asharamparia
asharamparia @Asharamparia
પર

Similar Recipes