ટમેટા નું સુપ

Neha
Neha @cook2104441
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૪ થી ૫ નંગ ટામેટા,
  2. ૨ નંગ ડુંગળી,
  3. 1 ચમચીવઘાર માટે ઘી,
  4. 1 ચમચીજીરૂ,
  5. લીમડાના 3 થી ૪ પાન,
  6. 2-3લવિંગ,
  7. મીઠું અને લીંબુ સ્વાદ પ્રમાણે,
  8. ૧ ચમચી ખાંડ,
  9. 1 ચમચીમરીનો ભૂકો,
  10. 1 ચમચીકાળું મીઠું,
  11. 1 ચમચીકોર્ન ફ્લોર,
  12. 1 ચમચીઅમુલ ક્રીમ,

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ડુંગળી અને ટમેટા કૂકરમાં ત્રણ સીટી બાફી લો

  2. 2

    હવે ટામેટાં ડુંગળી ક્રશ કરી નાખો. અને હવાલાથી ગાળી લો.

  3. 3

    હવે વઘાર માટે એક લોયામાં ઘી મૂકો. તેમાં ઘી ગરમ થાય એટલે લીમડાના પાન જીરું અને લવીંગ નાખી દો.

  4. 4

    હવે તેમાં ટમેટાનો ગાળેલો રસ નાખો. એક વાટકીમાં મકાઈના લોટ સાથે ટમેટાનો બે ચમચી રસો મિક્સ કરો

  5. 5

    હવે તે તૈયાર થયેલું ખીરું સૂપમાં ઉમેરો અને સ્વાદ મુજબ હળદર મીઠું મરચું લીંબુ તીખા નો પાવડર અને કાળુ મીઠું મિક્સ કરો ૧ ચમચી ખાંડ નાખી દો.

  6. 6

    હવે પાંચ મિનિટ ઉકળવા દો. હવે એક બાઉલમાં કાઢીને ઉપર અમુલ ક્રીમ નાખો.

  7. 7

    સ્વાદિષ્ટ સૂપ તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neha
Neha @cook2104441
પર

ટિપ્પણીઓ

Similar Recipes