ભરેલાં રીંગણા બટેટા નું શાક

Kashmira Bhuva
Kashmira Bhuva @Kashmira_26
શેર કરો

ઘટકો

  1. 5-6નંગ બેબી પોટેટો
  2. રવૈયા રીંગણાં
  3. 1 ચમચીવાટેલું લસણ
  4. 1 કપપાણી
  5. 2ચમચા તેલ
  6. ★ મસાલો બનાવવા માટે★
  7. 1બાઉલ ચણાનો લોટ
  8. 2 ચમચીતેલ
  9. 1 ચમચીધાણાજીરૂ
  10. 1 ચમચીગરમ મસાલો
  11. 1/2 ચમચીહળદર
  12. હિંગ
  13. ગોળ સ્વાદ અનુસાર
  14. નિમક સ્વાદ અનુસાર
  15. ★ સજાવટ માટે★
  16. 1 ચમચીતલ
  17. સુધારેલ કોથમીર ના પાન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં તેલ મૂકી ચણાનો લોટ ધીમા તાપે શેકો. લોટ થોડો શેકાય જાય એટલે તેમાં ઉપર મુજબના મસાલા, વાટેલું લસણ, ગોળ તેમજ નિમક ઉમેરી 2-3 મિનિટ શેકો. ગેસ પરથી નીચે ઉતારી ઠંડું થવા દો. તો તૈયાર છે ભરવા માટેનો શાકનો મસાલો.

  2. 2

    બેબી પોટેટો ની છાલ ઉતારીને તેને તથા રીંગણા ને વચ્ચે થી બંને સાઇડ કટ કરી કંપ પડ્યા હોય ત્યાં મસાલો ભરો.

  3. 3

    શાક બનાવવા માટે પ્રેસર કુકરમાં તેલ મૂકી હિંગ વડે વઘાર કરી તેમાં મસાલો ભરેલા રીંગણા બટેટા ઉમેરી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી બંધ કરી 2-3 સીટી વગાડો. કૂકર ઠંડું પડે એટલે તેને ખોલી ચેક કરી સર્વિંગ બાઉલમાં કાઢી ઉપરથી કોથમીર અને તલ વડે સજાવી ગરમાગરમ સર્વ કરો તો તૈયાર છે 👉ભરેલા રીંગણાં બટેટાનું શાક👈.

  4. 4

    ★ આ મસાલા વડે ભરેલા કારેલા મરચાં, ભીંડા, કારેલા તેમજ ડુંગળીનું શાક બનાવી શકાય. આ મસાલો 8-10 દિવસ ફ્રિજમાં સ્ટોર કરી શકાય.★

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kashmira Bhuva
Kashmira Bhuva @Kashmira_26
પર
👉 Subscribe my youtube channel for more recipes - K's Kitchen👩‍🍳Home chef👩‍🍳Home baker
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes