ચીઝ મસાલા ઢોસા (Cheese Masala Dhosa Recipe In Gujarati)

Hemali Devang
Hemali Devang @hemalidewang

ચીઝ મસાલા ઢોસા (Cheese Masala Dhosa Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪લોકો
  1. ૩ વાડકીચોખા
  2. ૧ વાડકીઅડદ ની દાળ
  3. ૧ ચમચીમેથી ના દાણા
  4. સ્વાદાનુસારમીઠું
  5. ૧/૪ ચમચીહિંગ
  6. જરૂર મુજબપાણી
  7. બટેટા ના પૂરણ માટે*
  8. ૨૫૦ ગ્રામ બાફેલા બટેટા
  9. ૩ નંગડુંગળી
  10. ૨ નંગટામેટા
  11. ૨ નંગલીલાં મરચાં
  12. ૧ નંગસૂકું લાલ મરચું
  13. ૧ નંગતમાલ પત્ર
  14. ૮ નંગમીઠા લીમડાના પાન
  15. ૧/૨ ચમચીજીરૂ
  16. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  17. ૧ ચમચીધણાજીરૂ
  18. ૧/૨ ચમચીહળદર
  19. ૧/૨ ચમચીગરમ મસાલો
  20. સ્વાદાનુસારમીઠું
  21. ૧ નંગલીંબુ નો રસ
  22. ૧ ચમચીખાંડ
  23. ૨ ચમચીધાણા ભાજી
  24. ૨ ચમચીતેલ
  25. સર્વ કરવા
  26. સંભાર
  27. ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોખા,અડદ ની દાળ,મેથી દાણા ને ૮ કલાક પલાળી દેવા.પછી તેને મિક્સર માં પીસી ને ૮ કલાક આથો આવવા દો.

  2. 2

    બટેટા ના પૂરણ માટે બાફેલા બટેટા ને જીના સુધારી લેવા.ડુંગળી,ટામેટા,લીલાં મરચાં ને પણ જીના સુધારી લેવા.

  3. 3

    એક પેન માં તેલ મૂકી.તેમાં સૂકું લાલ મરચું,તમાલપત્ર,જીરું,લીમડા ના પાન,હિંગ મૂકી ડુંગળી,ટામેટા મરચા વઘારો.તેમાં બધા મસાલા કરો.બટેટા નાખી મિક્સ કરો.

  4. 4

    ઢોસા ના ખીરા માં પાણી,મીઠું,હિંગ નાખી મિક્સ કરો. ઢોસા ની લોઢી ગરમ કરી તેમાં પાણી છાંટી લૂછી લો.પછી ઉપર થી ખીરું નાખી અંદર થી બહાર તરફ ફેલાવો.

  5. 5

    પછી ઉપર બટેટા નું પૂરણ મૂકી તેમાં ઉપર ચીઝ ખમણી રોલ વાળી લો.

  6. 6

    તો રેડી છે ચીઝ મસાલા ઢોસા તેને સંભાર અને નાળિયેર ની ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hemali Devang
Hemali Devang @hemalidewang
પર

ટિપ્પણીઓ

Similar Recipes