રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા 3 વાટકી ચોખા અને 1 વાટકી અડદ ની દાળ પલાળી દયો 8 કલાક માટે. પછી તેને મિક્સર માં પીસી ખીરું બનાવો. ઢોસા ના ખીરા માટે તેમાં જરૂર મુજબ પાણી અને નિમક નાખો.
- 2
હવે કોબી, ગાજર, ડુંગળી, ટામેટા, કેપ્સિકમ બધું સમારી લેવું, હવે તવા ને ગરમ કરી ઢોસા પાથરો. તેમાં કોબી, ગાજર, ટામેટા, ડુંગળી, કેપ્સિકમ નાખો. થોડું બટર, લાલ મરચું, નિમક, ચાટ મસાલો, ગરમ મસાલો નાખી મિક્સ કરો.
- 3
હવે આ મિક્સ કરેલા મિશ્રણ ને આખા માં પાથરો. પછી ઉપર ધાણા ભાજી ને ચીઝ નાખો ને ચડવા દો. ચડી જાય એટલે કટર થી કટ કરો.
- 4
કટ કરી રોલ વાળો. પ્લેટ માં લ્યો ત્યારે પાછુ ચીઝ નાખો.
- 5
સંભાર બનાવા માટે દાળ બાફી લેવી. લસણ ખાંડી લેવું, બટકું, ટમેટું, ડુંગળી, મરચું કટર માં કટ કરવું, આદુ ખમણી લેવો. કડાઈ માં તેલ ગરમ મુકો. તેમાં રાય, હિંગ, લીમડો, લાલ મરચું, તજ, લવિંગ, બાદિયા, લસણ નાખો.
- 6
પછી કટર માં કરેલું બધું નાખો, પછી નિમક, હળદર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો, આચાર મસાલો બધું નાખી ને હલાવો. ત્યાર બાદ સરગવા ની સીંગ બાફેલી નાખો.
- 7
હવે દાળ નાખો અને હલાવો. હવે તેને ઉકળવા દયો. બરાબર થઈ જાય એટલે છેલ્લે તેમાં લીંબુ અને ધાણા ભાજી નાખો.
- 8
કોકોનટ ચટણી માટે એક મિક્સર જાર માં ટોપરા નું છીણ, દાળિયા, લીલું મરચું, આદુ નૉ ટુકડો, આંબલી, નિમક, અને જરૂર મુજબ પાણી નાખી ક્રશ કરો. તેને બાઉલ માં કાઢી લો.
- 9
પછી વધારિયા માં તેલ ગરમ મૂકી રાય, જીરું, હિંગ, લીમડો, લાલ મરચું નાખી વધાર ચટણી માં નાખો. બરાબર મિક્સ કરો. તૈયાર છે કોકોનટ ચટણી.
- 10
8 થી 10 સૂકા લાલ મરચું ગરમ પાણી માં 2 કલાક પલાળો. ડુંગળી ટામેટા સમારો. હવે કડાઈ માં તેલ ગરમ karo. તેલ આવી જાય એટલે તેમાં 1 ચમચી ચણા દાળ અને 1 ચમચી અડદ દાળ નાખો. થોડી વાર હલાવો. પછી તેમાં લસણ, ડુંગળી, ટામેટા, લાલ મરચા પાણી કાઢી ને નાખો.
