થીન ક્રસ્ટ ભાખરી પિઝા

Parul Patel
Parul Patel @Parul_25
શેર કરો

ઘટકો

30 મિનિટ
5 વ્યક્તિ
  1. 2 કપઘઉંનો જાડો લોટ
  2. મીઠું સ્વાદાનુસાર
  3. 1 ચમચોતેલ
  4. જરૂર મુજબ પાણી
  5. 250 ગ્રામચીઝ
  6. 1 વાટકોપિઝા સોસ
  7. 2 ચમચીબટર
  8. 2ડુંગળી
  9. 2કેપ્સીકમ
  10. 2 કપમકાઈ ના બાફેલા દાણા
  11. ગાર્નિશ માટે
  12. 2 ચમચીચીલી ફ્લેક્સ
  13. 2 ચમચીઓરેગાનો
  14. 2 ચમચીમિક્સ હરબસ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઘઉં ના લોટ માં મીઠું, તેલ અને જરૂર મુજબ પાણી એડ કરીને લોટ બાંધી લો. લોટ કડક રાખવો જેથી ભાખરી ક્રિસ્પી બને. હવે લુવા કરીને વણી લૉ. પછી તેને શેકી લૉ.

  2. 2

    કેપ્સીકમ અને ડુંગળીને બારીક સમારી લો. પાનમાં બટર મૂકી ને કેપ્સીકમ, બાફેલી મકાઈ અને ડુંગળી ને 2 મિનિટ માટે સોતે કરી લો. પીઝા સોસ રેડી કરી લો.

  3. 3

    હવે પાન માં ભાખરી ને એક સાઈડ બટર લગાવી ને શેકી લો. બીજી બાજુ પિઝા સોસ લગાવો તેની પર ચીઝ ભભરાવો અને પછી તેની પર ડુંગળી, કેપ્સીકમ અને મકાઈ ના દાણા ને સ્પ્રિંકલ કરો પછી તેને કવર કરીને બેક કરી લો.

  4. 4

    હવે પીઝા રેડી છે તેને ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો થી ગાર્નિશ કરો. પિઝા ને કોલ્ડ જ્યૂસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parul Patel
Parul Patel @Parul_25
પર

ટિપ્પણીઓ

Similar Recipes