પાંચ ધાન ખિચડી

Geeta Godhiwala
Geeta Godhiwala @cook_11988180
India

#કાંદાલસણ
કહેવાય છે કે ખિચડી ના ચાર યાર સાથે પરોસાય છે
પાપડ અથાણું મરચાં અને છાશ સાથે ખાવાની ખૂબ મજા પડે છે ☺️😍

પાંચ ધાન ખિચડી

#કાંદાલસણ
કહેવાય છે કે ખિચડી ના ચાર યાર સાથે પરોસાય છે
પાપડ અથાણું મરચાં અને છાશ સાથે ખાવાની ખૂબ મજા પડે છે ☺️😍

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/4કપ તુવેર દાળ
  2. 1/4કપ ફોતરાવાળી મગદાળ
  3. 1/4કપ ચણા દાળ
  4. 1/4કપ અળદ દાળ
  5. 1/2કપ સુગંધી ચોખા
  6. 3/4કપ શીંગ દાણા
  7. 2મધ્યમ બટેકા
  8. 1/4કપ લીલું મરચું કાપેલું
  9. 2નંગ ટામેટાં
  10. 1ચમચો વાટેલું આદું
  11. 1ચમચી હિંગ
  12. મીઠું સ્વાદ મુજબ
  13. 3ચમચા ઘી
  14. 3ચમચી હળદર
  15. 1ચમચી રાઈ
  16. 1ચમચી સૂકું લાલ મરચું પાવડર
  17. 2ચમચા ખાંડ
  18. 12-15પાન લીમડો
  19. 1/2કપ દેશી કોથમીર
  20. 1ચમચો ઘી
  21. શેકેલો પાપડ અથાણું વઘારેલાં મરચાં અને છાશ પરોસવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધી દાળ અને ચોખા ભેગા કરી 15-20મીન પલાળવા. હવે કૂકર મા 3ગ્લાસ પાણી ગરમ કરવા મૂકવું. 2ચમચા હળદર મીઠું નાખી હલાવવું. હવે એમાં છાલ સાથે સમારેલા બટેકા ના ટૂકડા ઉમેરવા. શીંગદાણા ઉમેરવા અને 5મીન થવા દેવું. હવે પલરેલાં ધાન ઉમેરવા. હલાવી લેવું અને કૂકર નું ઢાંકણ બંધ કરી 3-4સીટી કરવી.

  2. 2

    હવે માટી ની દોણી મા ઘી ગરમ કરવું રાઈ અને હિંગ ઉમેરી લીમડો નાખી વઘાર કરવો. હવે વાટેલું આદું અને કાપેલાં લીલા મરચાં હળદર ઉમેરવાં. અને જીણા સમારેલાં ટામેટાં લાલ મરચું પાવડર ઉમેરી સાતરવું. ટામેટાં ગળે એટલે ખિચડી ઉમેરી હલાવવું. દેશી કોથમીર ઝીણી સમારી ઉમેરવી બરાબર મિક્સ થાય એટલે ખાંડ ઉમેરી લેવી ફરીથી હલાવી લેવું. છેલ્લે મીઠું ઉમેરી ધીમા તાપે 10મીન થવા દેવી. ખિચડી તૈય્યાર.

  3. 3

    ગરમા ગરમ લસલસતી પાંચ ધાન ખીચડી ઉપર થી ઘી રેડી ને ને છાશ અથાણું પાપડ અને મરચાં વઘારેલાં સાથે પરોસવી. હેલ્ધી અને ટેસ્ટી પાંચ ધાન ખિચડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Geeta Godhiwala
Geeta Godhiwala @cook_11988180
પર
India
I like to cook new innovative dishes
વધુ વાંચો

Similar Recipes