- 11
બધું બરાબર હલાવી 2 મિનિટ ચડવા દો. પછી ઠરી જાય એટલે પાણી નાખી મિક્સર માં ક્રશ કરો. ચટણી તૈયાર થઈ જાય એટલે વાધરીયા માં તેલ મૂકી રાય, જીરું, લીમડો, લાલ મરચું નાખી વધાર કરો. આ વધાર ચટણી પર નાખી મિક્સ કરો. તૈયાર છે રેડ ચટણી
- 12
પ્લેટ લઇ તેમાં રોલ મૂકી ઉપર ચીઝ નાખો. સંભાર, રેડ ચટણી, કોકોનટ ચટણી સાથે સર્વ કરો. ફ્રેન્ડ્સ જીની ઢોસા તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જૈન જીની રોલ ઢોસા (Jain Jini Roll Dosa Recipe In Gujarati)
#GA4#Week3#Septemberઆપણે ઢોસા તો અવારનવાર બનવતા જ હોય પણ આ કંઈક નવીન પ્રકાર ના જૈન ઢોસા છે.આપણે હોટેલ જેવા ઢોસા પણ ઘરે બનાવી જ શકીએ છીએ. એ પણ ડુંગળી, બટાકા, એન્ડ લસણ વગર.... pure jain...બહાર to બધું ready મળે જ છે પણ મહેનત થી બનવેલું વધુ testy લાગે છે.તો ચાલો બનાવીએ yummy જીની રોલ ઢોસા...... Ruchi Kothari -
-
-
-
-
જીની ડોસા (Jini Dhosa Recipe In Gujarati)
#સાઉથ#પોસ્ટ૨૫ઢોસા નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે.ઢોસા માં પણ હવે કેટલી બધી વેરાયટી બનાવી શકાય છે.તો આજે મે જીની ઢોસા બનાવ્યા છે. જે મારા ઘર માં બધા ને ભાવે છે. Hemali Devang -
-
કાંચીપુરમ મસાલા નેટ ઢોસા એન્ડ ચાઈનીઝ મીની ક્રાઉન કોન ઢોસા
#સાઉથ#ઢોસા#પોસ્ટ2સાઉથ ઇન્ડિયન ડીશ માં સૌથી પેહલા ઢોસા યાદ આવે। ઢોસા હવે માત્ર દક્ષિણ ભારત સુધી જ સીમિત નધી રહ્યા પણ આખા દેશભર માં પ્રસરી ચુક્યા છે. એટલું જ નહિ, પણ ઢોસા ની જાત જાતની અવનવી વરાઈટી પણ હવે મળવા માંડી છે. મેં પણ અહીં સાઉથ ના પારંપરિક ઢોસા ને નેટ અને ક્રાઉન કોન નું એક અનોખું રૂપ આપ્યું છે. એક તરફ નેટ ઢોસા ની અંદર બટાકા નું પરંપરાગત સ્ટફિંગ ની સાથે તામિલનાડુ નો પ્રખ્યાત કાંચીપુરમ વેજીટેબલ મસાલા નું સંયોજન કર્યું છે તો બીજી બાજુ ઢોસા ને ચાઇનીઝ ટચ આપ્યો છે. નેટ અને ક્રાઉન કોન નો અનોખો દેખાવ ખુબ જ લલચામણો છે, ખાસ કરી ને બાળકો માટે। સ્વાદ માં તો સ્વાદિષ્ટ લાગે જ છે, પ્રેઝેન્ટેશન અને પ્લેટિંગ માં પણ ખુબ શોભે છે।તો પ્રસ્તુત છે કાંચીપુરમ મસાલા નેટ ઢોસા એન્ડ ચાઈનીઝ મીની ક્રાઉન કોન ઢોસા। રસમ, બે પ્રકાર ની ચટણી અને પોડી મસાલા સાથે એની મજા માણો !!! Vaibhavi Boghawala -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બ્રેડ પિઝ્ઝા
#ડીનરPost1બ્રેડ પિઝ્ઝા ઘરમાં ખુબ જ સરસ રીતે અને સ્વાદિષ્ટ બને છે નાના મોટા બધાને આનો સ્વાદ ગમે છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
રીંગણનો ઓરો
અમારા ઘરમાં રીંગણનો ઓરો બધાને બહુ જ ભાવે છે . મને રીંગણનું શાક ના ભાવે પણ રીંગણનો ઓરો બહુ જ ભાવે . અમે લોકો લગભગ ડિસેમ્બરમાં ઈન્ડિયા હોઈએ જ . ત્યારે શિયાળાની સિઝન હોય એટલે અમારા ગામડે વાડીના રીંગણ ના ઓરા અને વાડીનો બાજરો અને જુવાર ના ગરમ ગરમ રોટલા ખાવાની બહુ જ મજા આવે . રોટલો ઠંડો પણ ખાવાની મજા આવે . Sonal Modha -
જીની ઢોસા (Jini Dosa Recipe In Gujarati)
#TT3 સાઉથ ઈન્ડિયન બધાં ના ઘેર બનતી વાનગી છે તેમાં પણ હવે વેરાઇટી જોવા મળે છે. મે પણ આજ જીની ઢોસા બનાવવા નો પ્રયત્ન કર્યો છે HEMA OZA -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